Police family opposes Jignesh Mevani: MLAજીગ્નેશ મેવાણીએ દારૂના અડ્ડા બંધ કરાવો નહીતો ‘પટ્ટા’ ઉતરી જશે! નિવેદન સામે પોલીસ પરિવાર લાલઘૂમ,કહ્યું ‘હવે તમે રાજીનામુ આપો!’

  • Gujarat
  • November 24, 2025
  • 0 Comments

Police family opposes Jignesh Mevani: ગુજરાતમાં દારૂબંધીનો અમલ થતો નથી અને દારૂ જોઈએ તેટલો મળી રહ્યો હોવાની વાત સાથે કોંગ્રેસે ઉપાડેલા અભિયાન દરમિયાન થરાદ જિલ્લામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)એ દારુ, ડ્રગ્સના વેચાણનો વિરોધ કરી થરાદ પોલીસ મથકમાં પોલીસ ઉપર ગંભીર આરોપ કરી ‘તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપુ’ તેમ કહી પોલીસના પટ્ટા ઉતરાવી દઈશ’ની ચીમકી આપતા મેવાણીના આ નિવેદન સામે પોલીસ પરિવારમાં આક્રોશ ફેલાયો છે અને પાટણ-પાલનપુર સહિત ઉત્તર ગુજરાતનાં અનેક શહેરોમાં અને કચ્છમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ ઉભો થયો છે અને જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈ જાહેરમાં માફી માંગવા સહિત તેમના રાજીનામાની માંગ ઊઠી છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે.

આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને દારૂના ખુલ્લેઆમ થઈ રહેલા વેચાણ મામલે સવાલો ઉઠાવી તે બંધ કરાવવા જણાવી પોતાની પાસે બુટલેગર અને પોલીસના વહીવટદારોનું લિસ્ટ હોવાનું જણાવી થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ ‘પટ્ટા તમારા છે, અમારા નહીં એટલે તમારા પટ્ટા ઊતરી જશે’ તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપુ આ નિવેદન બાદ પોલીસ પરિવારમાં આક્રોશ ફેલાયો છે.

પાલનપુર અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે વાવ-થરાદ જિલ્લામાં જનઆક્રોશ રેલી દરમિયાન ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે તેથી તેઓ જાહેરમાં માફી માંગે અને તેમના પદ પરથી રાજીનામું આપે.

ભુજ પોલીસ પરિવાર દ્વારા પણ આજે રેલી યોજવામાં આવી હતી આ રેલીમાં જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
જીગ્નેશ મેવાણી રાજીનામું આપે, પોલીસનું મોરલ ઉંચુ રહે, ગુજરાત પોલીસ જીંદાબાદ, પોલીસની નોકરી સંવિધાનથી મળી છે કોઈની ખેરાત નથી. જીગ્નેશ મેવાણી હાય હાયના બનેરો સાથે રેલી યોજવામાં આવી હતી. રેલી યોજી કલેન્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આમ,દારૂના અડ્ડા બંધ કરાવવા માટે જીગ્નેશ મેવાણી આકરા પાણીએ થતાં હવે પોલીસ પરિવાર પોલીસના સપોર્ટમાં આવ્યો છે અને જીગ્નેશ મેવાણીને માફી માંગી પદ ઉપરથી રાજીનામું આપવાની માંગ કરી રહયા છે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 4 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 5 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 5 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 6 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 6 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 5 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?