JUNAGADH: ખેડૂતો માટે અનોખો વિરોધ, AAP પાર્ટીએ ભીખ માગી, જુઓ

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકામાં સિઝનનો 165 ટકા કરતાં વધારે વરસાદ હોવા છતાં અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સહાય ચૂકવવામાં આવી નથી. સાથે જ ગત ઓક્ટોબર માસમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો. જેથી ખેડૂતોને ભારે નુકસાન થતાં સહાય ન ચૂકવવામાં આવતાં ખેડૂતોને જાણી જોઈને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોવાના AAP  કાર્યકર રાજુભાઈ કરપડા દ્વારા આક્ષેપ કરાયા છે. આજે માળિયા તાલુકામાં AAP કાર્યકરોએ ભારે હોબાળા સાથે ખેડૂતોને સહાય ચૂકવવા ઉગ્ર માગ કરી છે. તેમણે સરકારને નાણાં મોકલવા બજારમાં ભીખ માગી છે. ભીખ માગી પાર્ટીએ ખેડૂતોને સહાય ચૂકવવા માગ કરી છે.

મામલતદાર મારફતે સરકારને નાણાં મોકલી વિરોધ

સરકાર પાસે સહાય ચૂકવવા માટે પૈસા ન હોય તો માળીયાની મેઈન બજારમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોને સાથે રાખી ભીખ માંગી પૈસા એકત્રિત કરી મામલતદાર મારફત સરકારને મોકલવાનો પ્રયત્ન કરાયો છે.

માત્ર બારદાન નહીં હોવાથી છેલ્લા 14 દિવસથી માળીયા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદી સેન્ટર બંધ છે જેનાથી ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, ત્યારે માળીયાની બજારમાં બારદાન માટે પણ ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા ભીખ માંગી આજે મામલતદાર મારફતે સરકારને બારદાન તેમજ રોકડ રકમ અપવામાં આવી છે. જે રકમ સરકારને પહોંચાડવામાં આવશે.

આ તકે આપ કાર્યકર અને કિસાન નેતા રાજુભાઈ કરપડા, જુનાગઢ જિલ્લા સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયા, પિયુષભાઈ પરમાર, સહિત સ્થાનિક કાર્યકરો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ: ગાંધીનગર શિક્ષણ વિભાગની તપાસ

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 5 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 7 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 7 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 9 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત