
Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ કુમારે 7 ઓક્ટોબરે આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે. આપઘાત બાદ રવિવારે સેક્ટર 20 સ્થિત રવિદાસ મંદિરમાં 36 અનુસૂચિત જાતિ સંગઠનોએ મહાપંચાયત બોલાવી હતી.
મહાપંચાયત દરમિયાન સંગઠનના તમામ નેતાઓએ સર્વાનુમતે હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન કપૂરને હટાવવા અને ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે નહીં. મહાપંચાયત બપોરે 2 વાગ્યે શરૂ થઈ હતી. ચંદીગઢ ઉપરાંત, પંજાબ અને હરિયાણાના અનેક સંગઠનોએ પણ ભાગ લીધો હતો.
રાજ્ય સરકાર, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રીના રાજકીય સલાહકારો અને અમલદારોનું દબાણ છતાં પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નથી. પૂરણ કુમારનો મૃતદેહ 7 ઓક્ટોબરથી શબઘરમાં પડ્યો છે, પરિવારની સંમતિની રાહ જોવાઈ રહી છે.
ચંદીગઢ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ
લગભગ ત્રણ કલાક ચાલેલી મહાપંચાયત બાદ ચંદીગઢ વહીવટીતંત્રને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ચેતવણી આપવામાં આવી હતી કે જો ચંદીગઢ પોલીસ આરોપી અધિકારીઓની ધરપકડ નહીં કરે, તો વિરોધ વધુ તીવ્ર બનાવવામાં આવશે. સંગઠનના નેતાઓએ કહ્યું કે તેઓ ચંદીગઢ પ્રશાસકને માંગણીઓનું એક મેમોરેન્ડમ સુપરત કરશે.
પૂરણ કુમારે તેમની 8-9 પાનાની સુઈસાઈડ નોટમાં માનસિક ત્રાસ, જાતિ આધારિત ભેદભાવ (કાસ્ટ ડિસ્ક્રિમિનેશન) અને પ્રશાસનિક અન્યાયના આરોપો લગાવ્યા હતા. તેમણે IPS અને IAS અધિકારીઓ (સર્વિસમાં અને રિટાયર્ડ)ના નામ લઈને તેમને જવાબદાર ઠેરવ્યા હતા.
ત્યારે આ જ મુદ્દે જુઓ વધુ વીડિયોમાં ચર્ચા
આ પણ વાંચો:
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય
Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ










