Surat: કાકરાપાર જમણાંકાંઠા નહેર બંધના વિરોધમાં 10 હજાર ખેડૂતો કાઢશે રેલી, સિંચાઈ વિભાગનો કરશે ઘેરાવ

  • Gujarat
  • September 13, 2025
  • 0 Comments

અહેવાલ: દિલીપ પટેલ

Surat: સુરત સિંચાઈ વર્તુળનાં અધિક્ષક ઈજનેર દ્રારા કાકરાપાર જમણાંકાંઠા વિભાગની નહેરોમાં 1 ડિસેમ્બર 2025થી 28 ફેબ્રુઆરી 2026ના 90 દિવસ સુધી સિંચાઈનાં પાણી વહેવડાવવાનું બંધ ક૨વાના તઘલખી નિર્ણય સામે વિરોધ થઈ રહ્યો છે. કાંકરાપાળ જમણાં કાંઠાની નહેરોની મરામત અને નવીનીકરણ માટે નહેર બંધ કરાશે.

સિંચાઈ વિભાગનો તઘલીખી નિર્ણય

સિંચાઈનું પાણી બંધ થવાથી શેરડી, ડાંગર, શાકભાજી, કપાસ પકવતા ખેડૂતો તેમજ પશુપાલકોને મોટુ નુકસાન જવાનું છે. નુકસાનની અસરોનો વિગતવાર અભ્યાસ કરી અહેવાલ બનાવવો ખૂબ જ જરૂરી છે. જે થયો નથી.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ગામા પાસે 88 ચોરસ કિલોમીટરમાં પડતાં વિસ્તારનું પાણી એકઠું કરવા માટે તાપી નદી પર 1954માં જવાહર લાલ નહેરની કોંગ્રેસ સરકાર વખતે સિંચાઈ માટેનો 15.48 મીટર ઉંચો અને 633 મીટર લાંબો બંધ રૂ. 24 કરોડમાં બન્યો હતો.

પશુપાલકો અને ખેડૂતોને મોટું નુકસાન

886 ગામોના ખેડૂતોને સિંચાઈ પુરી પાડે છે.ખેડૂતોના ખેતમાં પાણી પહોંચાડવા માટે તાપીની બન્ને બાજુના કાંઠે 64 કિલોમીટર બે નહેરો બની છે. જમણે અને ડાબે કાંઠે મળીને 4 લાખ 50 હજાર હેક્ટરમાં સિંચાઈ થાય છે. જેમાં ખેતી માટે જમણી નહેરથી 1 લાખ 20 હજાર હેક્ટર અને ડાબે કાંઠે 1 લાખ 45 હજાર હેક્ટરમાં સિંચાઈ થાય છે.જમણે કાંઠે અંદાજે 50 હજાર ખેડૂતોનો પાક ખતરામાં આવી ગયો છે.

સ્ટ્રકચરોની મજબૂતાઈ નકકી કરવા માટેની તપાસ કરવામાં આવી છે કે કેમ ? સ્ટ્રકચરોની મરામત માટે કઈ એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તેની જાહેરાત થઈ નથી.

લાખો ખેડૂતોની આજીવીકા ઉપર અસર કરતી અને આર્થીક નુકસાન કરે એવી બાબતે સિંચાઈ વિભાગ દ્રારા ઉડાણ પૂર્વકના અભ્યાસ કર્યા સિવાય નિર્ણય કરવામાં આવેલો છે. એવું પ્રસ્થાપિત થાય છે. જેથી કાકરાપાળ જમણાં કાંઠા વિભાગની નહેરો બંધ કરવાનો નિર્ણય રદ કરવામાં આવે.

રાષ્ટ્ર વ્યાપી આંદોલન

ખેડૂતોના ખભે બંદૂક મૂકીને ઉદ્યોગોને પાણી આપવાનું કારસ્તાન છે. જો દિન 15માં પાણી બંધ કરવાનો નિર્યણ રદ કરવામાં આવશે નહીં તો 10 હજાર ખેડૂતો દ્વારા રેલી કાઢી સિંચાઈ વિભાગનો ઘેરાવ કરવામાં આવશે. રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવશે. 28 સપ્ટેમ્બર 2025ના રોજ કામરેજના ગાયપગલા ખાતે 10 હજાર ખેડૂતોની બેઠક મળશે. જેમાં દેશના ખેડૂત નેતાઓ હાજરી આપશે.

ખેડુત સમાજ ગુજરાત દ્વારા ખેડુતો તેમજ પશુપાલકો અને સહકારી આગેવાનોની બેઠક ઓલપાડમાં મળી હતી. મોટી સંખ્યામાં ઓલપાડ, કામરેજ, માંગરોળ, ચોર્યાસી, મહુવા, હાંસોટ સહિતના તાલુકાના ખેડૂતો હતા. ખેડૂતોની રેલી કાઢી ઓલપાડ પ્રાંત અને નાયબ કલેક્ટરને બે આવેદનપત્ર આપવામાં આવેલા હતા.

સુગર ફેકટરીઓનાં પ્રમુખો તેમજ કપાસ તેમજ ડાંગર વેચાણ કરતી સહકારી મંડળીના પ્રમુખો સાથે રાજય કક્ષાનાં સિંચાઈ મંત્રી સાથે જહાંગીરપુરા સ્થિત પુરૂષોત્તમ ફાર્મસ કો. ઓ. જીનીંગ એને પ્રેસીંગ સોસાયટીની કચેરીમાં રાખવામાં આવેલી હતી.

નહેર બંધ કરવા અંગેનો નિર્ણય સિંચાઈ સલાહકાર સમિતીમાં ચર્ચા થયા બાદ જાહેર કરવાનો હતો. નહેર બંધ કરતાં પહેલા એક વર્ષ પહેલા જાહેરાત કરી ખેડૂતોને વ્યક્તિગત જાણ કરવી જરુરી હોય છે. તેથી ખેડૂતો પોતાનાં ખેતરમાં વાવણી અંગેનાં આગોતરા આયોજન કરી શકે.

આવી કોઈપણ આગોતરી જાણ કર્યા સિવાય 1 ડિસેમ્બર 2025થી 90 દિવસ માટે નહેર બંધ કરવાથી ખેડૂતોનાં ખેતરના ખરીફ, રવી, તેમજ ઉનાળુ પાકોને નુકશાન થનાર છે. ખેડૂતોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકશાની થવાની શકયતાઓ છે.આદિવાસી વિસ્તારના પૈસા માંથી ખર્ચ કરવાનો છે.

નહેરો તૂટવાથી કેટલા દિવસ નહેર બંધ કરી તેનો જવાબ મળી શકેલો નથી. વર્ષ 2ઔ13-14માં આ નહેરોની મરામત પેટે રૂા. 250 કરોડનો ખર્ચ કરવામા આવેલો હતો.

70 વર્ષે ન તૂટી, 10 વર્ણાં નહેર તૂટી

કાકરાપાર બંધની પાણીનો સંગ્રહ 1820 મીલીયન ઘનફૂટ છે. તેની નહેરો 70 વર્ષે ન તૂટી, નવી બની તે 10 વર્ષમાં ભંગાર બની ગઈ હતી. 8 વર્ષ પહેલાં માંડવીતાલુકાના તથા ઝંખવાવ રોડ નજીક આવેલા અંધાત્રી ગામમાં જમણા કાંઠા નહેરનું ધોવાણ થઈ ગયું હતું.

જમણા કાંઠા કાકરાપાર નહેરનું 10 વર્ષ પહેલા 2015માં સિમેન્ટ કોંકરીટથી બાંધવામાં આવી હતી. નહેરનું સમારકામ અને નવીનીકરણ ચાલતું હતું ત્યારે ખેડૂતોએ ભાજપની સરકારને ફરિયાદ કરી હતી કે, ઊતરતી કક્ષાનો સામાન વાપરીને ખરાબ કામ થઈ રહ્યું છે. માટીથી નહેરુના સમયમાં 1954માં 70 વર્ષ બનેલી નહેરો સલામત છે. ત્યારે ભાજપના સમયમાં બનેલી સિમેન્ટની નહેરો 10 વર્ષમાં તૂટી ગઈ હતી. હવે રૂ. 250 કરોડમાં સિંમેન્ટની નહેર બનશે તેની હાલત પણ એવી જ થશે.

નહેર ખરાબ બનાવવામાં આવી હોવાની ફરિયાદો છતાં નહેર ખાતાને સ્થિતિ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. માંડવી તાલુકાના અંધાત્રી ગામે કાકરાપાર જમણાકાંઠા કેનાલમાં થયેલુ ભંગાણ ફરી ખેડૂતોને હાલાકી સર્જી શકે તેમ હતું.

2024માં દાવો

કાકરાપાર નહેરથી દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના 1034 ગામો સુધી હવે સિંચાઇનું પાણી પહોંચતું હોવાનો દાવો સરકારનો છે.
પાણી પુરવઠા રાજ્ય પ્રધાન મુકેશ પટેલે 2024માં વિધાનસભામાં જણાવ્યું હતું કે, કાકરાપાર મુખ્ય નહેરથી સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાના 1034 ગામોમાં 2 લાખ 65 હજાર 259 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે. ડાબા કાંઠા મુખ્ય નહેરની લંબાઈ કિલોમીટર અને વહનશક્તિ 3850 ક્યુસેક છે. જમણા કાંઠા મુખ્ય નહેરની લંબાઈ 64 કિલોમીટર અને વહનશક્તિ 3500 ક્યુસેક છે.

કાકરાપાર જમણાકાંઠા મુખ્ય નહેરની મૂળ વહનક્ષમતા 2480 ક્યુસેક હતી. તેમાં 1020 ક્યુસેકનો વધારો કરાયો હોવાનો દાવો કરાયો હતો. જેમાં રૂ. 386 કરોડનો ખર્ચ કરાયો હતો. વહનક્ષમતા વધવાથી સુરત અને ભરૂચ જિલ્લાના 8 તાલુકાના 313 ગામોના અંદાજે 1 લાખ 19 હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈ વધારાની મળી હતી.

ખેડૂત સમાજ ગુજરાતનાં પ્રમુખ જયેશભાઇ પટેલ,સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક, ભરૂચનાં સહકારી અને ખેડૂત આગેવાન સંદીપભાઇ માંગરોલા, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલભાઇ પટેલ, ગુજરાત ખેડૂત સમાજના મહામંત્રી મહેંદ્રસિંહ કરમણીયા,  કામરેજ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ બળવંતભાઇ પટેલ, ખેડૂત આગેવાન વલ્લભભાઇ પટેલ, માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ દિનેશસિંહ,ચોર્યાસી તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ કલ્પેશભાઇ પટેલ, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ કેતનભાઈ દેસાઈ,એડવોકેટ રાજુભાઈ પરમાર હાજર હતા.

આ પણ વાંચો:  

PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”

Indian Citizen in US: અમેરિકામાં કુહાડીના ધડાધડ ઘા ઝીંકી બારડોલીના યુવકનું માથું ધડથી છૂટું કરી દેવાયું

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી

Related Posts

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ
  • October 5, 2026

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ અને મુખબધીર બાળકો માટે સંચાલિત એક ગ્રાન્ટેડ શાળામાં કથિત અત્યાચારનો ગંભીર મામલો સામે આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત માનવ સેવા સંઘ…

Continue reading
MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ
  • October 5, 2026

MPLADS Grant Scam Gujarat: ગુજરાતની સરકારી શાળાઓમાં ગરીબ અને સામાન્ય પરિવારોના બાળકોને આધુનિક શિક્ષણ મળે તે માટે સાંસદોની સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના એટલે કે MPLADS હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

  • October 5, 2026
  • 2 views
Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

  • October 5, 2026
  • 3 views
MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

  • October 5, 2026
  • 6 views
Jepur Sarpanch Husband Controversy: મહેસાણાના જેપુરમાં મહિલા સરપંચના પતિના વહીવટ અને સરકારી જમીન-ગ્રાન્ટના કથિત દુરુપયોગ અંગે ગંભીર સવાલો

Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

  • October 5, 2026
  • 7 views
Uddhav Raj Thackeray Mumbai Protest: બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મુંબઈમાં ઠાકરે બંધુઓનું મોટું પ્રદર્શન

Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

  • October 5, 2026
  • 6 views
Teacher Shortage India: ભારતમાં 11.16 લાખ શિક્ષક પદ ખાલી, 1 લાખથી વધુ સ્કૂલ એક શિક્ષકના ભરોસે

Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ

  • October 5, 2026
  • 8 views
Isudan Gadhvi: ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ઈશુદાન ગઢવીના ગંભીર આક્ષેપ, ભાજપના 41 કોર્પોરેટરોના એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ