Panchmahal: ગોધરામાં મોટી દુર્ઘટના થતી રહી ગઈ, રેલવેનો 25 હજાર કેવી રેલવે વીજ કેબલ તૂટી પડ્યો

  • Gujarat
  • October 14, 2025
  • 0 Comments

Panchmahal News: પંચમહાલના ગોધરા તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના બનતી રહી ગઈ છે. પંડિયા પુરા ગામ પાસે 25 હજાર કે.વીનો હાઈ ટેન્શન રેલવે વીજ કેબલ તૂટી પડતાં ભાગદોડ મચી ગઈ હતી. રેલવે વીજનો કેબલ તૂડી પડતાં ગ્રામજનોના જીવ જોખમે ટ્રેનને રોકવાની કામગીરી કરી હતી. ટ્રેનના પાયલટને પણ ચેતણવણી આપવામાં આવી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર ઉદલપુર નજીક આવેલી ભગીરથ માઇન્સમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટના કારણે પથ્થરો ઉછળીને સીધા રેલવેના હાઈ ટેન્શન કેબલ ઉપર અથડાયા હતા, જેના કારણે 25 હજાર કેવી જીવંત વીજ પ્રવાહવાળી લાઇનનો વાયર તૂટીને નીચે પડ્યો હતો.

વીજ વાયર તૂટી પડતાં ગોધરા-આણંદ સેક્શન વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કેબલ રિપેરિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને રેલવે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ગંભીર પરિસ્થિતિને જોતાં સ્થાનિક ગ્રામજનોએ સર્તકર્તા અને હિંમત દાખવી હતી. જીવના જોખમે ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેનને રોકવાની કામગીરી કરી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.

રેલવે તંત્ર અને પોલીસની તાત્કાલિક પહોંચ અને મરામત કાર્યને કારણે વ્યવહાર જલ્દી રીતે સામાન્ય થઈ શકે છે. આવી દુર્ઘટનાઓથી માઇનિંગ પ્રવૃત્તિઓ અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેના અંતરને વધારવા તથા વધુ કડક સુરક્ષા પગલાં લેવા જરૂરી છે.  

આ પણ વાંચો:

Godhra case convict Salim Jarda arrested: ગોધરા કાંડમાં દોષી સલીમ જર્દા પુણેમાં ચોરી કેસમાં પકડાયો

BJP સાંસદની પત્નીને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરી, 14 લાખ પડાવ્યા પછી…

BJP Manifesto: ભાજપે વર્ષ 2002માં રજૂ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતિ

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 3 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 5 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 8 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 7 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો