
Rohini Acharya:બિહારમાં RJDની ભૂંડી હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં પણ ફૂટ પડી છે અને આ બધા વચ્ચે હવે લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ રાષ્ટ્રીય જનતા દળ અને તેમના પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે,તેમણે સોશિયલ મીડિયા સાઇટ X પર આ જાહેરાત કરતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે.
https://x.com/ANI/status/1989632392081154076?t=xfLg-5xZLAFeJEoCU-NJ6w&s=08
સાથેજ એક પોસ્ટમાં,તેમણે રાજ્યસભા સાંસદ સંજય યાદવનો ઉલ્લેખ કરતા કહ્યું, “હું બધો દોષ મારા પર લઈ રહી છું.”રોહિણીએ લખ્યું, “હું રાજકારણ છોડી રહી છું અને મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહી છું. સંજય યાદવ અને રમીઝે મને આ કરવાનું કહ્યું, અને હું બધો દોષ મારા ઉપર લઈ રહી છું.”
આચાર્યની પોસ્ટ વિશે રસપ્રદ વાત એ છે કે તેણે શરૂઆતમાં ફક્ત રાજકારણ છોડવા અને તેના પરિવાર સાથેના સંબંધો તોડવા વિશે લખ્યું હતું,જો કે, પછીથી તેમાં સંજય યાદવ અને રમીઝના નામનો ઉલ્લેખ કરીને તેને એડિટ કરવામાં આવ્યુ હતું.મહત્વનું છે કેવિધાનસભા ચૂંટણી અગાઉ જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.
પરિણામે,પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી.
તેઓએ પણ તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ જ આરોપો લગાવ્યા હતા. એવામાં હવે તેજ પ્રતાપ યાદવ બાદ રોહિણીએ પણ સંજય યાદવનું નામ લઈ પરિવાર સાથે સંબંધ તોડતા આ મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો છે.
નોંધનીય છે કે થોડા વર્ષો પહેલા પિતા લાલુ પ્રસાદને પોતાની કિડનીનું દાન કરીને ચર્ચામાં આવેલા આચાર્યએ ગયા વર્ષે સારણથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા.એવી અટકળો ચાલી રહી હતી કે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવાથી તે નાખુશ હતી.જોકે, વિધાનસભા ચૂંટણી દરમિયાન તે તેજસ્વી યાદવ માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
રોહિણી આચાર્યના પાર્ટી અને પરિવાર સાથેના સંબંધો ખત્મ કરવાના નિર્ણયને પગલે બિહારના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે અને JDU એ આ મુદ્દા પર લાલુ પ્રસાદ યાદવ પર નિશાન સાધ્યું છે, અને તેમની રાજકીય નિષ્ફળતાના પરિણામે કૌટુંબિક ઝઘડાને જવાબદાર ઠેરવ્યો છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા






