
Afghanistan Pakistan Conflict: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા ફરી એકવાર નિષ્ફળ ગઈ છે. અફઘાન વિદેશ મંત્રી મુત્તાકીએ જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ સાથેની વાતચીત નિષ્ફળ જવાનું મુખ્ય કારણ પાકિસ્તાની પ્રતિનિધિમંડળની ગેરવાજબી માંગણીઓ હતી. મુત્તાકીએ ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાના કોઈપણ ઉલ્લંઘનનો કડક જવાબ આપવામાં આવશે.
મુત્તાકીએ કહ્યું, “વાર્તાલાપ દરમિયાન પાકિસ્તાની પ્રતિનિધિઓએ એવી માંગણીઓ કરી હતી જે વ્યવહારુ કે વાજબી નહોતી.
અમે પાકિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છીએ છીએ પણ જો પાકિસ્તાન અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ વિરુદ્ધ કંઈ કરવાનું વિચારે છે, તો અમે અમારા સર્વભૌમત્વનો બચાવ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે લાંબા સમયથી ચાલતા તેના આંતરિક મુદ્દાઓ અફઘાનિસ્તાન સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યું છે. “પાકિસ્તાન, જે પરમાણુ શક્તિ હોવાનો દાવો કરે છે, તે ડુંગળી,બટાકા,ટામેટાં અને ગરીબ અફઘાન શરણાર્થીઓ પર તેની શક્તિનું પરીક્ષણ કરી રહ્યું છે,”
મુત્તાકીએ કહ્યું, “પાકિસ્તાનની સમસ્યાઓ નવી નથી શું તેમને ખબર નથી કે TTP છેલ્લા 25 વર્ષથી પાકિસ્તાનમાં સક્રિય છે? શું પાકિસ્તાની સરકારે પોતે કહ્યું ન હતું કે છેલ્લા બે દાયકામાં સંઘર્ષમાં તેમના 70,000 થી 80,000 લોકો માર્યા ગયા છે?” તેમણે કહ્યું કે પાકિસ્તાન વેપાર માર્ગો બંધ કરીને અને શરણાર્થી સંબંધિત મુદ્દાઓ સાથે છેડછાડ કરીને અફઘાનિસ્તાન પર દબાણ લાવવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે પણ તેનો હવે અમે જવાબ આપીશું.
આ પણ વાંચો:
Afghanistan-Pakistan: અફઘાનિસ્તાનની કઈ નદીઓ પાકિસ્તાનમાં વહે છે?, જો તાલિબાન પાણી બંધ કરે તો?
Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?
અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health







