US: અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબા શટડાઉનનો 43મા દિવસે આવ્યો અંત,ઠપ્પ પડેલી સરકારી કામગીરી પુનઃ શરૂ થશે

  • World
  • November 13, 2025
  • 0 Comments

US:  અમેરિકામાં આખરે સૌથી લાંબા શટડાઉનનો 43 દિવસ બાદ અંત આવતા દેશનું અર્થ તંત્ર ફરથી ધમધમતું થશે.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 222-209 મતોથી આ ખર્ચ બિલ પસાર કર્યું હતું.હવે,આ બિલને અંતિમ મંજૂરી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મહોર લાગતાં જ ઐતિહાસિક શટડાઉન સત્તાવાર રીતે સમાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે સ્પેન્ડિંગ બિલ પસાર કરવા ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને વિપક્ષી પાર્ટી, ડેમોક્રેટ્સના છ સાંસદોના મતોની જરૂર હતી. અંતે છ ડેમોક્રેટ્સે રિપબ્લિકન-નેતૃત્વવાળા બિલને ટેકો આપ્યો અને તેની તરફેણમાં મતદાન કરતા બિલ પસાર થઈ શક્યુ છે.જોકે,બંને પક્ષો વચ્ચે કેટલાક મુદ્દાઓ ઉપર સમજૂતી થઈ છે,જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રએ શટડાઉન દરમિયાન છૂટા કરાયેલા તમામ સરકારી કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખવના રહેશે.ફેડરલ કર્મચારીઓને તેમના બાકી પગારની ખાતરી આપવામાં આવશે અને તેની ચૂકવણી કરવામાં આવશે.

આ ખર્ચ બિલ જાન્યુઆરી સુધી સરકારને ભંડોળ પૂરું પાડવા માટે રજૂ કરવામાં આવ્યું છે. જો કે, આ ડીલમાં મોટાભાગના ડેમોક્રેટ્સની મુખ્ય માંગણીઓમાં ગેરંટીકૃત આરોગ્ય વીમા સબસિડીનો વધારો, સામેલ નથી. ડેમોક્રેટિક પાર્ટી આ માંગ પર ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જ્યારે ટેક્સ ક્રેડિટ પર મતદાન થશે ત્યારે ફરીથી ભાર મૂકશે.

યુએસમાં શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ સંસદ (કોંગ્રેસ) સરકારી વિભાગો ચલાવવા માટે બજેટ અથવા ભંડોળ બિલ સમયસર પસાર કરવામાં નિષ્ફળ જાય છે.જોકે,હાલ પૂરતું ભંડોળ મળતાં સરકારી કામગીરી પુનઃસ્થાપિત થઈ છે,પરંતુ જાન્યુઆરીમાં નવું બજેટ પસાર કરવા માટે બંને પક્ષો વચ્ચે ફરી સંઘર્ષ થવાની શક્યતા છે.

◆શટડાઉનથી દેશમાં શુ અસરો થાય છે?

●સરકારી કચેરીઓમાં કામકાજ અટકી જાય છે.

●લાખો સરકારી કર્મચારીઓને પગાર વિના રજા પર મોકલવામાં આવે છે.

●પાસપોર્ટ પ્રક્રિયા, વિઝા પ્રક્રિયા, સંગ્રહાલયો, સંશોધન પ્રોજેક્ટ્સ, રાષ્ટ્રીય ઉદ્યાનો વગેરે જેવી ઘણી આવશ્યક સેવાઓ ઠપ્પ થઈ જાય છે.

જોકે, સંરક્ષણ, પોલીસ, હવાઈ ટ્રાફિક અને તબીબી કટોકટી જેવી આવશ્યક સેવાઓ કાર્યરત રહે છે.

◆શટ ડાઉનથી કેટલું નુકસાન થઈ શકે છે?

●અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થાય છે.

●જાહેર મુશ્કેલીઓ વધે છે.

●સરકાર અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ વધતો જાય છે.

◆૧૯૮૧ થી અત્યાર સુધી કુલ ૧૬ શટડાઉન આવ્યા, જાણો ક્યારે ક્યારે?

●૧૯૮૧ થી ૨૦૨૫ ની વચ્ચે, યુનાઇટેડ સ્ટેટ્સમાં કુલ ૧૬ શટડાઉન થયા છે.
શરૂઆતમાં, આ શટડાઉન સામાન્ય રીતે ૧-૩ દિવસ ચાલતા હતા. જો કે, સમય જતાં તેમની આવર્તન અને અવધિમાં વધારો થયો છે. ૧૯૮૧ થી અત્યાર સુધી ક્યારે શટડાઉન થયું તે જાણો:

●નવેમ્બર ૧૯૮૧ માં ૨ દિવસ માટે શટડાઉન

●સપ્ટેમ્બર ૧૯૮૨ માં ૧ દિવસ માટે શટડાઉન

●ડિસેમ્બર ૧૯૮૨ માં ૩ દિવસ માટે શટડાઉન

●નવેમ્બર ૧૯૮૩ માં ૩ દિવસ માટે શટડાઉન

●સપ્ટેમ્બર ૧૯૮૪ માં ૨ દિવસ માટે શટડાઉન

●ઓક્ટોબર ૧૯૮૪ માં ૧ દિવસ માટે શટડાઉન

●ઓક્ટોબર ૧૯૮૬ માં ૧ દિવસ માટે શટડાઉન

●ડિસેમ્બર ૧૯૮૭ માં ૩ દિવસ માટે શટડાઉન

●ઓક્ટોબર ૧૯૯૦ માં ૫ દિવસ માટે શટડાઉન

●નવેમ્બર ૧૯૯૫ માં ૨૧ દિવસ માટે શટડાઉન

●ડિસેમ્બર ૧૯૯૫ માં ૧૬ દિવસ માટે શટડાઉન

●સપ્ટેમ્બર ૨૦૧૩ માં ૩ દિવસ માટે શટડાઉન

●જાન્યુઆરી ૨૦૧૮ માં ૧ દિવસ માટે શટડાઉન

●ફેબ્રુઆરી ૨૦૧૮ માં શટડાઉન ૧ દિવસ માટે

●ડિસેમ્બર ૨૦૧૮ માં ૩૫ દિવસ માટે

●૧૬મું શટડાઉન ૧ ઓક્ટોબરથી શરૂ થયું હતું અને આજે સમાપ્ત થયું.

◆અમેરિકાનું સૌથી લાંબુ શટડાઉન

હાલનું શટડાઉન અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબુ છે. તે ૪૩ દિવસ સુધી ચાલ્યું છે. અગાઉનું સૌથી લાંબુ શટડાઉન ૨૨ ડિસેમ્બર, ૨૦૧૮ થી ૨૫ જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ૩૫ દિવસનું હતું. આ શટડાઉન ટ્રમ્પના પાછલા કાર્યકાળ દરમિયાન પણ થયું હતું. તેનું કારણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા મેક્સિકન સરહદ પર દિવાલ બનાવવા માટે ૫.૭ બિલિયન ડોલરના ભંડોળની માંગ હતી, જેને ડેમોક્રેટ્સે નકારી કાઢી હતી.

આ સરકારી શટડાઉનને કારણે આશરે ૮૦૦,૦૦૦ ફેડરલ કર્મચારીઓ પગાર વગર અથવા રજા પર રહ્યા. એરપોર્ટ સુરક્ષા તપાસ ધીમી પડી ગઈ, સરકારી ડેટા રિલીઝમાં વિલંબ થયો અને ઘણી સરકારી સેવાઓ પર ભારે અસર પડી. શટડાઉનને કારણે અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થયું અને જનતાને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 3 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 3 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 8 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 7 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

  • September 19, 2026
  • 10 views
SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

  • September 19, 2026
  • 11 views
Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ