Amul Milk: તમારા ઘરે કેવું દૂધ આવે છે?, અમૂલ દૂધની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યો તો ડોક્ટર સામે FIR

  • Gujarat
  • November 8, 2025
  • 0 Comments

Amul Milk Quality: એશિયાની સૌથી મોટી આણંદ સ્થિત અમૂલ ડેરીના દૂધની ગુણવત્તા સામે ડોક્ટરે સવાલ ઉઠવતાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટના એક ડોક્ટર દ્વાર અમૂલ સામે સોશિયલ મિડિયામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે અમૂલે આક્ષેપનો જવાબ આપવાને બદલે સીધી ડોક્ટર પર ફરિયાદ કરી દીધી છે. 

રાજકોટના ડોક્ટર ડો. હિતેશ જાની સોશિયલ મિડિયામાં અમૂલ સામે ગંભીર આક્ષેપ કરતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીએ આ આક્ષેપોને તદ્દન ખોટા ગણાવીને વીડિયો બનાવનાર ડોક્ટર સામે અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના ભાટ વિસ્તારમાં આવેલી અમૂલ સંલગ્ન ડેરીના ક્વોલિટી એશ્યોરન્સ આસિસ્ટન્ટ મેનેજર આકાશ પુરોહિતએ ચાર દિવસ પહેલા યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. આ વીડિયો રાજકોટના ડો. હિતેશ જાની દ્વારા તેમની ચેનલ પર ‘તમારા ઘરે કેવું દૂધ આવે છે?’ ટાઇટલ સાથે અપલોડ કરાયો હતો. વીડિયોમાં ડોક્ટરે અમૂલ દૂધમાં 22 પ્રકારના અલગ-અલગ કેમિકલ ઉમેરવામાં આવે છે અને ડીડીટી (DDT) જેવા પ્રતિબંધિત જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય છે.

‘અમૂલનું દૂધ 7 દિવસ જૂનુ હોય છે’

સાથે જ એવા આક્ષેપ પણ કર્યા હતા કે ગ્રાહકોને મળતું દૂધ 7 દિવસ જૂનુ હોય છે. 500 મિલીના પાઉચમાં 480થી 490 મિલી દૂધ ભરીને નફાખોરી અને છેતરપિંડી કરવામાં આવે છે. વીડિયોમાં એમ પણ કહેવાયું કે ISI-FSSAI સ્ટેમ્પ હોવા છતાં ઉત્પાદનો અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી.

અમૂલે કરી ફરિયાદ

વીડિયોમાં કરવામાં આવેલી ભ્રમિત વાતો અને ‘ષડયંત્ર બહાર લાવવા માટે વીડિયો વાયરલ કરો’ વગેરે જેવી અપીલને પગલે અમૂલે ગંભીરતાથી લીધી અને અમૂલ કંપની વતી આકાશ પુરોહિતે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ડૉ. હિતેશ જાની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. જોકે અમૂલે આક્ષેપનો વ્યવસ્થિત જવાબ ના આપ્યો. 

ફરિયાદમાં જણાવ્યું છે કે ડૉ. જાની દ્વારા અમૂલ બ્રાન્ડને બદનામ કરવાના ઇરાદે આ ખોટી અને ભ્રમિત વાતો ફેલાવવામાં આવી રહી છે. કંપનીએ વીડિયોમાં કરાયેલા તમામ દાવાઓને ખોટા ગણાવ્યા. હાલમાં ચાંદખેડા પોલીસે આ મામલે IPCની કલમો 499 (માનહાનિ), 500 (દંડનીય માનહાનિ) અને 66A (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ વર્જનીય કન્ટેન્ટ) હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસમાં વીડિયોના કન્ટેન્ટ, તેના વ્યાપક અસર અને ડો. જાનીના ઇરાદાની ઊંડી તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો:

Balasinor: આખરે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટર રાજેશ પાઠકના પુત્ર સામે ફરિયાદ, શું છે સમગ્ર મામલો?

Dudhsagar Dairy : દૂધસાગર ડેરીને અમૂલના ચેરમેને ડૂબાડી, આ રહયા અશોક ચૌધરીના સૌથી મોટા કૌભાંડો

Kheda: અમૂલ ડેરીના ભ્રષ્ટાચાર અને દારૂના અડ્ડાઓની પોલ ખોલવાની ‘સજા’,પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ

Related Posts

College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
  • March 7, 2026

College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં…

Continue reading
Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: ભાજપ 25 વર્ષોથી ગામડાઓના વિકાસની વાતો કરે છે! પણ અમલ થતો નથી! લોકો ગામડાઓ છોડી રહયા છે!

  • March 10, 2026
  • 3 views
BJP: ભાજપ 25 વર્ષોથી ગામડાઓના વિકાસની વાતો કરે છે! પણ અમલ થતો નથી! લોકો ગામડાઓ છોડી રહયા છે!

Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!

  • March 10, 2026
  • 8 views
Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું અટ્ટહાસ્ય “મને ઈરાની જહાજો ડુબાડી દેવામાં મજા આવે છે!”અભિમાની ટ્રમ્પની આ હરકત જોઈ વિશ્વ ચોંકી ઉઠ્યું!

  • March 10, 2026
  • 8 views
Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું અટ્ટહાસ્ય “મને ઈરાની જહાજો ડુબાડી દેવામાં મજા આવે છે!”અભિમાની ટ્રમ્પની આ હરકત જોઈ વિશ્વ ચોંકી ઉઠ્યું!

AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!

  • March 10, 2026
  • 8 views
AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!

Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!

  • March 10, 2026
  • 6 views
Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!

Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!

  • March 10, 2026
  • 9 views
Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!