
LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા સ્કેન્ડલ‘ (1957) અને વર્તમાન અદાણી–LIC રોકાણ વિવાદ વચ્ચે સમાનતા દર્શાવીને કહેવામાં આવ્યું છે કે, “અદાણીનો સમય અલગ છે, તેમને સરકારી સુરક્ષા મળે છે, જ્યારે તે સમયે જવાબદારી તરત જ લેવાઈ હતી.” આ આલોચના માત્ર નાણાકીય દુરુપયોગના આરોપો જ નહીં, પરંતુ વર્તમાન કેન્દ્ર સરકાર પર ‘ક્રોની કેપિટલિઝમ‘ એટલે કે, મિત્રોને લાભ આપવાની વ્યવસ્થાના આરોપો પણ લગાવે છે. વોશિંગ્ટન પોસ્ટના તાજા તપાસી રિપોર્ટને આધારે આ વિવાદ વધુ તીવ્ર બન્યો છે, જેમાં LIC જેવી જાહેર કંપનીના 3.9 અબજ ડોલરના રોકાણને અદાણી ગ્રુપને ‘બચાવવા‘ માટેની યોજના તરીકે દર્શાવાયું છે.
Gautam Adani is lucky.
68 years ago, a sparkling Congress MP blew the lid on a fishy LIC investment of Rs 1.25 crore in a private company.
❌ The finance minister resigned
❌ The LIC chairman resigned
❌ A principal secretary resignedThe MP was Feroze Gandhi, the PM’s… https://t.co/Ec9wqFJ90W pic.twitter.com/ukulWnavKJ
— churumuri (@churumuri) October 25, 2025
1957નો મુન્ધરા કૌભાંડ: જાહેર પૈસાનો પ્રથમ મોટો દુરુપયોગ
ભારતના નાણાકીય ઇતિહાસમાં 1957નો ‘મુન્ધરા સ્કેન્ડલ‘ એક માઇલસ્ટોન છે, જેને દેશના પ્રથમ મોટા કોર્પોરેટ કૌભાંડ તરીકે યાદ કરવામાં આવે છે. તે સમયે, LIC ત્યારે ભારતની અગ્રણી જાહેર વીમા કંપની હતી એ કલકત્તા આધારિત સ્ટોક સ્પેક્યુલેટર હરિદાસ મુન્ધરાની ખાનગી કંપનીઓમાં રૂ. 1.25 કરોડનું રોકાણ કર્યું હતું. આ રોકાણ LICની નીતિઓનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું અને તેને તત્કાલીન નાણામંત્રાલયના દબાણથી કરવામાં આવ્યું હતું, જેના કારણે જાહેર ભંડોળનો દુરુપયોગ થયો હતો.આ મુદ્દાને ઉજાગર કરનાર હતા કોંગ્રેસના તેજસ્વી સાંસદ ફિરોઝ ગાંધી જે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુના જમાઈ અને ભવિષ્યની વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પતિ હતા. 16 ડિસેમ્બર 1957ના રોજ લોકસભામાં તેમના ભાષણમાં આ રોકાણની વિગતો બહાર પડી અને તેને ‘ જનતાના પૈસાના દુરુપયોગ’ તરીકે ગણાવ્યું. આ પર્દાફાશ પછી નાણામંત્રી સી.ડી. દેશમુખે તેમનું રાજીનામું આપ્યું, LICના ચેરમેન અને નાણા સચિવે પણ પદ છોડ્યું, નેહરુએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા, જેને ‘ભ્રષ્ટાચારનો પર્દાફાશ’ તરીકે ઇતિહાસમાં નોંધાયું.આ ઘટનાએ ભારતીય લોકશાહીમાં પારદર્શિતા અને જવાબદારીનું મહત્વ સ્થાપિત કર્યું, જેમાં કોંગ્રેસ સરકારે આરોપોના જવાબમાં ત્વરિત કાર્યવાહી કરી હતી.
Exclusive: The Indian government allegedly directed $3.9 billion from the state-owned Life Insurance Corporation to India’s second richest man Gautam Adani’s businesses amid the mogul’s legal and financial challenges, a Post investigation reveals. https://t.co/jm9guPzG30
— The Washington Post (@washingtonpost) October 24, 2025
વર્તમાન અદાણી–LIC વિવાદ
68 વર્ષ પછી, આ જ LIC આજે ફરી વિવાદના કેન્દ્રમાં છે આ વખતે ગૌતમ અદાણીના વ્યવસાય સામ્રાજ્ય સાથે જોડાયેલી. વોશિંગ્ટન પોસ્ટના તાજા તપાસી રિપોર્ટ અનુસાર, 2023માં હિડન્બર્ગ રિસર્ચના રિપોર્ટ પછી જેમાં અદાણી ગ્રુપ પર શેર મેનેજમેન્ટ, અને ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા હતા.ભારત સરકારે LIC પર દબાણ કરીને અદાણીની કંપનીઓમાં 3.9 અબજ ડોલર (લગભગ 32,500 કરોડ રૂપિયા)નું રોકાણ કરાવ્યું. આ રોકાણ અદાણીના ઘટતા શેર ભાવને સ્થિર કરવા અને તેમને નાણાકીય સંકટથી બચાવવા માટેની ‘યોજના’ હતી, તેવો આરોપ છે.રિપોર્ટમાં જણાવાયું છે કે, મે 2023માં ભારતીય અધિકારીઓએ LIC – જે મુખ્યત્વે ગરીબ અને ગ્રામીણ પરિવારોને જીવન વીમા પૂરું પાડે છે પાસેથી આ રકમ અદાણીના વ્યવસાયોમાં રોકવાની દરખાસ્ત તૈયાર કરી અને આગળ ધપાવી. આ જ મહિને, અદાણીની પોર્ટ્સ પેટા-કંપનીને દેવાને ફરીથી ફાઇનાન્સ કરવા માટે 585 મિલિયન ડોલરના બોન્ડ ઇશ્યુ માટે જરૂર હતી, અને તેનું સંપૂર્ણ ફાઇનાન્સિંગ એક જ રોકાણકાર – LIC – દ્વારા કરવામાં આવ્યું. વિપક્ષી પાર્ટીઓએ આને ‘જાહેર ભંડોળનો દુરુપયોગ’ કહીને તપાસની માંગ કરી છે, પરંતુ હજુ કોઈ મોટી કાર્યવાહી થઈ નથી.LICએ આ આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે તેમના રોકાણો કાયદાકીય છે અને વિવિધ કોર્પોરેટ જૂથોમાં વિતરિત છે. અદાણી ગ્રુપે પણ વોશિંગ્ટન પોસ્ટને જવાબમાં કહ્યું, “અમે LIC ભંડોળને દિશામાન કરવાની કોઈપણ કથિત સરકારી યોજનામાં સંડોવણીનો સ્પષ્ટપણે ઇનકાર કરીએ છીએ. LIC અનેક કોર્પોરેટ જૂથોમાં રોકાણ કરે છે અને અમારા પોર્ટફોલિયોમાંથી વળતર મેળવ્યું છે.
“સમાનતા અને તફાવત: ‘ક્રોની કેપિટલિઝમ’નો આરોપ
આ કૌભાંડમાં મુખ્ય સમાનતા એ છે કે, બંને કેસમાં LICના જાહેર પૈસાનો ઉપયોગ ખાનગી વ્યવસાયો (1957માં મુન્ધરાના, 2023માં અદાણીના)ને નાણાકીય સંકટથી બચાવવા માટે થયો હોવાનો આરોપ છે. બંનેમાં સરકારી દબાણની વાત છે ત્યારે નાણામંત્રાલયનું, આજે કેન્દ્ર સરકારનું.પરંતુ તફાવત વધુ તીવ્ર છે,1957માં કોંગ્રેસ-નેહરુ સરકાર હેઠળ આરોપોના પર્દાફાશ પછી તરત જ રાજીનામાં અને તપાસ થઈ, જે લોકશાહીનું પ્રતીક બન્યું. જ્યારે આજે, ભાજપ-મોદી સરકાર હેઠળ આવા આરોપો પર કોઈ મોટી કાર્યવાહી નથી . ના રાજીનામું, ના સ્વતંત્ર તપાસ. વિપક્ષી નેતાઓએ આને ‘અદાણીને ટેકો આપવાની સરકાર’ કહીને ટીકા કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અદાણી જેવા વ્યવસાયીઓને વિશેષ સુવિધા મળે છે, જ્યારે સામાન્ય નાગરિકોના કરદાતા પૈસાનો દુરુપયોગ થાય છે.
નાણાકીય નિષ્ણાત હેમિન્દ્ર હજારીએ જણાવ્યું, “આ સરકાર અદાણીને ટેકો આપે છે અને તેને કોઈ નુકસાન થવા દેશે નહીં.” તેમણે આને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના ‘લાંબા સમયના સંબંધો’નું ઉદાહરણ ગણાવ્યું, જે અદાણીના વ્યવસાયને દેશના આર્થિક કેન્દ્રમાં સ્થાપિત કરે છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા







