
Gujarat: ગુજરાતમાં પડેલા કમોસમી પડેલા વરસાદથી ધરતીપુત્રોની હાલત કફોડી બની છે. ત્યારે લાંબી રાહ જોયા બાદ ગુજરાત સરકારે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માહિતી આપી છે. જો કે ખેડૂતોને કેટલું નુકસાન થયું છે. તેની માહિતી આપી નથી. બીજો એ પણ સવાલ છે કે આ સહાય કેવી રીતે ચૂકવાશે. આટલા રુપિયા પુરતા છે ખરા?
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મિડિયા X પર લખ્યું ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
ઉલ્લેખનીય છે કે દિવાળીથી ચાલુ થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના તહેવારો બગાડ્યા છે. ભારે મૂડી રોકાણ કરેલો પાક હાથમાંથી છીનવાયો છે. ત્યારે ખેડૂત ફરી બેઠો થઈ શકે તેટલી સહાય કરવામાં આવે તેવી આશા કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Uttarakhand: દહેરાદૂનમાં પ્રાથમિક શિક્ષણ નિયામકનો મહિલા પત્રકાર પર હુમલો!સવાલ પૂછતાજ ઉશ્કેરાઈ ગયા!!







