
IND vs PAK In Asia Cup: આજે રાત્રે 8 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી એશિયા કપ મેચનો બહિષ્કાર કરવાની માંગ વધી રહી છે. બંને ટીમો ટૂંક સમયમાં આ મોટી મેચ માટે દુબઈમાં રમશે, પરંતુ દેશમાં આ અંગે ગુસ્સો વધી રહ્યો છે. કેટલાક રાજકીય પક્ષોએ પણ આ મેચનો વિરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પણ ટીકા થઈ રહી છે. જેથી હવે ભારતીય ટીમ પાકિસ્તાન સામે કાળી પટ્ટી ધારણ કરી રમશે. જો કે કાળી પટ્ટી ધારણ કરી રમવાનો શું મતલબ છે. આતંકીઓને પોષતાં પાાકિસ્તાન સામે કાળી પટ્ટી પહેરી રમીએ તો પહેલગામ હુમલા ઘા થોડી રુઝાવાના છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ટીમના સભ્યો પાકિસ્તાન સામેની મેચ દરમિયાન પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરી શકે છે. એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારતે ઓપરેશન સિંદૂર નામની લશ્કરી કાર્યવાહી કરી, જેના પછી બંને દેશો વચ્ચે લશ્કરી મુકાબલો વધ્યો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ સ્તરે ક્રિકેટ મેચ ન રમવાની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ BCCI એ એશિયા કપમાં રમવાનો નિર્ણય લીધો.
એક તરફ જ્યારે મેચનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે, ત્યારે એવા સમાચાર પણ છે કે ભારતીય ખેલાડીઓ મેચ દરમિયાન પ્રતીકાત્મક વિરોધ કરી શકે છે, જેમાં ખેલાડીઓ એકબીજા સાથે હાથ ન મિલાવવા, કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરવા અથવા અન્ય કોઈ રીતે વિરોધ કરવાનો સમાવેશ થાય છે. જોકે, બીસીસીઆઈ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી અને આ દાવો ફક્ત અહેવાલોમાં જ કરવામાં આવી રહ્યો છે.
ગાવસ્કરે બહિષ્કાર પર શું કહ્યું?
ભારત-પાકિસ્તાન મેગા મેચ અંગે બહિષ્કારના અવાજો ઉઠાવવામાં આવી રહ્યા છે તેના પર, મહાન ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કરે કહ્યું કે ખેલાડીઓએ સરકારના નિર્ણયનો સ્વીકાર કરવો જોઈએ. તેમણે કહ્યું, ‘આખરે, નિર્ણય સરકારનો છે. સરકાર જે પણ નિર્ણય લેશે, ખેલાડીઓ અને BCCI એ જ કરશે. સરકારનો આદેશ વ્યક્તિગત અભિપ્રાય કરતાં વધુ મહત્વપૂર્ણ છે.’
ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. જોકે બંને ટીમો ICC કે અન્ય બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરે છે, પરંતુ પહેલગામ હુમલા પછી આ ટુર્નામેન્ટમાં પણ પાકિસ્તાન સાથે ન રમવાની માંગ કરવામાં આવી છે. રમતગમત મંત્રાલયે તાજેતરમાં એક નીતિ બનાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ રમતમાં પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી ન રમવી.
આ પણ વાંચો:
Surat: હોટલમાંથી હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ, થાઈલેન્ડની 13 મહિલા સહિત 22 લોકોની અટકાયત
MP સરકારે લીધેલી 1200 ગાડીમાં મોટો ગોટાળો!, માત્ર એક ગાડી 1.25 કરોડમાં ખરીદી!, જુઓ
Lok Sabha: સરકાર પહેલગામના આતંકીઓને પકડી ના શકી, ગૃહમંત્રી જવાબદારી લે: કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ










