
Drugs News: ગુજરાતમાં મોદી CM બન્યાના બીજા વર્ષે 10 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું અને ત્યારથી આજસુધી મોટાપાયે ડ્રગ્સનો કારોબાર ચાલ્યો આવે છે અને હવે છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો કુલ 9,249.86 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.જેમાં 2021 થી 2024 સુધી માત્ર કચ્છમાંજ અદાણી સંચાલીત મુન્દ્રા પોર્ટ પરથી અંદાજિત 35,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.તમને જણાવી દઈએ કે,20 ડિસેમ્બર 2016 માં મુન્દ્રા પોર્ટ પરથી 1200 કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ, ત્યારબાદ એપ્રિલ 2021 માં 3120 કરોડ અને 15 સપ્ટેમ્બર 2021 માં 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ.અદાણી પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું અને 2024 સુધીમાં કુલ 35,000 કરોડ જેટલું ડ્રગ્સ ઝડપાયું છે.
દરિયા કિનારાને સુરક્ષા પુરી પાડવામાં નઘરોળ ભાજપ સરકારની બેદરકારીના કારણે ગુજરાતમાં આ જંગી ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે અને ગુજરાતનું યુવાધન નશાની કાળી દુનિયામાં બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં તેના અમલના નામે માત્ર ઠાલા હોંકારા પડકારાથી વધુ કંઈ નથી તેવા આક્ષેપો લાગ્યા છે અને ભાજપ સરકારે ગુજરાતને ડ્રગ્સનું પણ હબ બનાવી દીધું હોવાની વાત સામે આવી છે.
હેરોઈન, કોકેઈન, ગાંજો, અફીણ, પોષડોડા, મેફેડ્રોન ડ્રગ્સ આવે છે તે ક્યાંથી આવે છે? કોણ મોકલે છે? કોના સુધી પહોંચે છે?
ગુજરાતમાં ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. મોઘવારી, બેરોજગારી ઉપરાંત અન્ય કારણોસર સગીર વયના બાળકો, મહિલાઓને ડ્રગ્સની તસ્કરી માટે ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સર્વે અનુસાર ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે રાજ્યના ૧૭ લાખ ૩૫૦૦૦ પુરુષો ડ્રગ્સના બંધાણી જયારે ૧ લાખ ૮૫ મહિલાઓમાં પણ ડ્રગ્સની બંધાણી છે જે દર્શાવે છે ગુજરાતમાં કેટલી હદે ડ્રગ્સનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે.
The Gujarat Report ઉપર આ મુદ્દે ચર્ચા સચોટ વિશ્લેષણ માટે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલ.
આ વીડિયો જોવાનું ચૂકશો નહીં, પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






