
Gujarat Rain forecast: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ખેલૈયાઓ અને ગરબા રસિયાઓને સવાલ થઈ રહ્યો છે કે, વરસાદ આ વખતે નવરાત્રીની મજા તો નહીં બગાડેને ? ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે.
નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના અનુમાન મુજબ, નવરાત્રિના છઠ્ઠા દિવસથી લઈને દશેરા સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવરાત્રિના પ્રારંભિક દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જેમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ વરસી શકે છે.
આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ખાસ કરીને વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ભારે વરસાદી ઝાપટાંની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં સાથે નવરાત્રિ દરમિયાન ગાજવીજ અને તેજ પવનની આગાહી છે.
આ પણ વાંચો:
PM Modi: મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓને વરસાદમાં ઉભા રાખ્યા, બાળકોના સ્વાસ્થ્યનું શું?








