Bihar elections : બિહારમાં બીજા તબક્કાનું 122 બેઠકો ઉપર થશે મતદાન,1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે મતદારો

  • India
  • November 8, 2025
  • 0 Comments

Bihar elections : બિહાર વિધાનસભા ચૂંટણીનું હવે બીજા તબક્કાનું મતદાન આગામી તા.૧૧ નવેમ્બરના રોજ થશે.પ્રથમ તબક્કામાં ૧૨૧ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ, મતદારો હવે તા.૧૧ નવેમ્બરના રોજ 18 જિલ્લાઓની 122 બેઠકો પર 1,302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.રાજકીય પક્ષોએ આ મતવિસ્તારોમાં તેમની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે, અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.બીજા તબક્કામાં ઉત્તર પ્રદેશની સરહદે આવેલા સીમાંચલ પ્રદેશ તેમજ ચંપારણ પટ્ટા અને મિથિલા ક્ષેત્રમાં મતદાન થશે.

પ્રથમ તબક્કામાં નીતિશ કુમાર અને જીતન રામ માંઝી માટે NDAની વિશ્વસનીયતાની કસોટી હતી, જ્યારે બીજા તબક્કાને ભાજપની સાચી કસોટી માનવામાં આવે છે.
RJD અને કોંગ્રેસનો સમાવેશ કરતા મહાગઠબંધનને પોતાની તાકાત સાબિત કરવી પડશે, જ્યારે અસદુદ્દીન ઓવૈસીના AIMIM સામે સીમાંચલમાં પોતાની વિશ્વસનીયતા જાળવી રાખવાનો પડકાર રહેશે. 2020ની ચૂંટણીમાં ઓવૈસીએ આ તબક્કામાં જ બેઠકો જીતીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

બીજા તબક્કામાં, ૧૮ જિલ્લાઓની ૧૨૨ બેઠકો માટે મતદાન થશે. આમાં ગયા જિલ્લાની ૧૦, કૈમુરમાં ૪, રોહતાસમાં ૭, ઔરંગાબાદમાં ૬, અરવલમાં ૨, જહાનાબાદમાં ૩, નવાદામાં ૫, ભાગલપુરમાં ૭, બાંકામાં ૫, જમુઈમાં ૪, સીતામઢીમાં ૮, શિવહરમાં ૧, મધુબનીમાં ૧૦, સુપૌલમાં ૫, પૂર્ણિયામાં ૭, અરરિયામાં ૬, કટિહારમાં ૭ અને કિશનગંજમાં ૪ વિધાનસભા બેઠકો તેમજ પૂર્વ ચંપારણમાં ૧૨ અને પશ્ચિમ ચંપારણમાં ૯ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

બીજા તબક્કા માટે રાજકીય પક્ષોએ પ્રચારને તેજ બનાવ્યો છે. મહાગઠબંધને મુખ્યત્વે સીમાંચલ અને મિથિલાંચલ મતવિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે,જ્યારે NDA એ યુપી સરહદ અને ચંપારણ પટ્ટામાં પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. મતદાનના દિવસે સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે વહીવટીતંત્રે ખાસ વ્યવસ્થા પણ કરી છે.

આમ, બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના બીજા તબક્કામાં તા. 11 નવેમ્બરે 18 જિલ્લાઓની 122 બેઠકો માટે મતદાન થનાર છે, જેમાં NDAને મહાગઠબંધનનો પડકાર અને સીમાંચલમાં ઓવૈસીની વિશ્વસનીયતા દાવ પર લાગી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

UP news: “હિમાંશુ તેનો મેનેજર છે, તે બે વર્ષથી તેની સાથે રહે છે “યુટ્યુબર વંશિકાની માતાનો ખુલાસો

Amul Milk: તમારા ઘરે કેવું દૂધ આવે છે?, અમૂલ દૂધની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યો તો ડોક્ટર સામે FIR

UP: લગ્નને 8 વર્ષ, 3 બાળકોની માતા, છતાં મેરઠની કાજલ ખૂની બની, જાણો કેમ પતિને કેમ પતાવી દીધો?

Gujarat politics: સરકાર હવે સવાલોથી બચવા માટે સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયામાં કરે છે?

Related Posts

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ
  • August 1, 2026

Bhopal Water Contamination: ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોના ચાર સંગઠનોએ શુક્રવારે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ભોપાલ નગર નિગમ (BMC) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સંગઠનોનું કહેવું છે કે પરિત્યક્ત યુનિયન કાર્બાઇડ…

Continue reading
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો
  • August 1, 2026

CJP Protest Women Targeted: નીટ પેપર લીક મુદ્દે જંતર-મંતર ખાતે યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શનને કેન્દ્ર સરકારના આશ્વાસન અને તત્કાલીન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સમાપ્ત કરવામાં આવ્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ