chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

  • Gujarat
  • November 9, 2025
  • 0 Comments

chhotaudepur:આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભાજપના ઘણા નેતાઓ તેમને ડરાવી-ધમકાવીને પાર્ટીમાં જોડવાના પ્રયત્નો કરી રહ્યા છે.  તેમણે કહ્યું કે, 15 નવેમ્બરે ભાજપમાં જોડવાનો ટાર્ગેટ છે, પરંતુ આ ષડયંત્ર કામયાબ થશે નહીં,” તેમણે કહ્યું. આદિવાસી વિસ્તારના આગેવાન તરીકે તેઓએ સ્પષ્ટ કહ્યું, “હું આદિવાસીનો દીકરો છું, ક્યારેય ભાજપમાં જઈશ નહીં.”

AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

કવાંટ તાલુકાના આથાડુંગરી ખાતે AAP ગુજરાત જોડો જનસભામાં હજારોની ભીડ ઉમટી. ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ભાજપ, કોંગ્રેસ અને BTPના 8,000 થી વધુ નેતાઓ-કાર્યકર્તાઓ AAPમાં જોડાયા. તેમાં ભાજપના પૂર્વ સરપંચ તરણસિંહ રાઠવા 5,000 કાર્યકરો સાથે, BTPના પુનિયાભાઈ રાઠવા 2,000 સાથે અને કોંગ્રેસના અનેક આગેવાનોનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા અને પ્રભારી વિનુભાઈ રાઠવાની હાજરીમાં આ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો.

ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે મને અનેક વાર જેલમાં મોકલ્યો, પરંતુ હું ડરતો નથી. ૩૫ વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવાના ગામમાં પણ રસ્તા નથી બનાવ્યા. 2024ની લોકસભા ચૂંટણીમાં લોકોને ગેરમાર્ગે દોરીને અને મતદાર યાદીમાં ચીટિંગ કરી 86,000 મતથી જીત મેળવી.” તેમણે કહ્યું કે, PM મોદી ડેડીયાપાડા આવીને તેમની વૈચારિક લડત દબાવવા માંગે છે.આગામી તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપના ‘સુપડા સાફ’ થશે, તેમ જણાવી. “આવનારા સમયમાં 1 લાખ ભાજપ કાર્યકર્તાઓ અને વધુ સરપંચો AAPમાં જોડાશે,” તેમણે દાવો કર્યો. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, પાણી, રસ્તા અને રોજગારીની માંગ કરી. સરકારના રુ. 10,000 કરોડના પેકેજનેલોલીપોપ‘ કહી, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી, વીમા યોજના અને પંજાબ જેવું રુ.50,000 પ્રતિ હેક્ટર વળતરની માંગ કરી. તેમજ “ગરીબોને હેરાન કરવાની યોજના છે,” તેમ જણાવી તેમણે સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો:

 Gandhinagar:ગુજરાત ATSની મોટી સફળતા,અડાલજ પાસેથી ત્રણ આતંકીની ધરપકડ

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 4 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 6 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 9 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 11 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ