Gujarat politics:  ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સામે અનેક પડકાર! ભાજપમાં અસંતોષની આગ ભભૂકી રહી છે! આ ત્રણ ઘટનાઓ શુ સૂચવે છે?

  • Gujarat
  • October 11, 2025
  • 0 Comments

Gujarat politics:  ભાજપમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ બદલાતાની સાથે જ હવે ગુજરાતમાં ભાજપનાં નેતાઓમાં અંદરો-અંદર વિખવાદ સપાટી ઉપર આવી રહ્યો છે અને
આજે સિદ્ધપુરમાં નવ નિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા કાર્યક્રમ સ્થળે ભાજપના કાર્યકર દીપસિંહ ઠાકોર અને જિલ્લા ભાજપના આગેવાન શંભુ દેસાઈ સાથે વચ્ચે જામી પડતા ભારે હંગામો મચી ગયો હતો આ મામલો ગરમાતા ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગઈ કાલથી રાજ્યવ્યાપી પ્રવાસનો પ્રારંભ કર્યો છે,જગદીશ વિશ્વકર્મા 10 થી 17 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાના છે પણ જગદીશ ભાઈની વરણી બાદ ભાજપમાં જૂથવાદની ઘટનાઓ સામે આવી રહી છે અને આવી ઉપરા-ઉપરી એક નહિ પણ ત્રણ ઘટનાઓ બની છે જેના વીડિયો વાયરલ થઈ રહયા છે જે ગુજરાત ભાજપમાં અસંતોષ અને જૂથવાદની ગવાહી પુરી રહયા છે અને ઢોલ વગાડી વગાડીને જાણે કહી રહયા છે કે આતો હજુ શરુઆત છે ત્યારે જગદીશ ભાઈ માટે કપરાં ચડાણ સાબિત થવાના હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અગાઉ પાર્ટીમાં શિસ્તનું નામ આગળ કરી જે રીતે જાહેરમાં બબાલ થાયજ નહિ અને પાર્ટીની ઇમેજ ડેમેજ ન થાય કંટ્રોલ હતો તેવો માહોલ હવે રહ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં ભાજપના બે નેતાઓ દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા ભાજપ કાર્યાલયમાં જ બાખડયા હતા જે મારામારી અને ગાળાગાળીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો અને તે પૈકીના એક નેતા દ્વારા તો હવે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ આ મામલો હજુ ચર્ચામાં છે ત્યાંજ રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે પણ થયેલી માથાકૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે અહીં મેયર નયના પેઢડિયા અને MLA દર્શિતા શાહ વચ્ચે દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામ લખવા મામલે આ બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે જેનો વીડિયો પણ વાયરલ થયો છે, દર્શિતા શાહે પત્રિકામાં માત્ર પોતાનું નામ લખવા કહ્યું હતું તેમ છતા મેયરે પાલન કર્યું ન હોવાનો દાવો મેયર દ્વારા કરવામાં આવી રહ્યો છે પરીણામે ભાજપમાં આંતરીક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે.

અગાઉ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે 2023માં તેમની ટર્મ પૂરી કર્યા બાદ પણ ભાજપ તેમની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખ કોને બનાવવા તે નક્કી નહિ કરી શકતા પાટીલને બે વખત ઍક્સ્ટેન્શન અપાયું હતુ પણ ત્યારબાદ ભાજપ જગદીશ વિશ્વકર્માની પસંદગી કરીને ભાજપે એક કાંકરે ઘણા પક્ષી મારવાનો દાવતો રમ્યો છે, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે તેમના માટે આગળનો માર્ગ એટલો સરળ નહીં હોય.

જગદીશ વિશ્વકર્મા અમદાવાદમાં ભલે વારંવાર ચૂંટાયા હોય ત્યાં વર્ચસ્વ હોય પણ સૌરાષ્ટ્ર-કચ્છ માટે તેઓ સાવ નવી વ્યક્તિ છે.આ ઉપરાંત તેઓ સંગઠનના માણસ નથી પરિણામે અનુભવની દ્રષ્ટિએ પણ થોડું કઠિન રહેશે. હાઇકમાન્ડના આગ્રહથી તેમની નિમણૂક થઈ હોય તેવું વિશ્લેષકો માને છે.”જગદીશ વિશ્વકર્મા ભલે સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોય છતાં તેઓ સંગઠનના માણસ નથી તેથી રાજકીય દાવપેચ મામલે ઘણું શીખવું પડશે કારણ કે ભાજપમાં અલગ અલગ લૉબીનો જૂથવાદ છે, તેવામાં કાર્યકરોને સંગઠીત રાખવા અને નેતાઓને ખુશ રાખવાનો પડકાર પણ છે.

કેટલાક વિશ્લેષકોના મતે કહેવાય છે કે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી અગાઉ અમિત શાહ સી. આર. પાટીલને મળ્યા હતા અને ત્યાર પછી જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું હતું તેથી તે વખતે એક એવી પણ ચર્ચા ચાલી હતી કે પાટીલને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ના નામ સામે વાંધો હોઈ શકે, જેના કારણે ગૃહમંત્રી અમિત શાહે સી. આર. પાટીલને મળવા જવું પડ્યું હોય..ખેર,આ બધી ચર્ચાઓ વચ્ચે ગુજરાત ભાજપમાં જુદા જુદા સ્થળે જે રીતે આંતરીક અસંતોષ કે જૂથવાદ અને ખુલ્લેઆમ મારમારીની જે રીતે ઘટનાઓ બની રહી છે તે જોતાં ‘જગદીશ ભાઈ’ હવે આ બધું કઈ રીતે મેનેજ કરશે?તે એક સવાલ છે.

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 2 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 8 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ

  • September 17, 2026
  • 6 views
Modi Birthday School Celebration: મધ્યસત્ર પરીક્ષા વચ્ચે સરકારી શાળાઓમાં PM મોદીના જન્મદિવસની ઉજવણી, શિક્ષણ પર વધારાના બોજનો સવાલ