Vadodara: હેડલાઈન ન્યૂઝના ગિરીશ સોલંકી સામે 5 ફરિયાદો, જે ખંડણી માગે એ પત્રકાર ક્યાંનો?

Vadodara:  વડોદરાના મીડિયા વર્તુળમાં ચર્ચાનો વિષય બની ગયા હેડલાઈન ન્યૂઝ ચેનલના માલિક અને પ્રમુખ વ્યક્તિ ગિરીશ સોલંકી વિરુદ્ધ એક સપ્તાહમાં પાંચમી ફરિયાદ નોંધાઈ છે. આ વખતે અટલાદરા પોલીસ મથકે લોકલ ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારને ધમકી આપીને કોર્ટમાં ચાલી રહેલા કેસને પાછો ખેંચવાની માંગ કરી અને તેની તપાસ માટે 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાનો ગંભીર આરોપમાં પાંચમો ગુનો નોંધાયોછે. આ ઘટના પછી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 (ખંડણી) અને 351 (ધમકી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પત્રકાર જતીન મહેશભાઈ નથવાણીએ ફરિયાદ કરી છે, જે કલાલી બિલ કેનાલ રોડ પર રહે છે અને લોકલ ખાનગી ચેનલમાં કાર્યરત છે.  ઉલ્લેખનીય છે કે ફરિયાદોનો મારો ચાલ્યા બાદ ગિરીશ સોલંકીની વડોદરા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.

જમીન કબજાના કેસમાંથી શરૂ થયો વિવાદ

આ ઘટનાની શરૂઆત કલાલીના વિસેન્જા ડેક વિસ્તારમાં નર્મદા નિગમની જમીન પર ગેરકાયદેસર કબજાના આરોપથી થઈ છે. જતીન નથવાણીને મળેલી માહિતી અનુસાર, વિસેન્જા ડેકના એક બિલ્ડર અને તેમના કેટલાક રહીશોએ નર્મદા નિગમની મૂલ્યવાન જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો.

મામલાને લઈને જતીન પ્રથમ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તે નામંજૂર થઈ ગઈ. આ પછી જતીનએ વડોદરાની અદાલતમાં ફોજદારી દાવો દાખલ કર્યો, જેમાં ગિરીશ સોલંકી, તેમના ભાઈ સહિત પાંચ વ્યક્તિઓને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસ હાલ કોર્ટમાં ચર્ચામાં છે અને તેની તપાસ ચાલી રહી છે.

આ કેસને લઈને જતીનના જીવન પર જોખમ વધ્યું છે. ગત 10 ઓક્ટોબરના રોજ જતીન કામ પર જતા હતા ત્યારે ગિરીશ સોલંકી કાળા રંગની નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કાર લઈને તેમના માટે પહોંચ્યા હતા. જતીનના નિવેદન અનુસાર, ગિરીશએ તેમને કહ્યું, “હું પણ આંતરિક રીતે ન્યૂઝનું કામ કરું છું. તારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કર, મને કોઈ ફરક પડતો નથી. હું કોઈને છોડતો નથી, તને અને તારા પરિવારને જોઈ લઈશ. કોર્ટમાં મારે અને મારા ભાઈને આવા જવાની અને વકીલને આપવાની ફી 50 લાખ આપી દેજે, નહીં તો જાનથી મારી નાખીશ.” આ ધમકીથી ગભરાયેલા જતીને તરત જ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જેના પગલાંમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.

ઓફિસમાં મહિલા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન

આ ફરિયાદ સાથે-સાથે ગિરીશ સોલંકી વિરુદ્ધના અન્ય આરોપો પણ સામે આવી રહ્યા છે. હેડલાઈન ન્યૂઝની ઓફિસમાં મહિલા કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન અને પુરુષ કર્મચારીઓને હોકી સ્ટિકથી મારપીટ કરવાના આરોપોની તપાસ પોલીસ કરી રહી છે. અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ફ્લેટ અને દુકાનદારોના નિવેદનો લીધા હતા, જેમાં આવા આરોપોની વિગતો સામે આવી હતી. હાલમાં પોલીસ હેડલાઈન ન્યૂઝના મહિલા અને પુરુષ કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. મેડિકલ અને કાઉન્સલિંગ નિષ્ણાતોના મતે, આવા વર્તનથી કર્મચારીઓમાં માનસિક તણાવ વધ્યો છે.

સ્ત્રોતો અનુસાર, આ આરોપોના આધારે વધુ ફરિયાદો નોંધાવવાની શક્યતા છે, જેમાં બીએનએસની કલમો જેવી કે 354 (મહિલાઓ સાથે અત્યાચાર) અને 323 (મારપીટ) શામેલ થઈ શકે છે. ગિરીશ સોલંકી વિરુદ્ધની આ તાજી ફરિયાદ તેમના વિરુદ્ધના અન્ય કેસોના સાથે જોડાઈને ગંભીર તસ્વીર દર્શાવે છે. છેલ્લા પાંચ દિવસમાં તેમના વિરુદ્ધ પાંચ ફરિયાદો નોંધાઈ છે.

ગિરીશ સોલંકી સામે ચોથી ફરિયાદ અટલાદરા પોલીસે ફેક્ટરી માલિકને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી બંદૂક બતાવી છોકરાને ઉપાડી જવાનું કહી 5 લાખની ખંડણી માગી હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ એક ફેક્ટરી માલિકે નોંધાવી છે. બીજા પણ ઘણા ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે આ જ મુદ્દે જુઓ વધુ ચર્ચા આ વીડિયો

આ પણ વાંચો:

Vadodara: ‘તારા છોકરાને હું ઉઠાવી જઇશ’, વધુ એક પત્રકારે ધમકી આપી ફેક્ટરી માલિક પાસે ખંડણી માંગી

યુપીમાં BJP નેતાને ગોળી મારી!, પુત્રવધૂ ચા લઈને સસરાને આપવા જતાં જોયું…

BJP ના 6 કોર્પોરેટર સામે પગલાં લેવા ખુદ ભાજપ પ્રમુખે CMને લખ્યો પત્ર!, જાણો શું છે મામલો?

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા!, હેક્ટરે 22 હજારની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જ છે, ભાજપ નેતાનો જ વિરોધ!

Related Posts

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!
  • March 19, 2026

MODI: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ 2011-12 દરમિયાન રાજ્યપાલના હસ્તક્ષેપ મામલે સખત વિરોધ કરતા હતા અને પોતાના ભાષણો દરમિયાન આ વાતને મુદ્દો બનાવતા હતા.આજે જ્યારે તેઓ પોતે…

Continue reading
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ
  • March 19, 2026

America: અમેરિકામાં ભારતના RSS અને R&AW સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાની ભલામણ યુએસ સરકારની એક પેનલ દ્વારા કરવામાં આવી છે. ■ આ ભલામણ કોણે કરી? ‘યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 6 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 7 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 11 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 16 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!