AIવાળા “જગ્ગી વાસુદેવ”થી ભોળવાઈ મહિલાએ ગુમાવ્યા 3.75 કરોડ રૂપિયા | Karnataka | Bengaluru

  • India
  • September 12, 2025
  • 0 Comments

Karnataka: હાલ રોજે રોજે છેતરપીંડીની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાંય ખાસ કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર. ત્યારે આવો જ વધુ એક વધુ કિસ્સો બેંગલુરુમાંથી બહાર આવ્યા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુની 57 વર્ષીય નિવૃત્ત મહિલાને AI વાળા “સાધુ ગુરુ જગ્ગી વાસુદેવ”નો નકલી વીડિયો બતાવીને સાયબર ગઠિયાઓએ 3.75 કરોડ રૂપિયા પડાવી લીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર સીવી રમણ નગરની રહેવાસી મહિલા યુટ્યુબ જોઈ રહી હતી ત્યારે તેણે સાધુ જગ્ગી વાસુદેવનો વીડિયો જોયો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે એક ખાસ ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા પૈસા નફો કરી આપે છે. વીડિયોની નીચે આપેલી લિંક પર ક્લિક કરીને મહિલાને તેનું નામ, ઈમેલ અને ફોન નંબર દાખલ કરી 250 યુએસ ડોલર (લગભગ 21,000 રૂપિયા) જમા કરાવવા કહ્યું હતુ.

મહિલાએ લિંક પર ક્લિક કર્યા પછી વાલીદ બી નામના વ્યક્તિએ મહિલાનો સંપર્ક કર્યો. તેણે મહિલાને ‘મિરોક્સ’ નામની એપ ડાઉનલોડ કરવાનું કહ્યું અને ઝૂમ કોલ પર ટ્રેડિંગ કરવાની પદ્ધતિઓ શીખવી.

વાલીદની ગેરહાજરીમાં માઈકલ સી નામનો વ્યક્તિ આ કામ કરતો હતો. 25 ફેબ્રુઆરીથી 23 એપ્રિલની વચ્ચે મહિલાએ આ પ્લેટફોર્મ પર કુલ 3,75,72,121 રૂપિયા જમા કરાવ્યા. જ્યારે તેને નફો વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

મહિલાએ પાંચ મહિના પછી ફરિયાદ કરી

છેતરપીંડીનો ભોગ બનેલી મહિલા પોલીસ સ્ટેશનમાં 9 સપ્ટેમ્બરના રોજ IT એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4) (છેતરપિંડી) હેઠળ કેસ નોંધાવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓએ જે બેંક ખાતાઓમાં પૈસા મોકલ્યા છે તે ફ્રીઝ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આટલી મોટી રકમ વસૂલ કરવી મુશ્કેલ બનશે.

ઓનલાઈન રોકાણ અથવા ઓફર અંગે પોલીસ અપીલ પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ ઓનલાઈન રોકાણ અથવા ઓફર પર વિશ્વાસ કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરે અને AI દ્વારા બનાવેલા ડીપફેક વીડિયોથી સાવધ રહે.

Related Posts

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ
  • August 11, 2026

RSS Yashwant Shinde: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પૂર્વ પ્રચારક યશવંત સહદેવ શિંદેએ કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયંક ખડગે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ…

Continue reading
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ
  • August 10, 2026

Tamil Nadu Delimitation: લોકસભાની બેઠકોના સંભવિત પરિસીમન (Delimitation) મુદ્દે દેશની રાજનીતિમાં ફરી ચર્ચા તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 4 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 7 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?