
Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા લોકો આગાળ મોટા મોટા ભાષણો કરી ભોળવી દેવામાં માહિર બની ગઈ હોય તેવુ એક તત્કાલિન ગુજરાત મુખ્યમંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો સામે આવ્યું છે. જેના પરથી જણાઈ રહ્યું છે.
“ગરીબ કલ્યાણ મેળા”ના મોટા આંકડા પણ પરિણામ સૂન્ય?
ગુજરાતના સરહદી ઉત્તર ગુજરાત વિસ્તારમાં ગરીબીના પ્રશ્નને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર દ્વારા ગરીબી દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે અને 560થી વધુ “ગરીબ કલ્યાણ મેળા” યોજાઈ ચૂક્યા છે. આ મેળાઓમાં અબજો રૂપિયાની સહાય, લાભ અને યોજનાઓની જાહેરાતો કરવામાં આવી હોવા છતાં ગરીબીનો અંત હજુ સુધી આવ્યો નથી. જેના દસ્તાવેજી ખોળસો તો તમને પુરાવા પણ મળી જશે.જેના પગલે લોકો સવાલો કરતા પણ થયા છે.
રૂપિયાનો ધૂમાડો, ગરીબીમાં વધારો!
વિરોધ પક્ષો અને સમાજના અનેક વર્ગોનો પ્રશ્ન એ છે કે, જો એટલા બધા મેળા, યોજનાઓ અને અબજો રૂપિયાનો ખર્ચ થયો છે, તો ગરીબી કેમ દૂર થઈ નથી? ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ લગભગ 20 લાખ લોકો ગરીબીની રેખા નીચે જીવન જીવી રહ્યા છે.
ગરીબી દૂર કરવા 560 ગરીબ કલ્યાણ મેળા કરીને અબજો રૂપિયા ઉડાવી દીધા, તો ગરીબી કેમ દૂર ન થઈ?
ઉત્તર ગુજરાતના વડાપ્રધાન, દેશના ગૃહપ્રધાન, મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, વિધાનસભા અધ્યક્ષ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, 8 પ્રધાનો, પ્રદેશ પ્રમુખ છતાં ઉત્તર ગુજરાતમાં 20 લાખ લોકો ગરીબીના ખપ્પરમાં. pic.twitter.com/WnLIVG6Dte— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) October 26, 2025
નેતાગીરીમાં અવ્વલ પણ કામગીરીમાં…!
વિચારવા જેવી વાત એ છે કે ઉત્તર ગુજરાતે દેશને અનેક મોટા નેતાઓ આપ્યા છે, દેશના વડાપ્રધાન, ગૃહપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહપ્રધાન, વિધાનસભાના અધ્યક્ષ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, 8 પ્રધાનો અને પ્રદેશ પ્રમુખ જેવા અગ્રણીઓ ઉત્તર ગુજરાતમાંથી આવે છે. છતાંયે આ પ્રદેશમાં ગરીબીનો ખપ્પર યથાવત્ રહ્યો છે.
વાસ્તવિક લાભ તળિયાના વર્ગ સુધી પહોંચતો નથી?
સ્થાનિક લોકો અને વિશ્લેષકોનું કહેવું છે કે યોજનાઓની જાહેરાતો તો ઘણીઘણી થાય છે, પરંતુ તેનો વાસ્તવિક લાભ તળિયાના વર્ગ સુધી પહોંચતો નથી. રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે પૂરતી સુવિધાઓ ન હોવાને કારણે ગરીબીનો ચક્ર તૂટતું નથી. આ પ્રશ્ન હવે માત્ર આંકડાનો નથી, પરંતુ માનવ જીવન અને સામાજિક સમાનતાનો છે. અબજો રૂપિયા અને અનેક યોજનાઓ છતાં જો ગરીબોને જીવનસ્તર સુધારવામાં મદદ ન મળી રહી હોય, તો સ્પષ્ટ છે કૌભાંડનો પણ કદાચ પાર નહી હોય.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા








