BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • India
  • October 27, 2025
  • 0 Comments

BJP Minister Blames Victims in Indore Harassment: મહિલા વર્લ્ડ કપ મેચ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટર્સ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયેલી અપમાનજનક છેડતીની વાત વિશ્વમાં ચર્ચામાં છે. આ ઘટનાએ દેશની આતિથ્ય છબીને ધાકો પાડ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએમુદ્દે વિવાદાસ્પદ બયાનો આપીને વાતને વધુ ગંભીર બનાવી દીધી છે.

મુખ્યમંત્રીના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયે તો આ ઘટનાની જવાબદારી પીડિત ખેલાડીઓ પર જ મૂકી દીધી છે.વિજયવર્ગીયે મીડિયા સામે પોતાના વાતાવરણમાં કહ્યું કે, “આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ખેલાડીઓએ પણ સાવધાની રાખવી જોઈએ હતી. તેઓએ કોચ કે સુરક્ષા અધિકારીઓને જાણ વિના હોટલ છોડ્યું, જેનાથી આ બધું બન્યું.” તેમણે ઉમેર્યું, “ખાનગી બોડીગાર્ડ્સ અને પોલીસ સુરક્ષા હોવા છતાં તેઓ એકલા જતા રહ્યા. વિદેશમાં કે અજાણ્યા સ્થળે જતા સમયે પોતાની સુરક્ષા પોતે જ કરવી પડે છે. આથી આ ઘટનાથી તેઓએ શીખવું જોઈએ અને આગળથી સૂચના આપીને જ બહાર આવવું જોઈએ.”

આ ઉપરાંત, ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ પણ આ મામલે સાંપ્રદાયિક રંગ ચઢાવ્યો છે. તેમણે કહ્યું, “હું કટ્ટર મુસ્લિમોને પૂછું છું કે તમે દેશની પ્રતિષ્ઠા ખરાબ કરવા કેમ તૈયાર છો? કોવિડમાં તમે ડોક્ટરો પર થૂંકતા હતા, તો આ પણ તમારી જ કરતૂત છે.” તેમણે આરોપી અકીલ વિરુદ્ધ કડક સજાની વાત કરી અને કહ્યું કે, “અમે તેને જેલમાં ચાર જૂતાં મારીને નાંખીશું અને કઠોર સજા આપીશું.”આ બયાનોએ સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયાઓ જગાડી છે, જ્યાં ઘણા વપરાશકર્તાઓએ ભાજપ નેતાઓની માનસિકતા પર સવાલ ઉભા કર્યા છે. મહિલા અધિકાર સંસ્થાઓએ આવા નિવેદનોની નિંદા કરી છે અને કહ્યું છે કે આવી ઘટનાઓમાં પીડિતાને જ જવાબદાર ઠેરવવું અન્યાયી છે. પોલીસે આરોપીને અટકાયતમાં લઈ લીધો છે, પરંતુ આ રાજકીય ટિપ્પણીઓએ વાતને વધુ જટિલ બનાવી દીધી છે.

આ પણ વાંચો:

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી

 Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

Related Posts

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ
  • September 22, 2026

NSUI DUSU Election Defeat: દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ચૂંટણી 2026માં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) ચારેય કેન્દ્રીય બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નથી. ABVPએ…

Continue reading
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો
  • September 22, 2026

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓમાં વધતી ફી અને નાણાકીય વ્યવસ્થાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ એન.વી. અંજરિયાની બેન્ચે 17 સપ્ટેમ્બર 2026ના આદેશમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 1 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 4 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 5 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 6 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

  • September 22, 2026
  • 8 views
Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 6 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’