Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

  • Gujarat
  • November 8, 2025
  • 0 Comments

Amreli: રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિમાં થયેલા ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલી સહાય પેકેજથી અસંતોષ વ્યાપી ગયો છે. અમરેલી જિલ્લામાં આ પેકેજને ‘ખેડૂતોની મશ્કરી’ ગણાવતા ભાજપના વરિષ્ઠ નેતા અને સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી લેખિત રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ભાજપમાં પ્રથમ મોટો ભળભળાટ પેદા કરી દીધો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામા પત્ર મોકલવામાં આવ્યો છે.

રાજીનામું આપતા ચેતન માલાણીએ શું કહ્યું ?

ચેતન માલાણી, જે સાવરકુંડલા APMCના ડાયરેક્ટર તેમજ ખડસલી ગામના સરપંચ પ્રતિનિધિ પણ છે, તેમણે રાજીનામામાં સ્પષ્ટ કર્યું છે કે ‘વ્હાલા-દવલાની નીતિ’ અને તબાહી મચાવનારા વરસાદથી પીડિત ખેડૂતો માટેની આ સહાય યોજના અપૂર્ણ અને અપમાનજનક છે. ‘ખેડૂત પુત્ર તરીકે નૈતિકતાના આધારે આ નિર્ણય લઈએ છીએ,’તેમ તેમણે લખ્યું છે. સરકારે જાહેર કરેલી સહાયમાં ખેતીના નુકસાન માટે પ્રતિ હેક્ટર માત્ર મર્યાદિત રકમની જોગવાઈ કરવામાં આવી છે, જે વાસ્તવિક તબાહીને અનુરૂપ નથી.

ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની લહેર

આ પગલાથી અમરેલી જિલ્લાના ખેડૂત વિસ્તારોમાં રોષ વધ્યો છે, અને ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષની લહેર ફેલાઈ રહી છે.આ ઘટના રાજ્યમાં ખેતી આધારિત અર્થતંત્રની સમસ્યાઓ પર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરે છે. વિરોધ પક્ષો આને સરકારની નિષ્ફળતા તરીકે રજૂ કરી રહ્યા છે, જ્યારે ભાજપ નેતૃત્વ આ મુદ્દે સ્પષ્ટ વલણ લેવા માટે દબાણમાં છે. જિલ્લા કાર્યાલયમાંથી મળતી માહિતી અનુસાર, વધુ રાજીનામાઓની આશંકા વ્યક્ત થાય છે, જે પાર્ટીના સ્થાનિક આધારને નબળો પાડી શકે છે.

આ પણ વાંચો:

Gujarat News: ખેડૂતોને મગફળીમાં રૂ. 20 હજાર કરોડનું નુકસાન, કુદરતની થપાટ પછી વેપારીઓ, સરકાર અને તેલ લોબીની ધોળા દિવસે લૂંટ

Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!

Related Posts

Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading
Gujarat Drought: ગુજરાતમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ વચ્ચે 45 તાલુકા સહાયથી વંચિત, ખેડૂતોની પાકધિરાણ માફી અને ઘાસચારાની માગ
  • October 29, 2026

Gujarat Drought: ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધી રહી છે. ખેતરોમાં પાકને નુકસાન, પશુઓ માટે ઘાસચારાની અછત અને પાણીની સમસ્યા વચ્ચે રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

  • October 31, 2026
  • 3 views
UP SIR Form 7 Misuse: ઉત્તર પ્રદેશમાં કથિત ગેરરીતિઓ પર સુપ્રીમ કોર્ટની નજર, ચૂંટણી પંચ પાસે જવાબ માગ્યો

IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

  • October 31, 2026
  • 5 views
IDBI Bank Sale Controversy: IDBI બેંકના વેચાણ વચ્ચે ફેયરફેક્સ સાથે જોડાયેલી કંપનીઓમાં 17 પૂર્વ અધિકારીઓની નિમણૂક, હિતોના ટકરાવના સવાલો

Saurav Das Citizenship Case: સૌરવ દાસની નાગરિકતા પર સવાલ, મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી

  • October 31, 2026
  • 5 views
Saurav Das Citizenship Case: સૌરવ દાસની નાગરિકતા પર સવાલ, મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી

UP MLC Election: ઉત્તર પ્રદેશ MLC ચૂંટણીમાં BJPને મોટો ઝટકો, વારાણસી અને લખનઉમાં સપાનો વિજય

  • October 31, 2026
  • 5 views
UP MLC Election: ઉત્તર પ્રદેશ MLC ચૂંટણીમાં BJPને મોટો ઝટકો, વારાણસી અને લખનઉમાં સપાનો વિજય

IDBI Bank Disinvestment: IDBI બેંકના વિનિવેશ પર રાહુલ ગાંધી અને નિર્મલા સીતારમણ વચ્ચે ટક્કર, કર્મચારીઓએ રાહુલનો માન્યો આભાર

  • October 31, 2026
  • 9 views
IDBI Bank Disinvestment: IDBI બેંકના વિનિવેશ પર રાહુલ ગાંધી અને નિર્મલા સીતારમણ વચ્ચે ટક્કર, કર્મચારીઓએ રાહુલનો માન્યો આભાર

Uttarakhand Helicopter Accidents: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાઓનો સિલસિલો કેમ અટકતો નથી? હિમાલયમાં ઉડાન સામે અનેક પડકારો

  • October 31, 2026
  • 9 views
Uttarakhand Helicopter Accidents: ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાઓનો સિલસિલો કેમ અટકતો નથી? હિમાલયમાં ઉડાન સામે અનેક પડકારો