
Gujarat Jagdish Panchal : આખરે આજે 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સાથેજ જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે.મુખ્યમંત્રીએ શ્રીફળનો પડો અને C.R પાટીલે ભાજપનો ઝંડો આપી નવનિયુક્ત પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા!
અત્રે ઉલ્લેખનીય છે કે તેમણે ગઈકાલે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું.મહત્વનું છે કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરિફ થયા છે.
મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા
દરમિયાન આજના પ્રદેશ પ્રમુખ માટેના પદગ્રહણ સમારોહમાં CM ભુપેન્દ્ર પટેલ, સાંસદ અને કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
આ પહેલાં અમદાવાદના ઠક્કરબાપાનગર સ્થિત વિક્રમ પાર્ક સોસાયટીમાં આવેલા જગદીશ પંચાલના નિવાસ્થાનેથી સવારે 8:30 વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના થયા હતા. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ તેમની સાથે રેલીમાં જોડાયા હતા.
આ પણ વાંચો:
Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?
‘આ વખતે છોડીશું નહીં,નકશા પરથી મિટાવી દઈશું!’ભારતીય આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
Putin warning to Trump : પુતિનની ટ્રમ્પને ચેતવણી! ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહિ!








