Anand: પતિ સાથે આડા સંબંધનો વહેમ, પત્નીએ જ વિધવાને ચપ્પાના ઘા મારી આંતરડા કાઢી નાખ્યા, 3 બાળકો નોંધારા

  • Gujarat
  • September 19, 2025
  • 0 Comments

Anand Crime News: આણંદ જીલ્લામાં વારંવાર અપરાધિક ઘટના બની રહી છે. ત્યારે હવે વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આણંદ તાલુકાના કણભઈપુરા ગામમાં  આ હચમચાવી નાખતી ઘટના બની છે. જેમાં ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર નામની મહિલાએ પોતાના પતિની કથિત પ્રેમિકા મીનાબેન ઠાકોરની ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી છે. આ ઘટનામાં મીનાબેનના સસરા ગોરધનભાઈ અને તેમની 7 વર્ષીય પુત્રી પણ ઈજાઓની ભોગ બની છે. ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાનું મોત થતાં તેના ત્રણ બાળકો નોંધારા થયા છે.

પતિના આડા સંબંધના વહેમથી ઝઘડા

ખંભોળજ પોલીસ મથકના જણાવ્યા અનુસાર કણભઈપુરા ગામના દૂધની ડેરી પાસે રહેતા ગાયત્રીબેનનો પતિ અશોકભાઈ ઠાકોર ખેતરમાં ગુલાબ વીણવાની મજૂરી કરવા જતો હતો. આ ખેતરમાં ફળિયામાં રહેતા મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરી માટે જતી હતી. આ દરમિયાન ગાયત્રીબેનને વહેમ થયો હતો કે, તેમના પતિ અશોકભાઈનો મીનાબેન સાથે આડો સંબંધ છે. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા.

ગઈકાલે રાત્રે ગાયત્રીબેન ચપ્પુ લઈને અચાનક મીનાબેનના ઘરે પહોંચી ગયા. વહેમના આધારે તેમણે મીનાબેન પર ચપ્પાથી હુમલો કર્યો. પ્રથમ ઘા મીનાબેનના પેટમાં માર્યો, જેનાથી તેમના આંતરડા બહાર નીકળી ગયા. બીજો ઘા છાતીના ભાગે માર્યો, જેના કારણે મીનાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગયા. બૂમાબૂમ સાંભળીને મીનાબેનના સસરા ગોરધનભાઈ અને 7 વર્ષીય પુત્રી વચ્ચે પડ્યા, પરંતુ ઝપાઝપીમાં તેમને પણ ચપ્પાના ઘા વાગ્યા અને તેઓ ઘાયલ થયા.

હોસ્પિટલમાં સારવાર અને મૃત્યુ

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા. ઘાયલ મીનાબેન, તેમની પુત્રી અને સસરાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે મીનાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા. ગોરધનભાઈ અને મીનાબેનની પુત્રીની સારવાર ચાલુ છે.

પોલીસ કાર્યવાહી

મીનાબેનના સાસુની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ઘટનાના સંજોગોની તપાસ કરી રહી છે.

મૃતકના દિયરનું નિવેદન

મૃતક મીનાબેનના દિયર ગોપાલભાઈ ઠાકોરે જણાવ્યું, “મારા કાકા ખાવા બેઠા હતા અને ભાભી ઘરની બહાર છોકરા રમાડતા હતા. તે વખતે ગાયત્રીબેન આવીને ભાભીને ચપ્પુ મારી દીધું. કાકા છોડાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ ચપ્પુનો ઘા વાગ્યો. આ ઘટનાથી અમારો પરિવાર નિરાધાર બની ગયો છે.”

ગામમાં શોક અને રોષ

આ ઘટનાથી કણભઈપુરા ગામમાં શોકનો માહોલ છવાયો છે, સાથે જ રોષની લાગણી પણ જોવા મળી રહી છે. મીનાબેન વિધવા હતાં અને મજૂરી કરીને પોતાના ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવતાં હતાં. તેમના અવસાનથી તેમના ત્રણેય સંતાનો નિરાધાર બન્યા છે, જેનાથી ગામમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

આ ઘટનાને પગલે પોલીસ તપાસ ચાલુ છે, અને ગામના લોકો આ દુઃખદ ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીનાબેનના નિરાધાર બાળકોના ભવિષ્ય માટે સમાજના લોકો અને સંગઠનો દ્વારા મદદની અપેક્ષા રાખવામાં આવે છે.

 

આ પણ વાંચો:

Anand Child kidnapping: ‘મારાથી બાળકી સાથે ખોટું કામ થઈ ગયું, પછી મેં મારી નાખી’, આરોપીના ગોળ ગોળ જવાબ

Anand: ‘હું સવારથી લઈ સાંજ સુધી નશામાં જ છું, તારી તાકાત હોઈ એ કરી લે’, નશામાં ધૂત વકીલ નીકળ્યો પછી…

17 વર્ષે પણ છોકરીને પીરિયડ્સ ના આવ્યા, તપાસ કરાવતાં પરિવાર દંગ રહી ગયો!, ડોક્ટરે શું કહ્યું? | Menstruation

Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ

એક પર હુમલો બંને દેશો પર ગણાશે, પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની ડીલ કે ચાલ! | Pakistan | Saudi Arabia

‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat

 

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ