Delhi Thar Accident: લીંબુ પર નવી થારનું પૈડું ચલાવવા જતા મહિલાએ કારને શો-રૂમ બહાર કુદાવી, મહિલાનું શું થયું?

  • India
  • September 10, 2025
  • 0 Comments

Delhi Thar Accident: સોશિયલ મીડિયા પર દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે. આ વીડિયો ઘણી બધી હેડલાઇન્સ બનાવે છે. આ દિવસોમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પૂર્વ દિલ્હીના નિર્માણ વિહારનો છે. એક મહિલા થાર ખરીદવા માટે નિર્માણ વિહાર ગઈ હતી, જ્યાં તેણે શોરૂમના પહેલા માળેથી કાર સાથે પડી હતી. આ ઘટના હવે દેશભરમાં હેડલાઇન્સમાં છે.

લીંબુ પર નવી થારનું પૈડું ચલાવવા જતા મહિલાએ કારને શો-રૂમ બહાર કુદાવી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલાએ સોમવારે સાંજે નિર્માણ વિહારમાં મહિન્દ્રા શોરૂમમાં 27 લાખ રૂપિયાની કિંમતની થાર ખરીદી હતી. થાર ખરીદ્યા પછી, શોરૂમની અંદર તેની પૂજા પણ કરવામાં આવી હતી. પૂજા કર્યા પછી, મહિલાએ કારનું પૈડું લીંબુ પર ચઢાવવાનું હતું. જેથી મહિલા કારમાં બેસીને એક્સિલરેટર દબાવીને લીંબુ પર કારનું પૈટું ચઢાવવા ગઈ અને પછી જે થયુ તે ખુબ જ ખતરનાખ થયું.

એરબેગ્સ ખુલી જતા મહિલાનો જીવ બચી ગયો

કારમાં બેસ્યા પછી, મહિલાએ એક્સિલરેટર જોરથી દબાવ્યું. આ કારણે, કાર અચાનક આગળના કાચ સાથે અથડાઈ અને સીધી 15 ફૂટ નીચે પડી ગઈ. જોકે, કાર નીચે પડતાની સાથે જ તેની અંદરની એરબેગ્સ ખુલી ગઈ. આ કારણે, મહિલાનો જીવ બચી ગયો.

મહિલા અને એક કર્મચારી ઘાયલ

આ ઘટનામાં મહિલા અને એક કર્મચારી ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

વીડિયો વાયરલ થતા લોકોએ આપી પ્રતિક્રિયા

આ ઘટના વિશે વાત કરતા, ડેપ્યુટી પોલીસ કમિશનર અભિષેક ધાનિયાએ કહ્યું છે કે આ મામલે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી કારણ કે કોઈએ કોઈ ફરિયાદ નોંધાવી નથી. આ ઉપરાંત, આ ઘટના અંગે કોઈ પોલીસ ફોન કરવામાં આવ્યો નથી. આ ઘટનાનો વીડિયો હવે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા પછી, લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!