
Aravalli MLA Treat: ભાજપના રાજમાં સતત દાદાગીરી વધી ગઈ છે. ભાજપના ઓથા હેઠળ કર્મચારીઓ અને ધારાસભ્યો, કાર્યકરો દાદાગીરી કરતાં હોય છે. આવી જ ઘટના અરવલ્લી જીલ્લામાં બની છે. જીલ્લા પ્રયોજના વહીવટીદાર કચેરી દ્વારા આયોજિત આદિજાતિ સમુદાયના લોકોને આત્મનિર્ભર બનાવવા ભિલોડામાં ટ્રાઈબલ હાટ બજારના લોકાર્પણમાં MLA પી.સી. બરંડાએ આદિવાસી સમુદાયને ધમકી આપતાં ખળભળાટ મચ્યો છે. ધારાસભ્યએ ચૈતર વસાવા જેવા હાલ કરવાનું કહેતાં લોકો રોષે ભરાયા છે.
ધારાસભ્ય પી.સી. બરંડાએ અરજદારોને ધમકાવ્યા pic.twitter.com/eJWhMUByE1
— The Gujarat Report (@TGujarat_Report) October 10, 2025
પી.સી. બરંડાએ પીંત્તો ગુમાવ્યો
મળતી જાણકારી અનુસાર હાટ બજારમાં સખી મંડળ અને અન્ય લોકોને દુકાન ફાળવણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના અગ્રણીઓ સહિત કોંગીસી નેતાઓ રજૂઆત કરવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્ટેજ પર બેઠેલા ભિલોડાના ધારસભ્ય પી.સી. બરંડાએ પીંત્તો ગુમાવ્યો હતો અને બેફામ અપશબ્દો બોલ્યા હતા. જેથી ખળભળાટ મચ્યો હતો.
ચૈતર જેવા ચૈતર વસાવાને જેલમાં પુરી દેતો હોય…
આદિવાસી સમાજના અગ્રણી અને પૂર્વ જીલ્લા પંચયાત પ્રમુખ રાજેન્દ્ર પારઘી અને સમાજના અગ્રણીઓ કાંતીભાઈ ખરાડી, સરપંચ જિજ્ઞેશ ડામોર,ચંદન ગામેતી,રવિન્દ્ર અસારી,પ્રવીણભાઈ ખરાડી,વિજય કોટવાલ સહિત ભિલોડા હાટ બજારના લોકાર્પણ કાર્યક્રમમાં હાટ બજારમાં દુકાન માટે એક વર્ષ અગાઉ કેટલાક લોકોએ અને સખીમંડળની બહેનોએ રૂ.2500 ફી ભરી હતી. તેમનું નામ લાભર્થીઓમાં ન હોવાથી લોકર્પણ સ્થળે રજૂઆત કરવા પહોંચતાં સ્ટેજ પરથી ભિલોડાના ધારાસભ્ય પી.સી બરંડાએ અપશબ્દો બોલી રાજેન્દ્ર પારઘીને કહ્યું હતુ કે ચૈતર જેવા ચૈતર વસાવાને જેલમાં પુરી દેતો હોય તો તારી શું હેસિયત છે. અમારી સરકાર છે. કોઈપણ રીતે જેલના હવાલશે કરીશું. આ નિવેદન બાદ આદિવાસી સમાજમાં રોષ છે.
બીજી તરફ આવી ધમકીનો વિરોધ કરતાં આદિવાસી સમાજના અગ્રણીઓને ભિલોડા પોલીસે ડિટેઇન કર્યા હતા. જેથી વાત વધુ વણસી ગઈ હતી.
આદિવાસી યુવા અગ્રણી રાજેન્દ્ર પારઘીએ કહ્યું ભિલોડા હાટ બજારમાં કેટલાક લોકોને અન્યાય થતાં તેમને રજૂઆત કરતા લોકર્પણ દરમિયાન અધિકારીઓને રજૂઆત કરવા પહોંચતા સ્ટેજ પર રહેલા ધારાસભ્ય પી.સી.બરંડા એકાએક ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલવાની સાથે તેમણે મારી હાલત ચૈતર વસાવા જેવી કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો:
અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli
ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા
Vadodara: પોલોગ્રાઉન્ડ પાસે ડામર પાથરવાના ટેન્કરમાં આગ લાગતા દોડધામ મચી, દરેશ્વરમાં દુકાન સળગી








