Bihar Election: બીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં બમ્પર 67.14% મતદાન

  • India
  • November 11, 2025
  • 0 Comments

Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થયુ છે. બિહારના 20 જિલ્લાઓની 122 વિધાનસભા બેઠકો પર બમ્પર 67.14% મતદાન નોંધાયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી બધા રેકોર્ડ તોડી ચૂકી છે. સ્વતંત્રતા પછી આ પહેલી વાર છે જ્યારે આટલું ઊંચું મતદાન થયું છે.

રાજ્યમાં 4,109 સંવેદનશીલ બૂથ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યુ હતું અને હજુ પણ લાઈનમાં ઉભેલા મતદારોને મત આપવા છૂટ અપાઈ છે. છેલ્લા તબક્કામાં, 20 જિલ્લાઓની 122 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધી 67.14% મતદાન થયુ છે જેમાં મુસ્લિમ બહુમતી ધરાવતા કિશનગંજમાં સૌથી વધુ 76.26% મતદાન નોંધાયુ છે.

ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ ચંપારણમાં 69.02%, પૂર્વ ચંપારણમાં 69.31%, શિવહરમાં 67.31%, સીતામઢીમાં 65.29%, મધુબનીમાં 61.79%, સુપૌલમાં 70.69%, અરરિયામાં 67.79% મતદાન થયું હતું, કિશનગંજમાં સૌથી વધુ 76.26%, પૂર્ણિયામાં 73.79%, કટિહારમાં 75.23%, ભાગલપુરમાં 66.03%, બાંકામાં 68.91%, કૈમુર (ભાબુઆ) માં 67.22%, રોહતાસમાં 60.69%, અરવલમાં 63.06%, અરરિયામાં 64.36% મતદાન થયું હતું. જહાનાબાદ, ઔરંગાબાદમાં 64.48%, ગયામાં 67.50%, નવાદામાં સૌથી ઓછું 57.11% અને જમુઈમાં 67.81% મતદાન નોંધાયું છે.

આ તબક્કામાં, NDA અને મહાગઠબંધનના ઘણા દિગ્ગજોનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગેલું છે.
45,399 મતદાન મથકો તેમાંથી 5,326 શહેરી વિસ્તારોમાં સ્થિત હતા, જ્યારે 40,073 ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત હતા ચૂંટણીના બીજા તબક્કામાં જે 122 બેઠકો પર મતદાન થયુ, ત્યાં NDAના 122 અને મહાગઠબંધનના 127 ઉમેદવારો મેદાનમાં છે.
આમ,ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે

ઉલ્લેખનીય છે કે બિહારની ચૂંટણી બે તબક્કામાં પૂર્ણ થઈ છે, પહેલા તબક્કામાં 6 નવેમ્બર અને બીજા તબક્કામાં આજે 11 નવેમ્બરે મતદાન થયું હવે તા. 14 નવેમ્બરે મત ગણતરી થશે અને 16 નવેમ્બર સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે. આમ,અત્યારસુધી રાજકીય અખાડો બનેલા બિહારમાં પડઘમ આજે શાંત બન્યા છે.

આ પણ વાંચો:

Bihar elections : બિહારમાં બીજા તબક્કાનું 122 બેઠકો ઉપર થશે મતદાન,1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદારો

Bihar: સાહેબ!, તમે 2005થી છો ને?, પ્રશ્ન સાંભળતા જ BJP નેતાએ કર્યો પત્રકાર પર હુમલો, પછી…

 PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

Related Posts

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી
  • May 3, 2026

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે માત્ર રાજકીય ગરમાવો જ નહીં, પણ એક મોટો આર્થિક ખેલ પણ તેના અંજામ તરફ વધી રહ્યો…

Continue reading
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ
  • May 2, 2026

Kamlesh Parekh Extradition: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને આર્થિક ગુનાખોરી વિરુદ્ધની લડાઈમાં એક મોટી સફળતા મળી છે. વર્ષોથી ફરાર અને કરોડો રૂપિયાના બેંક કૌભાંડમાં સંડોવાયેલા આરોપી કમલેશ પારેખને સંયુક્ત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 5 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 4 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 8 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 12 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

  • May 2, 2026
  • 13 views
Kamlesh Parekh Extradition: ₹2672 કરોડના બેંક કૌભાંડમાં મોટો બ્રેકથ્રૂ, UAEથી ભારત લાવવામાં આવ્યો ફરાર આરોપી કમલેશ પારેખ

Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા

  • May 2, 2026
  • 13 views
Talaja Couple Murder Mystery: ભાવનગરના તળાજા સોની દંપતી મોત કેસમાં ચોંકાવનારો ખુલાસો, પૈસા માટે દીકરા-વહુએ જ કરી હત્યા