
Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે કે સચિન સંઘવીએ શરૂઆતમાં તેને કારકિર્દીમાં મદદ અને લગ્નનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં શારીરિક શોષણ અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.
ગાયિકના જણાવ્યા અનુસાર બંને 2024 માં સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા. વાતચીત વધવા પછી તેઓ મળવા લાગ્યા, અને તેમનો સંબંધ ફેબ્રુઆરી 2024 થી જુલાઈ 2025 સુધી ચાલ્યો હતો. FIRમાં નોંધાયેલી વિગતો અનુસાર આ સમય દરમિયાન ગાયિકા ઘણી વખત ભાવનાત્મક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી હતી.
ગાયિકા કહે છે કે લગ્નનો પ્રસ્તાવ મૂક્યા પછી સચીન સંઘવી ધીમે ધીમે તેનાથી દૂર થઈ ગયો અને સંબંધ છુપાવવાની ધમકી આપી હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે ગાયિકાએ તેના સ્વાસ્થ્ય વિશે ડૉક્ટરની સલાહ લીધી, ત્યારે આરોપીએ અયોગ્ય વર્તન કર્યું. FIR મુજબ બંને મુંબઈ અને અન્ય શહેરોમાં ઘણી વખત મળ્યા હતા. માનસિક તણાવ અને કૌટુંબિક દબાણને કારણે ગાયિકાએ ઓગસ્ટ 2025 માં પોલીસનો સંપર્ક કર્યો.
સચીન સંઘવી વતી વકીલનું નિવેદન
વકીલે જણાવ્યું કે, “મારા અસીલ પર લગાવવામાં આવેલા તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા અને ખોટા છે. આ કેસમાં કોઈ તથ્ય કે આધાર નથી. પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ ગેરકાયદેસર હતી, જેના કારણે તેમને તાત્કાલિક જામીન મળ્યા. અમે બધા આરોપોનો કાયદેસર રીતે જવાબ આપીશું.”
પોલીસ તપાસ ચાલુ
મુંબઈ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદી અને આરોપી બંનેના નિવેદનો નોંધવામાં આવ્યા છે, અને જરૂરી પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:
UP: ગે પાર્ટનરે 6 વર્ષની પુત્રીને પીંખી નાખી, આઘાતમાં પિતાએ ફાંસો ખાધો
Khambhat Sea: ખંભાતનો દરિયો 5 કિલોમીટર અંદર આવી ગયો, ખંભાત સહિંત 70 ગામને ખતરો
‘લોકશાહી 80 રૂપિયામાં વેચાઈ’, SIT એ કર્ણાટકમાં મત ચોરી કૌભાંડનો કર્યો ખૂલાસો, 6,000 મતદારો ગુમ
Vadodara: નશામાં ધૂત કારચાલકે 4 વાહનોને અડફેટે લીધા, સૂતા બાળકનું મોત, લોકો ચાલકને ધોઈ નાખ્યો










