
Delhi News: દિલ્હીની રેખા ગુપ્તા સકાર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે બનાવવામાં આવેલા બંગલાને ગેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે. લાંબા સમયથી ભ્રષ્ટાચાર આરોપોના વિવાદમાં ફસાયેલા આ બંગલાને રાજ્યના અતિથિ ગૃહમાં રૂપાંતરિત કરાશે. કેજરીવાલ પર તેના નવીનીકરણ પર કરોડો રુપિયા ખર્ચવાનો આરોપ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સમાં ફ્લેગસ્ટાફ રોડ નંબર 6 પર આવેલા આ બંગલો હવે જાહેર જનતા માટે ખૂલ્લો મુકાઈ શકે છે.
दिल्ली सरकार राज्य के पूर्व CM अरविंद केजरीवाल के बंगले (सीएम हाउस) को स्टेट गेस्ट हाउस में बदलने की तैयारी में है। इसके रेनोवेशन के लिए केजरीवाल पर ₹45 करोड़ खर्च करने का आरोप लगाया गया था। ये बंगला 6, फ्लैग रोड पर मौजूद है।
अधिकारियों के मुताबिक, बंगले के गेस्ट हाउस में… pic.twitter.com/bWqxZ4b5iE
— Shivani Sahu (@askshivanisahu) October 4, 2025
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે બંગલામાં ટૂંક સમયમાં એક કાફેટેરિયા અથવા કેન્ટીન ખૂલશે, જેમાં અન્ય રાજ્ય ઇમારતોની જેમ પરંપરાગત ભારતીય ભોજન પીરસવામાં આવશે. આ કાફેટેરિયા પણ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકાર આ બંગલાને રાજ્ય અતિથિ ગૃહમાં વિકસાવવાના અંતિમ તબક્કામાં છે. હાલમાં આ બંગલો તપૂર્વ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરીકે ખાલી પડેલો છે. આ યોજનામાં પાર્કિંગ જગ્યા, વેઇટિંગ હોલ અને અન્ય સુવિધાઓનું બાંધકામ પણ શામેલ છે.”
અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્ય ગેસ્ટ હાઉસની જેમ જ્યાં અધિકારીઓ અને મંત્રીઓ રહે છે અને નિશ્ચિત ફી ચૂકવે છે, આ બંગલો પણ એ જ પ્રકારનો હશે. જોકે, દરખાસ્ત લાગુ થાય તે પહેલાં ઉચ્ચ સ્તરે અંતિમ મંજૂરી હજુ પણ જરૂરી છે. હાલમાં આ બંગલાની દેખરેખ માટે લગભગ 10 કર્મચારીઓનો સ્ટાફ તૈનાત છે, જે દરરોજ સફાઈ, જાળવણી અને વિદ્યુત ઉપકરણો (જેમ કે રેફ્રિજરેટર અને એસી) ચાલુ રાખે છે.
‘શીશ મહેલ’ વિવાદ પછી સરકારની નવી યોજના
નોંધનીય છે કે આ એ જ બંગલો છે જે કેજરીવાલ સરકારના કાર્યકાળ દરમિયાન તેના ખર્ચાળ નવીનીકરણને કારણે વિવાદમાં આવ્યો હતો. વિપક્ષ ખાસ કરીને ભાજપે, તેને “શીશ મહેલ” ગણાવીને નિશાન બનાવ્યું હતું અને કહ્યું હતું કે તેમની પાર્ટીનો મુખ્યમંત્રી ક્યારેય તેમાં રહેશે નહીં.
2022માંલેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના નિર્દેશ પર દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે બંગલાના નવીનીકરણમાં કથિત અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારા અંગે તપાસ શરૂ કરી હતી. આ કેસ હાલમાં સીબીઆઈ દ્વારા તપાસ હેઠળ છે, જે દિલ્હી વિધાનસભામાં તત્કાલીન વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી અને ડિસેમ્બર 2024 માં એલજી સક્સેનાને સુપરત કરવામાં આવી હતી.
સરકારી સૂત્રો કહે છે કે બંગલાને જાહેર ઉપયોગમાં લાવવાનો આ નિર્ણય મિલકતને ઉપયોગી અને વિવાદ મુક્ત બનાવવાની દિશામાં લેવામાં આવેલું એક પગલું છે.
કેજરીવાલે 45 કરોડનો ખર્ચ બંગાલા પાછળ કર્યો હતો: ભાજપ સરકારનો દાવો
ભાજપે કેજરીવાલ પર બંગલાના નવીનીકરણ પર વધુ પડતો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે દાવો કર્યો હતો કે બંગલાના બાંધકામ પર આશરે 45 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલમાં 2022 સુધીમાં કુલ ખર્ચ આશરે 33.86 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો:
કેજરીવાલ ગુજરાત મુલાકાતે, ખેડૂતોના કપાસને લઈ કેમ છે ચિંતત?, જુઓ | Arvind Kejriwal
દિલ્હી કોર્ટે જાહેર ભંડોળના દુરુપયોગ બદલ કેજરીવાલ સામે FIR નોંધવા આપ્યો આદેશ
કેજરીવાલની કાર પર પથ્થરમારો: દિલ્હીમાં પ્રચાર દરમિયાન બની ઘટના








