Popat Sorathiya Case: અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, જૂનાગઢ જેલમાં મોકલાશે

  • Gujarat
  • September 19, 2025
  • 0 Comments

Popat Sorathiya Case: ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ 19 સપ્ટેમ્બર, શુક્રવારે રાતે 8 વાગ્યા પહેલાં ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે 18 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહને આત્મસમર્પણ માટે એક અઠવાડિયાનો સ્ટે આપ્યો હતો, પરંતુ સામા પક્ષની અરજી પર શુક્રવારે સવારે 10:30 વાગ્યે થયેલી સુનાવણીમાં આ સ્ટે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

ગોંડલથી જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવશે

કોર્ટના આદેશ મુજબ, અનિરુદ્ધસિંહે રાતે 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનું હતું, જેનું પાલન કરતાં તેમણે ગોંડલ કોર્ટમાં હાજર થયા હતાા. હવે તેમને ગોંડલથી જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવી શકે છે.

શું હતો પોપટ સોરઠીયા કેસ?

1988માં ગોંડલમાં ધ્વજવંદનના એક કાર્યક્રમ દરમિયાન પોપટ સોરઠીયાની પિસ્તોલથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, પાછળથી તેમની સજા માફ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ માફીને ગેરકાયદે ગણાવી, અનિરૂદ્ધસિંહને જેલ સત્તાવાળાઓ સમક્ષ હાજર થવા અને તેમનો પાસપોર્ટ જમા કરાવવા હુકમ કર્યો હતો. અનિરૂદ્ધસિંહે તેમના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવ્યો છે.

અમિત ખૂંટ આપઘાત કેસ

અનિરૂદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર અમિત ખૂંટના આપઘાત કેસમાં પણ આરોપી છે. આ કેસમાં બંને પિતા-પુત્ર છેલ્લા ચાર મહિનાથી ફરાર હતા. પોલીસે તેમને પકડવા માટે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ટીમો મોકલી હતી પરંતુ હજુ સુધી તેમને શોધવામાં સફળતા મળી ન હતી ત્યારે આખરે અનિરૂદ્ધસિંહ જાડેજા સામે ચાલીને સરેન્ડર કરવા આવ્યા છે.

આ પણ વાંચો:   

Indian Student Died In US: અમેરિકામાં ભારતીય એન્જિનિયરને પોલીસે ગોળી મારી, LinkedIn પર કરી હતી પોસ્ટ, જાણો સમગ્ર મામલો

patan: વાત કરવા બાબતે ચાર માસથી હેરાનગતિ, કંટાળેલી વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું

iPhone 17: ભારતમાં આજથી iPhone 17 નું વેચાણ શરૂ, દિલ્હી અને મુંબઈમાં Apple સ્ટોર્સની બહાર ભીડ ઉમટી

Gujarat Weather News: નવરાત્રી પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન, આ વિસ્તારોમાં મેઘરાજા કરશે જમાવટ

Vadodara: લો બોલો ! ઓછી પાણીપુરી મળતા મહિલાએ કર્યું એવું કે, અંતે પોલીસ બોલાવવી પડી

Russia Earthquake: રશિયામાં ફરી ભૂકંપના આંચકા, 7.8 ની નોંધાઈ તીવ્રતા

The gujarat report ના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!
  • May 13, 2026

Rajkot Volvo Car Accident: રાજકોટના સૌથી ધમધમતા વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ પાસે ફરી એકવાર ધનાઢ્ય નબીરાની બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે. એક કાળા કલરની લક્ઝરીયસ વોલ્વો…

Continue reading
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના
  • May 13, 2026

Russia India Oil: રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ઉર્જા ખરીદીના મુદ્દે ભારત પર દબાણ લાવવાના અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રયાસોની આકરી ટીકા કરી છે. મોસ્કોમાં RT ઈન્ડિયાને આપેલા એક વિશેષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 3 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 4 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 6 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 10 views

  • 5 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના