Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • Gujarat
  • October 28, 2025
  • 0 Comments

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30 વાગ્યે)ને અચાનક જ એક્સપ્રેસમાં ફેરવી દેવામાં આવી હોવાનો એક મુસાફરે આરોપ લગાવ્યો છે.

આરપો છે કે આ ફેરફારની કોઈપણ જાતની અગાઉથી જાણકારી કે બોર્ડ લગાવવામાં આવ્યું નહોતું. બસના ચોકઠા પર માત્ર “પોરબંદર-વેરાવળ” લખેલું હતું, જેના કારણે લોકલ ભાડામાં મુસાફરી કરવા બેઠેલા યાત્રીઓને ડબલ ભાડું ચૂકવવું પડ્યું. આ ઘટનાએ એસટી વિભાગની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.

અજીત ઓડાદરાનો અનુભવ: ડબલ ભાડાનો આઘાત

 ‘ધ ગુજરાત રિપોર્ટ’ના વાચક અને  સ્થાનિક રહેવાસી અજીતભાઈ ઓડાદરા આ જ બસમાં વેરાવળ તરફ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું, “હું રોજની જેમ લોકલ ભાડું ચૂકવીને બેઠો હતો. કંડક્ટરે ટિકિટ આપતાં ડબલ ભાડું માંગ્યું. પૂછતાં ખબર પડી કે આ લોકલ બસને એક્સપ્રેસમાં ફેરવી દીધી છે. કોઈ બોર્ડ નહીં, કોઈ જાહેરાત નહીં – આ તો સીધી લૂંટ છે.” અજીતભાઈએ તુરંત વેરાવળ ડેપો મેનેજરનો સંપર્ક કર્યો, જ્યાં તેમને લેખિત અરજી કરવા જણાવવામાં આવ્યું. “આવી ઘટનાઓ એસટીની પોલ ખોલી રહી છે,” તેમણે ઉમેર્યું.

તહેવારમાં મજબૂરીનો લાભ, ખિસ્સા પર તરાપ

 દિવાળીના તહેવાર દરમિયાન ઘરે પરત ફરતા મુસાફરોની સંખ્યા વધુ હોય છે. આવા સમયે લોકલ બસો પર આધાર રાખનારા મધ્યમ વર્ગના યાત્રીઓને આ અચાનક ફેરફારે મોટો આર્થિક ઝટકો આપ્યો છે.

ભાડા નીતિમાં પણ વારંવાર ફેરફાર

આ ઘટના માત્ર એક દિવસની નથી. એસટી વિભાગે તાજેતરમાં પાસ સિસ્ટમમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ 15  દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરીની સુવિધા મળતી હતી, જે હવે 18 દિવસમાં ઘટાડી દેવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ભાડામાં સતત વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોમાં રોષ વધી રહ્યો છે.

મુસાફરોની માંગ

આ ઘટના બાદ મુસાફરોમાં આક્રોશ ફેલાયો છે. તેઓ માંગ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર એસટી વિભાગની આવી લાલચુ વલણ સામે તાત્કાલિક કાર્યવાહી કરે. “જો બસ એક્સપ્રેસ બનાવવાની હોય તો અગાઉથી જાહેરાત કરો, બોર્ડ લગાવો અને મુસાફરોને જાણ કરો. આ રીતે અચાનક ભાડું વસૂલવું એ ગુનો છે,”

આ ઘટના ગુજરાતના સાર્વજનિક પરિવહન વ્યવસ્થાના વિશ્વાસ પર પ્રશ્ન ઉભા કરે છે. શું સરકાર આવી ઘટનાઓ સામે કડક પગલાં લેશે? કે પછી મુસાફરોની મજબૂરીનો લાભ લેવાનું આ ચક્ર ચાલુ રહેશે?

આ પણ વાંચો:

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

 

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ