Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Gandhinagar Lady Constable Murder: ખુદ લોકોની સુરક્ષા કરતાં પોલીસકર્મીઓ પણ હવે ગુજરાતમાં સુરક્ષિત નથી. પોલીસકર્મીઓની પણ નિર્મમ હત્યા થઈ રહી છે.  ત્યારે ગાંધીનગરના સેક્ટર-24 સ્થિત પાઠ્યપુસ્તક મંડળના સ્ટાફ ક્વાર્ટરમાં એક 32 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળવાની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. આ ઘટનામાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને પુરાવાઓના આધારે એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે, જેની સામે હત્યાનો ગંભીર આરોપ છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી અને વાવોલમાં એક મહિલા અધિકારીના ઘરે ઓર્ડરલી તરીકે કામ કરતી હતી.

ઘટના જાણો

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ ઘટના 29 સપ્ટેમ્બર, 2025ની રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હોવાનું અનુમાન છે. મહિલા કોન્સ્ટેબલ તે દિવસે એક્ટિવા લઈને પોતાના ઘરે આવી હતી. તેના ભાઈ અને ભાભી ભાવનગરના ગારિયાધાર ખાતે માતાજીનું નૈવેદ્ય કરવા ગયા હતા, જેથી તે ઘરમાં એકલી હતી. 30 સપ્ટેમ્બરે સવારે જ્યારે ભાઈએ તેને અનેકવાર ફોન કર્યો અને તેણે ફોન રિસીવ ન કર્યો, ત્યારે ચિંતાતુર ભાઈએ પાડોશીને ઘરની તપાસ કરવા જણાવ્યું.

પાડોશીએ ઘરનો દરવાજો ખોલતાં જોયું કે દરવાજો બહારથી નકૂચો હતો. અંદર પ્રવેશતાં મહિલા કોન્સ્ટેબલ બેડ પર નિર્વસ્ત્ર અને બેભાન હાલતમાં જોવા મળી. તાત્કાલિક 112 ઇમર્જન્સી સેવાને જાણ કરવામાં આવી, અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી. આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), અને સેક્ટર-21 પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને બોલાવી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક પેનલ દ્વારા કરવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલને યાદી લખવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મહિલાનું મોઢું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે.

પોલીસે મહિલાના મોબાઈલના કોલ ડિટેલ રેકોર્ડ (CDR)ની તપાસ કરી, જેમાંથી એક શંકાસ્પદ નંબર મળ્યો, જે હાલ બંધ આવી રહ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સના આધારે અમરેલીના એક શખ્સને રાઉન્ડઅપ કરવામાં આવ્યો, જે મહિલાના ઘરે આવ્યો હોવાના પુરાવા મળ્યા હતા. આ શખ્સની પૂછપરછ દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી. હાલમાં પોલીસ પ્રેમપ્રકરણના એંગલ સહિત તમામ શક્યતાઓ પર તપાસ ચલાવી રહી છે.

પોલીસે શું કહ્યું?

આ મામલે ડીવાયએસપી ડી. ટી. ગોહિલે જણાવ્યું, “ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ક્વાર્ટર બ્લોક નંબર 752, મકાન નંબર 5માં રહેતી 32 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ક્વાર્ટર તેમના ભાઈના નામે ફાળવાયેલું હતું, અને તેઓ ત્યાં એકલાં રહેતાં હતાં. ઘટનાની જાણ થતાં સેક્ટર-21 પોલીસ અને LCBની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી. ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે.”

પરિવાર શોકમાં ગરકાવ

મૃતક મહિલા કોન્સ્ટેબલનો પરિવાર આ ઘટનાથી ગહન આઘાતમાં છે. તેમના ભાઈ, જે પાઠ્યપુસ્તક મંડળમાં પ્રોડક્શન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે, અને તેમની બીજી બહેન, જે નડિયાદમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે, આ ઘટનાથી ભારે દુ:ખમાં છે. સ્થાનિક સમુદાયમાં પણ આ ઘટનાએ આઘાત અને રોષ ફેલાવ્યો છે, કારણ કે પોલીસકર્મીની હત્યા જેવી ઘટના સુરક્ષા અને કાયદાની સ્થિતિ પર સવાલો ઉભા કરે છે.

વધુ તપાસ

પોલીસે આ કેસને ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો રચી છે, જે ફોરેન્સિક પુરાવાઓ, મોબાઈલ ડેટા, અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધારી રહી છે. શંકાસ્પદ આરોપીની પૂછપરછમાંથી વધુ વિગતો સામે આવે તેવી આશા છે. આ ઉપરાંત, પોલીસે સ્થાનિક લોકોને પણ આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો શેર કરવા અપીલ કરી છે.

આ ઘટનાએ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પોલીસ વિભાગે આ કેસને ઝડપથી ઉકેલવા અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે પૂરેપૂરું જોર લગાવ્યું છે.

આ પણ વાંચો:

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, ચોકાવનાર થઈ શકે છે ખૂલાસા!

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

ગુજરાતમાં 1 વર્ષમાં 9000 લોકોએ આપઘાત કર્યા, 900થી વધુની હત્યા, સલામત ગુજરાતની આ છે હકીકત? | Gujarat Crime

‘મોદી સરકાર માફી માગે’, લદ્દાખના લોકોને ‘રાષ્ટ્રવિરોધી’ કહેતા તણાવ વકર્યો | Leh-Ladakh | Modi government

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 2 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 2 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 3 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 3 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ

  • March 17, 2026
  • 4 views
PM Modi: દેશમાં ગેસની કોઈ સમસ્યા નથી! ભગતરામે સમજાવી મોદીજીની ખાસ ટ્રિક! જુઓ,ખાસ વ્યંગાત્મક વિશ્લેષણ