‘મોદી પંજાબનું અપમાન કરી જતાં રહ્યા, 60 હજાર કરોડને બદલે 1600 કરોડ આપ્યા’, પંજાબનો ગુસ્સો આસમાને | PM Modi | Punjab Insult

  • India
  • September 10, 2025
  • 0 Comments

PM Modi Punjab Insult: પંજાબમાં ભારે વરસાદ અને પૂરે વિનાશ વેર્યો છે. પંજાબના લોકોની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે 9 સપ્ટેમ્બર, 2025ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોનું જમીન પર રહીને નહીં પણ આકાશમાંથી નિરીક્ષણ કર્યું હતુ. તેમણે ગુરદાસપુરમાં પીડિતો સાથે મુલાકાત કરી હતી. જે બાદ પંજાબના નેતાઓને મળ્યા હતા.

આ મુલાકાત દરમિયાન પૂર પીડિતો માટે મોદી માત્ર 1,600 કરોડની સહાય જાહેર કરતાં લોકો અને નેતાઓ રોષે ભરાયા છે. પંજાબના નેતાઓએ ત્યાની સ્થિતિ જણાવી હોવા છતાં મોદીએ માત્ર 1600 કરોડ રુપિયા ફાળવ્યા છે.

‘પંજાબનું અપમાન કર્યું’

પંજાબ સરકારે કેન્દ્ર સરકારે આપવામાં આવેલા 1,600 કરોડ રૂપિયાના રાહત પેકેજને ઓછું ગણાવ્યું છે. પંજાબના મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ કહ્યું આ પંજાબનું અપમાન છે. મુંડિયનએ કહ્યું “દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમણે પંજાબનું અપમાન કર્યું છે. મુખ્ય સચિવે તેમને હજારો કરોડ રૂપિયાના નુકસાન, તૂટેલા રસ્તાઓ, ક્ષતિગ્રસ્ત જમીનો અને પંજાબના લોકોના બરબાદ થયેલા ઘરો વિશે સંપૂર્ણ વિગતો આપ્યા પછી તેમણે ફક્ત 1,600 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. આપણને લગભગ 60,000 કરોડ રૂપિયાની જરૂર છે.

પંજાબમાં કેટલું નુકસાન?

પંજાબમાં વિનાશક પૂરને કારણે મૃત્યુઆંક 52 પર પહોંચી ગયો છે. પઠાણકોટમાં હજુ પણ ત્રણ લોકો ગુમ છે. પીટીઆઈ સાથે વાત કરતા મુંડિયનએ જણાવ્યું હતું કે હાલમાં 22 જિલ્લાઓના 2,097 ગામો પૂરથી પ્રભાવિત છે અને 1.91 લાખ હેક્ટર જમીનમાં ફેલાયેલા પાકને નુકસાન થયું છે.

મોદીની પંજાબ મુલાકાત

ગઈકાલે મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતુ, પંજાબ 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યું છે. જે દરમિયાન મોદીએ માત્ર 1,600 કરોડની જાહેરાત કરી. જેથી પંજાબના લોકો પણ રોષે ભરાયા છે. કારણ કે મોટા નુકસાન સામે માત્ર આટલી સહાયથી લોકોને ફરી ઉભા કરવા ખૂબ કપરુ કામ છે.

પંજાબ સાથે મજાક 

PANJAB

પૂરગ્રસ્ત પંજાબને 1,600 કરોડ રૂપિયાની મદદ અંગે  વરિષ્ઠ પ્રવક્તા નીલ ગર્ગે નિવેદન આપ્યું છે. નીલ ગર્ગ કહે છે કે વડા પ્રધાન મોદીએ પંજાબને માત્ર 1,600 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. આ પંજાબ સાથે મોટી મજાક છે. આટલી સહાય જાહેર કરતાં શરમ પણ ના આવી. પંજાબ ભારતનું મહત્વનું રાજ્ય છે. અહીં બોર્ડર નજીક છે. દેશના લોકોએ બલિદાન આપ્યું છે. ભારતને જ્યારે જ્યારે મદદની જરુર પડી ત્યારે પંજાબીઓએ છાતી ઠોકીને મદદ કરી છે. આજે પંજાબને સહાયની જરુર છે ત્યારે તમે મજાક કરો છો. સરકારે પંજાબનું દુઃખ સમજવું જોઈતું હતુ.

  • Related Posts

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
    • August 2, 2026

    Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    • August 2, 2026
    • 3 views
    Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    • August 2, 2026
    • 5 views
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    • August 2, 2026
    • 10 views
    Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    • August 1, 2026
    • 6 views
    Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 8 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 9 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ