PM Modi: સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં ‘વિશ્વગુરુ’ વધુ મોંઘા પડ્યા!, માત્ર પબ્લિસિટી માટે મિડિયાને રુ. 4,894 કરોડ ચૂકવ્યા, જુઓ વધુ ખૂલાસા

  • Gujarat
  • November 11, 2025
  • 0 Comments

PM Modi Publicity  Expensive:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાવિશ્વગુરુઈમેજને ચમકાવવા માટે કેન્દ્ર સરકારે 2014થી 2025 સુધીના 11 વર્ષમાં 4,894 કરોડ રૂપિયાનું વિશાળ વેડફણ કર્યું છે! આ રકમ માત્ર જાહેરાતો અને પ્રચાર પ્રસાર પર ખર્ચાઈ છે, જેમાં મોટા ભાગની રકમ ‘ગોદી મીડિયા’ને વહેંચાઈ છે. સુરતના જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ મેળવેલીચોંકાવનારી માહિતી ચોકવનારી છે. આ રકમ વિશ્વના સૌથી ઊંચા સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના નિર્માણ પર થયેલા 3,000 કરોડના ખર્ચ કરતાં પણ વધુ છે! જ્યારે સરદારની પ્રતિમાએ હજારોને રોજગાર આપ્યો અને કરોડોની આવક જન્માવી, ત્યારે આ ‘ચહેરો ચમકાવવાનો‘ ખર્ચ તો માત્ર મીડિયા વેપારીઓના ખિસ્સામાં ગયો છે.

4,894 કરોડનું ‘મોદી પ્રમોશન’

સંજય ઈઝાવા, જે સુરતમાં RTI દ્વારા સરકારી ખર્ચ પર નજર રાખતા જાગૃત નાગરિક તરીકે જાણીતા છે, તેમણે કેન્દ્રીય માહિતી આયોગ (CIC) પાસેથી મેળવેલી માહિતીમાં જાણ્યું કે 2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર બન્યા પછીથી અત્યાર સુધી જાહેરાતો પર 4,894 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ રકમમાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, આઉટડોર જાહેરાતો અને ડિજિટલ પ્લેટફોર્મ પરના પ્રચારનો સમાવેશ થાય છે. ખાસ કરીને, આ જાહેરાતોમાં વડાપ્રધાન મોદીના ફોટા, તેમના સિદ્ધાંતો અને સરકારી યોજનાઓના ‘સફળતા કથા’ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ઈઝાવાએ વધુ વિગતો માટે RTIમાં માંગ કરી છે કે આ રકમમાંથી કયા મીડિયા હાઉસને કેટલી રકમ મળી? કયા મોટા લાભાર્થીઓ છે? પરંતુ કેન્દ્રીય માહિતી આયોગે હજુ સુધી આ વિગતો જાહેર કરી નથી. ઈઝાવાના મતે, “આ માહિતી છુપાવવાનો પ્રયાસ એટલે કે મીડિયાના ‘અમૃત કાળ’ની પાછળની હકીકતને દબાવવાનો પ્રયાસ છે. આખો દિવસ હિંદુ-મુસ્લિમ નફરત ફેલાવવા અને વડાપ્રધાનનો ચહેરો ચમકાવવા માટે જે કરોડો વહેંચાયા છે, તેની વિગતો બહાર આવે તો લોકોને ચોંકાવશે.”આ આંકડો પહેલાની RTI સાથે મેળ ખાતો જોવા મળે છે. 2018માં મળેલી RTIમાં 4,343 કરોડનો ખર્ચ જાહેર થયો હતો, જે અત્યાર સુધી વધીને 4,894 કરોડ થયો છે. આ રકમમાંથી મોટો હિસ્સો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પર ગયો છે, જેને વિરોધીઓ ‘ગોદી મીડિયા‘ તરીકે ટીકા કરે છે.

ગુજરાત સરકારનો અલગ ‘મોદી ચમકાવણી‘ ખર્ચ: 880 કરોડનું વેડફણ

કેન્દ્રનાખર્ચને બદલે ભાજપ શાસિત રાજ્ય સરકારોનો ખર્ચ તો અલગ જ છે! ગુજરાત સરકારે 2014-15થી 2024-25 સુધી જાહેરાતો પર 880 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાં દરેક જાહેરાતમાં વડાપ્રધાન મોદીનો મોટો ફોટો હોય છે. આ RTI માહિતી મે 2025માં જાહેર થઈ હતી, જેમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરના ખર્ચનો સમાવેશ થાય છે. વધુમાં, મોદીના 23 વર્ષના રાજકારણી જીવનની ઉજવણી માટે ગુજરાત સરકારે માત્ર 8.81 કરોડ રૂપિયા ફક્કરાવ્યા હતા, જેમાં પણ મોદીની પ્રશંસા જેવી જાહેરાતોનો સમાવેશ થાય છે. બાકીના ભાજપ શાસિત રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ આવો જ ખર્ચ થયો હશે, પરંતુ તેની વિગતો હજુ જાહેર થઈ નથી. અંદાજે, આખા દેશમાં આ રકમ 10,000 કરોડને પાર કરી જશે!

સરદારની પ્રતિમા કરતાં વધુ મોંઘી ‘વિશ્વગુરુ’ની ચમક

સૌથી વધુ આઘાતજનક તુલના એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના નિર્માણ પર માત્ર 3,000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. આ પ્રતિમાએ ન માત્ર ગુજરાતને પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવ્યું, પરંતુ હજારોને રોજગાર આપ્યો અને સરકારને કરોડોની આવક પણ અપાવી છે. પરંતુ મોદીનાવિશ્વગુરુઈમેજને ચમકાવવા માટેના 4,894 કરોડના ખર્ચે કોઈ ભૌતિક વિકાસ નથી આપ્યો, માત્ર મીડિયા હાઉસોના બેંક બેલેન્સમાં વધારો થયો છે! ઈઝાવા કહે છે, “સરદારની પ્રતિમા એક ઐતિહાસિક યાદગારી છે, જે દેશને એકતા શીખવે છે. પરંતુ આ ‘ચહેરો વેડફણ‘ તો લોકશાહીના નામે થતી બદશાહી છે. આનાથી વધુ શરમજનક શું હોઈ શકે?”

આ રકમથી શું થઈ શકત? ભૂખ અને વિકાસની વાસ્તવિકતા

આ 4,894 કરોડ (જેમાં રાજ્યોનો ખર્ચ અલગ)ને અન્ય ક્ષેત્રોમાં વાપરીને દેશની તસવીર બદલી શકાત. ઉદાહરણ તરીકે શિક્ષણ અને આરોગ્ય, આ રકમથી સરકારી શાળાઓ અને હોસ્પિટલોને આધુનિક બનાવી શકાત. હાલમાં લાખો બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત છે. પોલીસ ભરતી અને વધુ કોર્ટ-જજની વ્યવસ્થા કરીને ઝડપી ન્યાય અને સુરક્ષા મજબૂત બનાવી શકાત. પેટ્રોલ-ડીઝલ પર ઓછો ટેક્સ અને GST દરમાં ઘટાડો કરીને સામાન્ય માણસને રાહત આપી શકાત.

પરંતુ વાસ્તવિકતા વધુ કડવી છે. વૈશ્વિક ભૂખ સૂચકાંક (Global Hunger Index-2024)માં ભારત 127 દેશોમાંથી 105મું સ્થાન મેળવે છે, જ્યાં બાળ મર્ત્યુદર અને કુપોષણની સ્થિતિ ચિંતાજનક છે. જ્યારે લોકો ભૂખથી ત્રસ્ત છે, ત્યારે ‘ચહેરો ચમકાવવા‘ પાછળ કરોડો વેડફવા તો એક પ્રકારની નૈતિક અનૈતિકતા જ છે!.

બીજી તરફ સરકાર અને ભાજપના નેતાઓએ હજુ સુધી આ RTI પર કોઈ જવાબ આપ્યો નથી. RTI એક્ટિવિસ્ટો માને છે કે આવી માહિતીઓ જાહેર કરવાથી જનતામાં જાગૃતિ આવશે અને આવા ખર્ચ પર પ્રશ્નો ઉભા થશે. સંજય ઈઝાવા જેવા નાગરિકોના પ્રયાસોથી આવી હકીકતો સામે આવી રહી છે, જે લોકશાહીને મજબૂત બનાવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ રકમનો વાસ્તવિક ઉપયોગ ક્યારે થશે? જ્યારે દેશ ‘અમૃત કાળ’માં છે, ત્યારે આ ‘ચમકાવણી’ના કાળને ક્યારે અંત આવશે? આ RTI એક શરૂઆત છે. વધુ વિગતો માટે સંજય ઈઝાવાની લડત ચાલુ રહેશે.

વધુ ચર્ચા જુઓ આ વીડિયોમાં

આ પણ વાંચો:

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

Government advertising in Gujarat: મોદી, પટેલના ફોટોવાળી જાહેરાતો પાછળ ગુજરાતમાં રૂ. 880 કરોડ ફૂંકી માર્યા

Kheda: દિકરા વગર શું કરવું?, મશીનમાં ખેંચાઈ જતાં યુવાનના અંગો છૂટા પડી ગયા, પરિવારનો વલોપાત, જાણો સમગ્ર ઘટના

Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ

Delhi Blast: લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ, એકનો જીવ ગયો, અફરાતફરીનો માહોલ

 

Related Posts

Ramol Firecracker Factory Blast: રામોલ બ્લાસ્ટ, મૃતકના પરિવારના ગંભીર આરોપો, પોલીસ પર પણ સવાલ
  • July 19, 2026

Ramol Firecracker Factory Blast: ગઈકાલે રામોલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં નવ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો…

Continue reading
Manjalpur By-election: માંજલપુર પેટાચૂંટણી, ભાજપનો ગઢ અકબંધ રહેશે કે કોંગ્રેસ કરશે ઉલટફેર?
  • July 19, 2026

Manjalpur By-election: ગુજરાતના રાજકીય ક્ષિતિજ પર જ્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પડઘા પાડી રહી છે, ત્યારે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી એક મહત્વપૂર્ણ કસોટી બનીને સામે આવી છે. ભાજપના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 4 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 6 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 11 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!