Irregularities in Bihar elections: બિહાર ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિનો RJDનો દાવો,આંકડા જાહેર કરતા રાજકારણ ગરમાયુ!

  • India
  • November 21, 2025
  • 0 Comments

Irregularities in Bihar elections: બિહારના પરિણામોમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળ (RJD) દ્વારા આરોપો લગાવવામાં આવી રહયા છે ત્યારે RJDના X એકાઉન્ટ પોસ્ટમાં ત્રણ વિધાનસભા બેઠકો માટેના બેલેટ પેપર ડેટા જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિપક્ષને હરાવવાના ષડયંત્રના ભાગ રૂપે બેલેટ પેપર્સ રિજેક્ટ કરવામાં આવ્યા હતા.

હકીકતમાં, આ વખતે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં, ઘણી બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી.જેમાં મહાગઠબંધનના ઉમેદવારો નજીવા માર્જિગથી હાર્યા છે.જે ખૂબજ શંકાસ્પદ છે.

તેજસ્વી યાદવની આરજેડી દાવો કરી રહી છે કે અહીં પોસ્ટલ બેલેટ જાણી જોઈને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. જો આવું ન થયું હોત અને પ્રામાણિક પણે મતોની ગણતરી કરવામાં આવી હોત, તો મહાગઠબંધનના ઉમેદવાર આ બેઠકો જીતી શક્યા હોત.

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ની X-પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે “બળજબરીથી બેઈમાની” કરવામાં આવતા RJDને ઘણી બેઠકો ગુમાવવી પડી છે.

“પોસ્ટમાં લખ્યું છે, “બળજબરીથી બેઈમાની કરીને ગુમાવેલી બેઠકોના આઘાતજનક આંકડા!”નબીનગર વિધાનસભા: 𝐑𝐉𝐃 112 મતોથી હારી,113 પોસ્ટલ મતો રિજેક્ટ કરાયા.આગિયાઓન વિધાનસભા: 𝐂𝐌𝐏𝐈𝐋 95 મતોથી હારી,175 પોસ્ટલ મતો રિજેક્ટ કરાયા સંદેશ વિધાનસભા: 𝐑𝐉𝐃 27 મતોથી હારી,360 પોસ્ટલ મતો રિજેક્ટ કરાયા

આ પહેલી વાર નથી જ્યારે વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી પંચના કામ પર સવાલ ઉઠાવ્યા હોય. કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા એલાયન્સના અન્ય વિપક્ષી પાર્ટીઓ સતત “મત ચોરી”ના આરોપો લગાવી રહ્યા છે. એક આરજેડી નેતાએ તો એવો દાવો પણ કર્યો હતો કે બિહાર ચૂંટણી દરમિયાન ઈવીએમમાં ​​૨૫,૦૦૦ મત પહેલાથી જ પડી ચૂક્યા છે.

ચૂંટણી પંચે આ બધા આરોપોને ફગાવી દેતા કહ્યું કે ઈવીએમમાં ​​પહેલાથી જ મતદાન થઈ શકે તેવું અશક્ય છે. ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી, ઈસીઆઈ પારદર્શિતા સાથે કાર્ય કરે છે, તમામ રાજકીય પક્ષોને જરૂરી માહિતી પૂરી પાડે છે

આમ,હવે બેલેટ પેપરના મતો કેન્સલ કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપ લાગ્યા છે.

https://x.com/RJDforIndia/status/1991573280155955501?t=rCKYmDOzXB77XXUfRx5Acw&s=08

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 5 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો