Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

  • India
  • November 9, 2025
  • 0 Comments

Rajasthan:  ભારતીય સેનાની લશ્કરી કવાયત દરમિયાન એક મિસાઈલ લક્ષ ચુકી જતાં રાજસ્થાનના જેસલમેર જિલ્લાના લાઠી વિસ્તારમાં આવેલા ભદરિયા ગામમાં પડતા ભારે અફરા તફરી મચી ગઇ હતી અને ગામલોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો જોકે,સદનસીબે આ મિસાઇલ ગામ બહારના ભાગે પડતાં જાનહાની ટળી હતી.

સેનાની એક મિસાઇલ તેના નિર્ધારિત લક્ષ્યથી ભટકી ગઈ અને ભદરિયા ગામમાં પડી ત્યારે ભયનો માહોલ ફેલાયો હતો.આ મિસાઇલ જમીનથી હવામાં પ્રહાર કરતી સિસ્ટમથી છોડવામાં આવી હતી,પરંતુ ટેકનિકલ ખામીને કારણે તે તેના નિર્ધારિત લક્ષ્યથી ભટકી ગઈ અને નજીકમાં 3000ની વસ્તી ધરાવતા ભદરિયા ગામની સીમહદમાં પડી હતી.જ્યારે ગામમાં મિસાઈલ પડી ત્યારે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો જેનાથી ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

અહેવાલો અનુસાર, લાઠી વિસ્તારમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તાલીમ કવાયત યોજાઈ હતી,આ કવાયતનો ઉદ્દેશ્ય જમીનથી હવામાં પ્રહાર કરતા લક્ષ્યને નિશાન બનાવવાનો હતો, પરંતુ મિસાઇલ તેનું લક્ષ્ય ચૂકી ગઈ અને નિયંત્રણ બહાર થઈ ગઈ અને ભદરિયા ગામની સીમમાં પ્રચંડ વિસ્ફોટ સાથે પડી હતી જેના કારણે ભદરિયા સહિત આસપાસના ગામોનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને ધૂળ અને ધુમાડાના ગોટા ઉડતા ગામલોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતુ સદનસીબે ગામની સીમમાં જ્યાં મિસાઈલ પડી ત્યાં કોઈ હાજર નહિ હોવાથી જાનહાની ટળી હતી જો આજ મિસાઈલ ગામના રહેણાંક વિસ્તારમાં પડી હોતતો મોટી જાનહાની થઈ શકતી હતી.આ ઘટના શનિવારે સાંજે 4 વાગ્યે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બની હતી.

માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સેનાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને મિસાઇલના કેટલાક મળી આવેલા ટુકડાને એકત્ર કરીને એક પિકઅપ ટ્રકમાં લોડ કરીને ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં લઈ જવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે મિસાઇલની માર્ગદર્શન પ્રણાલીમાં ટેકનિકલ ખામી સર્જાતા મિસાઇલ તેનું નિર્ધારિત લક્ષ ચુકી ગઈ હતી જોકે,તેના કારણો શોધવાનું ચાલુ છે પણ આસપાસના ગામલોકોમાં આ ઘટના ભારે ચર્ચાસ્પદ બની હતી.

આ પણ વાંચો:

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય