
Assam: ભારતના પાડોશી દેશોમાં અત્યારે સરકાર સામે વિરોધની આગ જોવા મળી રહી છે જેમાં આંદોલનકારીઓ સરકાર ઉથલાવી રહ્યા છે ત્યારે આસામમાં પણ કંઈક અંશે આવું જ જોવા મળી રહ્યું છે. આસામમાં આદિવાસી સમાજના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આસામમાં ભાજપ સરકાર સામે વિરોધ
આસામના આદિવાસી સમુદાયોમાં ભાજપ સરકાર સામે રોષ વધી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજી રહ્યા છે. આ વિરોધના મૂળમાં જમીન અધિકારો, આદિવાસીઓની સાંસ્કૃતિક ઓળખ અને સરકારની નીતિઓ સામેનો અસંતોષ છે.
20,000થી વધુ લોકોની રેલી યોજાઈ
આસામના તિનસુકિયામાં ગત રોજ ભાજપ સરકાર વિરુદ્ધ આદિવાસીઓનું મોટું પ્રદર્શન યોજાયું હતું જેમાં મોરન સમુદાય સમગ્ર આસામમાં ભાજપ વિરુદ્ધ કૂચ કાઢી રહ્યો છે.તિનસુકિયામાં મોરાન સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા 20,000થી વધુ લોકોની રેલી યોજાઈ, જેમાં શિડ્યૂલ્ડ ટ્રાઈબ (ST) દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ સ્વાયત્તતાની માંગ કરવામાં આવી. યુનિયનના પ્રમુખ પલિન્દ્ર બોરાએ જણાવ્યું, “અમે અમારા જમીન અધિકારો અને સાંસ્કૃતિક ઓળખની રક્ષા માટે લડત ચાલુ રાખીશું.”
Assam mein BJP aur Himanta Biswa Sarma ki sarkar ke corruption ke khilaf adivasi samaaj ka zabardast Pardarshan..
Ye dekh kar Himanta ke hosh udd gaye honge jis tarah se Assam ki awaam road par utar kar BJP ke bhrashtachar ke khilaf apni awaaz buland kar rahi hai…#Assam pic.twitter.com/ROd8Tg6BXe— Karbari Ansari (@karbari_ansari) September 11, 2025
મોરન સમુદાયે આપી ચેતવણી
મોરન સમુદાયે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભાજપ અને મુખ્યમંત્રી હિમંત સરકાર તેમના વચન પૂરા નહીં કરે, તો આગામી ચૂંટણીમાં જનતા તેમને યોગ્ય પાઠ ભણાવશે. મોરન સમુદાયે ગઈકાલે આસામના તિનસુકિયામાં અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગણી સાથે એક મોટું વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આદિવાસી સમુદાયોની માંગણીઓ
શિડ્યૂલ્ડ ટ્રાઈબ (ST) દરજ્જો આદિવાસી/ટી ટ્રાઈબ્સ, તાઈ અહોમ, મોરાન, મટક, ચુટિયા અને કોચ-રાજબંગશી સહિતના છ સમુદાયો લાંબા સમયથી શિડ્યૂલ્ડ ટ્રાઈબ (ST) દરજ્જાની માંગ કરી રહ્યા છે. આ દરજ્જો તેમની સાંસ્કૃતિક ઓળખ, શિક્ષણ અને આર્થિક વિકાસ માટે જરૂરી માનવામાં આવે છે.
મોરાન સમુદાયે તાજેતરમાં (11 સપ્ટેમ્બર 2025) તિનસુકિયામાં 20,000થી વધુ લોકોની રેલી યોજી, જેમાં ST દરજ્જા સાથે બંધારણની છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) હેઠળ સ્વાયત્તતાની માંગ કરવામાં આવી.
મોરાન સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખનું નિવેદન
મોરાન સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ પલિન્દ્ર બોરા અને જનરલ સેક્રેટરી જયકાંત મોરાને 11 સપ્ટેમ્બર 2025ના રોજ તિનસુકિયામાં રેલી દરમિયાન જણાવ્યું કે, “મોરાન સમુદાય આસામનો સૌથી જૂનો આદિવાસી સમુદાય છે. અમે અમારા જમીન અધિકારો, ઓળખ અને સંસ્કૃતિની જાળવણી માટે બંધારણીય સુરક્ષા માંગીએ છીએ. આ આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી સરકાર નક્કર પગલાં નહીં લે.”
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુંકહ્યું ?
30 ઓગસ્ટ 2025ની X પોસ્ટમાં મુખ્યમંત્રીએ જણાવ્યું, “અમે નિશ્ચયપૂર્વક કહીએ છીએ કે ગમે તે થાય, ગમે તે વિરોધ કરે, અમારી જમીન હડપ વિરોધી ઝુંબેશ ચાલુ રહેશે. આસામની જમીન પર અતિક્રમણકારોનો કોઈ અધિકાર નથી.”
આમ આસામમાં આદિવાસી સમુદાયોનું આંદોલન તીવ્ર બન્યું છે, જ્યારે સરકારે આ મુદ્દાઓ પર હજુ સુધી સંતોષકારક ઉકેલ રજૂ કર્યો નથી. આગામી દિવસોમાં વિરોધની તીવ્રતા અને રાજકીય પરિણામો પર નજર રાખવી જરૂરી રહેશે.
આ પણ વાંચો:
Nepal Gen-Z Revolution: ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા, મદદ માટે કરી અપીલ








