ગુજરાતમાં ભાજપ શાસનમાં વ્યાપક ભ્રષ્ટાચાર!’નલ સે જલ’ યોજનામાં કરોડો રૂપિયાનું ધુપ્પલ! જવાબદારો બિન્દાસ

  • Gujarat
  • November 12, 2025
  • 0 Comments

GUJARAT NEWS | એક સમયે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે નારો લગાવ્યો હતો કે “હું ખાતો નથી અને ખાવા દેતો નથી!”આ એક વાક્યથી સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાત ઉઠ્યા હતા અને લોકોને લાગ્યું કે હવે દેશમાંથી ભ્રષ્ટાચાર કાયમ માટે દૂર થઈ જશે પણ આજે એવું જરૂર લાગે કે દેશ ત્યાંનો ત્યાંજ છે ઉલ્ટાનો ભ્રષ્ટાચાર વધ્યો છે જ્યાં જુઓ ત્યાં પૈસા આપ્યા વગર કામ થતા નથી અને વિકાસના કામોમાં પણ નેતાઓ અને તેમના મળતીયાઓ કરોડો રૂપિયા ખાઈ જાય છે, તાજેતરમાં ગુજરાતમાં મહીસાગર જીલ્લામાં  ‘નલ સે જલ’ યોજનામાં થયેલાં ભ્રષ્ટાચારનો રેલો રાજ્યના અન્ય જિલ્લા સુધી પ્રસર્યો છે ત્યારે થાય કે બધેજ કાગડા કાળા છે.

નાગરિકો માટે દરેકના ઘર સુધી નળ દ્વારા પીવાનું શુઘ્ધ પાણી પહોચાડવા માટેની ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછળી ચુક્યો છે. ખુદ ગુજરાત સરકારે પણ વિધાનસભામાં કબૂલવુ પડ્યું હતું કે હા આ વાત સાચી છે અને મહીસાગર ઉપરાંત ખેડા, બનાસકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જીલ્લામાં પણ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયા છે અને  કુલ 16 ફરિયાદો મળી ચુકી છે.

આ જીલ્લામાં રૂા.96 કરોડનો સરકારી ખર્ચ કરાયો હોવાનું રેકોર્ડ ઉપર હોવા છતાં લોકોના ઘર સુધી શુઘ્ધ પાણી પહોંચી શક્યુ નથી તો સવાલ થાય કે 96 કરોડ કોના ખિસ્સામાં ગયા?

નલ સે જલ યોજનામાં ગુજરાતમાં થયેલા ભ્રષ્ટાચારને લઇને હવે દેશભરના જુદા જુદા રાજ્યોમાં પણ તપાસ ચાલુ કરવામાં આવી હોવાની વાત છે. ગુજરાતમાં હાલ સીઆઇડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે જેમાં નેતાઓના મળતિયા કોન્ટ્રાકટર, તલાટી અને સરપંચોની ભૂમિકાની તપાસ કરાઈ રહી છે પણ બીજી તરફ રાજકીય પક્ષો સાથે નાતો ધરાવતાં હોવાથી સરકારે તપાસમાં ઢીલાશ દાખવી હોવાની વાતો પણ ચર્ચામાં છે.

દરમિયાન, કેન્દ્રની સૂચનાને પગલે ગુજરાતમાં ટીમોએ થર્ટ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યુ હતું જેમાં એવી તથ્યો બહાર આવ્યા કે, ઘર પાસે નળ તો લગાવાયાં છે પણ પાણીની પાઇપ જ નખાઇ નથી.

આ કામો થયાં વિના જ મળતિયા કોન્ટ્રાકટરોને નાણાં ચૂકવી દેવાયા હોવાની વાત સામે આવી છે.

આ ગેરરીતીને લઈ કામો થયા વગર સરકારી તિજોરી પર ભારણ વધ્યું હોવાની હકીકત સામે આવી છે ત્યારે વિકાસ કોનો થયો તે વાત મહત્વની બની રહી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 4 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 5 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 7 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?

  • August 10, 2026
  • 7 views
Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?