Bharuch Pollution: ભરૂચમાં ભયાનક પ્રદૂષણ!AQI 500ને પાર થતાં તંત્રમાં મચી દોડધામ,સામે આવ્યું આ કારણ! જાણી ચોંકી જશો

  • Gujarat
  • November 25, 2025
  • 0 Comments

Bharuch Pollution: આજકાલ દેશની રાજધાની દિલ્હી એર પોલ્યુશન માટે લાઇમ લાઇટમાં છે અને અહીં રહેવું દુસ્કર બની ગયું છે ત્યારે હવે ગુજરાતના ભરૂચમાં દિલ્હી કરતા પણ વધુ પ્રદૂષણનું સ્તર AQI 500 પાર કરી જતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને દોડધામ મચી હતી.

ભરૂચ કલેકટર કચેરી બહાર લગાવવામાં આવેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ડિસ્પ્લે બોર્ડ પર 500 AQI દર્શાવતાં શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હતો.ભરૂચમાં આમતો રોજના AQI 135થી 150 રહેતું હોય છે. પરંતુ આજે અચાનક હવાનું ઝેરી સ્તર AQI 500 પાર એટલે કે 513 થઈ જતા નાગરિકોમાં ભય ફેલાઈ ગયો હતો

જોકે,આવી સ્થિતિમાં લોકોમે ઘરમાં રહેવા અને આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ અપાય છે પરંતું આવી કોઈ સલાહ કે ચેતવણી નહી અપાતા આશ્ચર્ય ફેલાયું હતું દરમ્યાન નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને આ અંગે જાણ કરવામાં આવતા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ડિસ્પ્લે યુનિટમાં ટેક્નિકલ ખામી સર્જાતા AQI 513નાખોટા આંકડા ડિસ્પ્લે થઈ રહ્યા હોવાનું ખુલતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તંત્રએ AQI બોર્ડ લગાવનાર ખાનગી એજન્સીને તાત્કાલિક બોર્ડ રીપેર કરવાની સૂચના આપવામાં આવી હતી.વર્તમાન તપાસમાં હાલમાં AQI 135ની આસપાસ હોવાનું જણાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે AQI સ્તર હવાના પ્રદૂષણની ગુણવત્તા દર્શાવે છે જેમાં 0-50 ‘સારી’ હવા સૂચવે છે, જ્યારે 51-100 ‘મધ્યમ’ ગણાય છે. 101-200 ‘ખરાબ’, 201-300 ‘ખૂબજ ખરાબ’, 301-400 ‘ગંભીર’ અને 401-500 ‘અત્યંત ઝેરી’ હવા દર્શાવે છે, જે ગંભીર શ્રેણીમાં આવે છે.

AQI બોર્ડ હવામાંથી નાના કણોનો નમૂનો ખેંચી સેન્સર દ્વારા માપે છે. આ ડેટાને કમ્પ્યુટર મોડ્યુલ વાંચીને રીઅલ-ટાઇમ AQI મૂલ્ય ડિસ્પ્લે બોર્ડ પર બતાવે છે. આ ડેટા નેટવર્ક દ્વારા GPCB/પોલ્યુશન બોર્ડના સર્વર સુધી પણ મોકલાય છે. ક્યારેક ટેક્નિકલ ખામી, નેટવર્ક ઇશ્યૂ અથવા સેન્સર બ્લોક થવાથી ખોટા આંકડા પણ દેખાઈ શકે છે. જે આજે ભરૂચમાં જોવા મળ્યું હતું અને ખોટા આંકડા ડિસ્પ્લે થયા હતા.જોકે,સાચી હકીકત સામે આવતા લોકોમાં હાશકારો થયો હતો.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ
  • September 26, 2026

Dholka Chemical Water Pollution: ધોળકા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મુદ્દે સ્થાનિક ખેડૂતો અને અસરગ્રસ્ત લોકોનું આંદોલન 34 દિવસથી ચાલી રહ્યું છે. વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી…

Continue reading
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત
  • September 26, 2026

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ડમ્પર, ટ્રક, ક્રેન અને મિક્સર જેવા ભારે કમર્શિયલ વાહનો સાથે સંકળાયેલા અકસ્માતોના આંકડા માર્ગ સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે. રજૂ કરવામાં આવેલા અમદાવાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

  • September 26, 2026
  • 2 views
Dholka Chemical Water Pollution: ધોળકામાં 34 દિવસથી આંદોલન છતાં કેમિકલયુક્ત પાણી બંધ કેમ નહીં થયું? તંત્ર સામે મોટો સવાલ

Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

  • September 26, 2026
  • 3 views
Ahmedabad Heavy Vehicle Accidents: અમદાવાદમાં ભારે વાહનોનો કહેર, 5 વર્ષમાં 521 અકસ્માતોમાં 270 લોકોના મોત

Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

  • September 26, 2026
  • 3 views
Bardoli RTO License Without Test: બારડોલી RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સના કથિત સેટિંગનો ઓડિયો વાયરલ

Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

  • September 26, 2026
  • 6 views
Sonam Wangchuk Ladakh: લદ્દાખમાં દમનના આરોપો વચ્ચે સોનમ વાંગચુકનું મોટું નિવેદન, ‘ચીન પણ તિબેટમાં આવું નથી કરી રહ્યું’

Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

  • September 26, 2026
  • 7 views
Uttarakhand SIR: ઉત્તરાખંડ SIRમાં 95 હજારથી વધુ મતદારો અપાત્ર, 1.73 લાખ ફોર્મ 7 અરજીઓથી પ્રક્રિયા પર સવાલ

Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

  • September 26, 2026
  • 6 views
Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!