
3 Former Election Commissioner Together: રાહુલ ગાંધીએ મોદી સરકરાનું વોટ ચોરી પકડ્યા બાદ દેશમાં ખળભળાટ મચ્યો છે. ભારતનું ચૂંટણી પંચ સહિત સરકાર પ્રબળ શંકાના ઘેરામાં છે. પૂર્વ ચૂંટણી કમિશનરો પણ હાલના ચૂંટણી કમિશનરની ભારે ટીકા કરી રહ્યા છે. આજે સોમવારે ઇન્ડિયા ટુડે સાઉથ કોન્ક્લેવમાં ત્રણ પૂર્વ ચૂંટણી કમિશનરોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા “વોટ ચોરી”ના આરોપો પ્રત્યે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો અભિગમ યોગ્ય નથી. તેમણે જ્ઞાનેશ કુમાર દ્વારા તેમના તરફથી સોગંદનામા માટે આગ્રહ, તેમના ખંડનમાં ગુસ્સો અને મતદાર યાદીઓ અને ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા પર લટકતી તલવાર જેવા દોષોને રહેવા દીધા છે. મતલબ તેમણે રાહુલ ગાંધીના વોટચોરીના આરોપોનો યોગ્ય જવાબ આપ્યોન થી.
This is for the first that 3 former Election Commissioner OP Rawat, SY Qureshi and Ashok Lavasa have criticised the CEC Gyanesh Kumar at same time and have agreed that onus is on the ECI to clear doubts on the objections raised by LoP Rahul Gandhi.
“This tone is not acceptable”. pic.twitter.com/aDzancVn6m
— Shantanu (@shaandelhite) September 8, 2025
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY કુરૈશી,ઓપી રાવત અને ચૂંટણી કમિશનર અશોક લવાસાએ સમજાવ્યું કે તેઓ શા માટે માને છે કે CEC જ્ઞાનેશ કુમારે રાહુલ ગાંધી પાસેથી સોગંદનામું અને માફી માંગવામાં ભૂલ કરી હતી.
રાહુલ ગાંધીના આરોપોનો પડઘો
ગત 7 ઓગસ્ટના રોજ, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતની ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓમાં મોટા પાયે છેડછાડના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ભારતીય ચૂંટણી પંચ (ECI) પર ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સાંઠગાંઠ કરીને ચૂંટણીઓ “ચોરી” કરવાનો આક્ષેપ કર્યો. રાહુલ ગાંધીએ કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રના મતદાર યાદીના ડેટાને પોતાના દાવાના સમર્થનમાં રજૂ કર્યો. આ ઉપરાંત, બિહારમાં ચૂંટણી પહેલા યોજાયેલી રેલીઓમાં, જ્યાં ECI સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ મતદાર યાદીઓની સમીક્ષા કરી રહ્યું હતું, તેમણે આ આરોપોને વધુ મજબૂતી આપી.
CEC જ્ઞાનેશ કુમાર આપ્યા હતા ગોળ ગોળ જવાબ
17 ઓગસ્ટના રોજ CEC જ્ઞાનેશ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધીના આરોપોને “પાયાવિહોણા” ગણાવીને ફગાવી દીધા. તેમણે રાહુલ ગાંધીને આ આરોપોની વિગતો સાથે સોગંદનામું દાખલ કરવા અથવા દેશ સમક્ષ માફી માંગવાની માંગ કરી. કુમારે કહ્યું, “આરોપોની વિગતો આપતું સોગંદનામું 7 દિવસની અંદર દાખલ થવું જોઈએ, નહીં તો આ બધા આરોપો પાયાવિહોણા ગણાશે. ત્રીજો કોઈ વિકલ્પ નથી.” આ પ્રતિસાદનો સ્વર નિષ્ણાતો અને વિવેચકો દ્વારા બિનજરૂરી રીતે આક્રમક ગણવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે પ્રેસ કોન્ફરન્સમાં જ્ઞાનેશ કુમાર યોગ્ય ઉત્તર આપી શક્યા નહીં. જેથી ચૂંટણી પંચ વધુ શંકાના ઘેરામાં આવ્યું.
પૂર્વ ચૂંટણી કમિશનરોની ટીકા
ઇન્ડિયા ટુડે સાઉથ કોન્ક્લેવમાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY કુરૈશીએ CEC કુમારના અભિગમને “ગુસ્સાભર્યો” ગણાવીને ટીકા કરી. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી માત્ર પોતાનો અભિપ્રાય નથી વ્યક્ત કરી રહ્યા, પરંતુ લાખો લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. ચૂંટણી પંચે આવા આરોપોને ગંભીરતાથી લઈને તપાસ કરવી જોઈએ, નહીં કે ગુસ્સે થઈને સોગંદનામું માંગવું જોઈએ.” કુરૈશીએ ઉમેર્યું કે જો તેઓ CEC હોત, તો તેમણે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હોત અને આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોત. “આવા આક્રમક સ્વરથી ચૂંટણી પંચની વિશ્વસનીયતાને કોઈ શ્રેય નથી મળતું,” તેમણે જણાવ્યું.
અન્ય એક પૂર્વ CEC ઓપી રાવતે પણ આ અભિગમને ખોટો ગણાવ્યો. તેમણે કહ્યું, “ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય ક્યારેય હિસ્સેદારોને પ્રશ્નો પૂછવાનું નથી રહ્યું. જ્યારે પણ કોઈ શંકા વ્યક્ત થાય છે, ભલે તે સામાન્ય મતદાર દ્વારા હોય, ત્યારે ECIએ હંમેશા તેને ગંભીરતાથી લઈને તપાસ કરી છે અને તારણો જાહેર કર્યા છે.” રાવતે ભાર મૂક્યો કે રાહુલ ગાંધીના આરોપોનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈતો હતો, નહીં કે સોગંદનામું માંગીને વિવાદને ઉગ્ર બનાવવો.
પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાએ પણ CEC કુમારના સોગંદનામું માંગવાના નિર્ણયને રદિયો આપ્યો. તેમણે જણાવ્યું, “જો કોઈ ગંભીર ફરિયાદ હોય, તો તેની તપાસ માટે સોગંદનામું જરૂરી નથી. રાહુલ ગાંધીએ તેમના આરોપો ECIના ડેટા અને વિશ્લેષણના આધારે રજૂ કર્યા છે. ચૂંટણી પંચે આવા આરોપોની તપાસ કરીને હકીકતો લોકો સમક્ષ મૂકવી જોઈએ.” લવાસાએ ભારપૂર્વક જણાવ્યું કે મતદાર યાદીની અખંડિતતા પર પ્રશ્ન ઉઠે ત્યારે ECIએ તેને હવામાં લટકવા ન દેવું જોઈએ, કારણ કે ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ જાળવવો એ પંચની પ્રાથમિક જવાબદારી છે.
જ્ઞાનેશ કુમારના વર્તનથી વિષ્ણાતો ચિંતત
નિષ્ણાતો અને વિવેચકોએ નોંધ્યું છે કે CEC જ્ઞાનેશ કુમારનો આક્રમક અભિગમ અને સોગંદનામાની માંગણીએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે. રાહુલ ગાંધીના આરોપોને ફગાવવાને બદલે, ECIએ તેની તપાસ કરીને લોકોના વિશ્વાસને મજબૂત કરવો જોઈતો હતો. લોકોના એક વર્ગે ચિંતા વ્યક્ત કરી છે કે આવા આરોપોને ગંભીરતાથી ન લેવાથી ચૂંટણી પ્રણાલીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થઈ શકે છે. ભારતની ચૂંટણી પ્રણાલીના રક્ષક તરીકે, ECIએ દરેક કિંમતે પ્રક્રિયામાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ.
આ પણ વાંચો:
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું
ગુજરાત સરકાર મજૂરોને 12 કલાક કામ કરાવશે, ઉદ્યોગપતિઓના દબાણથી નિર્ણય લીધો? | Gujarat laborers Trouble
Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban
UP: પુત્રના ગળા પર છરી મૂકી માતાના કપડાં કઢાવી વીડિયો બનાવ્યો, દૂધવાળોએ પછી મહિલાને…







