Reliance will not buy crude from Russia: ટ્રમ્પની ધમકી બાદ ભારતની રિલાયન્સે રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાનું બંધ કર્યું! વ્હાઇટ હાઉસે કહ્યું ‘Good decision!’

  • Gujarat
  • November 24, 2025
  • 0 Comments

Reliance will not buy crude from Russia: ટ્રમ્પ વારંવાર દુનિયામાં કહેતા હતા કે ‘મને મારા મિત્રએ (મોદી)એ મને ખાત્રી આપી છે કે “અમે હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહિ ખરીદીએ!”

જોકે,ટ્રમ્પના નિવેદનનો ભારત સતત ઇન્કાર કરી રહ્યું હતું કે એવી કોઈ વાત થઈ નથી જેતે સમયે ભારતના વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટતા પણ કરી હતી કે બંને નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.MEA એ ભારપૂર્વક કહ્યું કે ભારતની ઊર્જા નીતિ માત્ર રાષ્ટ્રીય હિતો પર આધારિત છે.જોકે, હવે જે પ્રમાણે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે તેમાં હવે રશિયા પાસેથી ક્રૂડઑઇલની ખરીદી ઘટી છે અને લગભગ બંધ થવા ઉપર છે. આ બધા વચ્ચે લેટેસ્ટ અહેવાલો એ છે કે હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ ગુજરાતના જામનગર ખાતે આવેલી રિફાઇનરી માટે રશિયાથી આયાત થતા ક્રૂડઑઇલના મોટા જથ્થાની ખરીદી બંધ કરી દીધી છે.

આ માટેના કારણમાં રિલાયન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આગામી તા.21 જાન્યુઆરી, 2026થી ઉત્પાદનો ઉપર આયાત પ્રતિબંધ લાગુ થશે, તેનું પાલન કરવા માટે અમે અગાઉથી જ નિર્ધારિત સમય પહેલાં જ આ ફેરફાર કર્યો છે.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ રશિયાની અગ્રણી ઑઇલ કંપનીઓ રોસનેફ્ટ તથા લુકોઇલ ઉપર પ્રતિબંધ લાદ્યા હતા, જે શુક્રવારથી લાગુ થઈ ચુક્યા છે. આ માટે પણ રિલાયન્સે આ પગલું લીધું હોવાનું મનાય છે.અલબત્ત,વ્હાઇટ હાઉસે રિલાયન્સનાં પગલાંની નોંધ લીધી છે અને વ્હાઇટ હાઉસનું નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે “અમે આ પરિવર્તનને આવકારીએ છીએ અને અમેરિકા-ભારત વેપારસંવાદમાં સાર્થક પ્રગતિની આશા રાખીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં યુક્રેન-રશિયા યુદ્ધ પહેલાં ભારત રશિયા પાસેથી તેની કુલ જરૂરિયાત સામે માંડ અઢી ટકા જેટલી આયાત કરતું હતું.જોકે, રશિયન ક્રૂડઑઇલ સસ્તું પડતું હોવાથી વર્ષ 2024-’25 દરમિયાન આ ખરીદી વધી ગઈ હતી અને 35.8 ટકા સુધી પહોંચી ગઈ હતી જેમાં ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રશિયન ક્રૂડઑઇલની સૌથી મોટી આયાતકર્તા બની ગઈ હતી દેશમાં રશિયન ક્રૂડઑઇલની આયાતમાં અડધો હિસ્સો રિલાયન્સ જ આયાત કરતું હતુ.

ગુજરાતના જામનગર ખાતે આવેલ રિફાઇનરી વિશ્વનું સૌથી મોટું ‘સિંગલ-સાઇટ કૉમ્પ્લેક્સ’ ધરાવે છે જેમાં નિકાસ તથા ઘરેલુ બજાર માટે એમ બે જુદા જુદા એકમ આવેલા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીમાં ક્રૂડઑઇલને રિફાઇન કરીને અનેક દેશોમાં નિકાસ થતી હતી.

ટ્રમ્પનું કહેવું છે કે ભારત રશિયન ઑઇલ તથા હથિયાર ખરીદીને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને પરોક્ષ રીતે મદદ કરી રહ્યું છે. ભારતે આ આરોપોને નકાર્યા હતા રશિયા પાસેથી ક્રૂડઑઇલ ખરીદવાને કારણે ભારત અને અમેરિકા વચ્ચેની વેપારમંત્રણા માટે ગંભીર અવરોધ ઊભા થયા હતા પણ હવે ભારતની મોટા ભાગની રિફાઇનરીઓ દ્વારા ડિસેમ્બર મહિના માટેનો રશિયન ક્રૂડઑઇલ ખરીદવાનો કરાર ટાળ્યું છે તેમાંય રિલાયન્સે પ્રતિબંધિત રશિયન કંપનીઓના ઑર્ડરમાં 13 ટકા ઘટાડો કર્યો છે.જ્યારે ઑક્ટોબર મહિના દરમિયાન સાઉદી અરેબિયાથી થતી આયાતમાં 87 ટકા અને ઇરાકથી થતી આયાતમાં 31 ટકાનો વધારો કર્યો છે.

મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઑગસ્ટ મહિનાથી ભારત ઉપર 50 ટકા ટેરિફ લાદ્યા છે,જેમાં રશિયન ક્રૂડઑઇલ તથા રશિયાના હથિયાર ખરીદવા માટે 25 ટકા ટેરિફ પણ સામેલ છે.આમ,અમેરિકાના ભારે દબાણ બાદ રશિયા સાથેના ભારતના વેપાર ઉપર અસર થઈ છે અને ક્રૂડ ઓઇલ ખરીદી બંધ કરીને અન્ય વિકલ્પ શોધી કાઢવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન
  • March 13, 2026

Congress: ઈરાન યુદ્ધને લઈ ભારતમાં હાલ ગેસની ભયાનક તંગી સર્જાઈ છે અને લોકો ઠેરઠેર કતારોમાં ઉભા રહ્યાના દ્રશ્યો જોવા મળી રહયા છે વડોદરામાં પણ આવી સ્થિતિ છે બીજી તરફ કેબિનેટ…

Continue reading
College Student: કોલેજ સ્ટુડન્ટસ યુવતીઓએ મોબાઈલના ChatGPT પર સર્ચ કર્યું ‘How to commit Suicide!’ અને પછી જે કર્યું તે જાણી ચોંકી જશો!
  • March 7, 2026

College Student: આજકાલના બાળકોને સમજવા ખૂબ અઘરા હોય છે અને અતિ વ્યસ્ત સમયમાં તેઓ શુ વિચારે છે? શું ઈચ્છે છે ? તેઓનું ફ્રેન્ડ સર્કલ શુ છે? ક્યાં જાય છે? મોબાઈલમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

  • March 13, 2026
  • 5 views
Congress: ભાજપની ‘સબ સલામત’ની ગુલબાંગો વચ્ચે ગેસ માટે લોકોની લાંબી લાઈનો લાગી! વિપક્ષે કર્યું વિરોધ પ્રદર્શન

Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

  • March 13, 2026
  • 3 views
Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો

Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

  • March 13, 2026
  • 4 views
Iran War: ઈરાનના નવા સુપ્રીમો મુજતબા ‘કોમા’માં સરી પડ્યા? ઈરાનના સુપ્રીમોની ગેરહાજરીમાં ‘સટીક’ રણનીતિ કોણ સંભાળી રહ્યું છે?

Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

  • March 13, 2026
  • 13 views
Tariff: “ટ્રમ્પ ગાંડો થયો!” ભારત ઉપર વધુ ટેરીફ ઝીંકવા ‘બહાના’ની શોધ શરૂ કરી!!

Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

  • March 12, 2026
  • 6 views
Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

  • March 12, 2026
  • 8 views
Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન