
■મફતના ભાવે ખરીદી અને ત્રણ ઘણા ભાવે વેંચતા વચેટિયાઓની આખી ચેઇન ખેડૂતો માટે ઉધઈ બની ગઈ છે!
■બોટાદમાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતે મફતમાં ડુંગળી લોકોને વહેંચી દીધી
■ભાવનગર જિલ્લામાં કેળાનો ભાવ ન આવતા ખેડુતે પાક ઉપર JCB ફેરવી દીધું!
■આટલું ઉત્પાદન છતાં શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહયા છે:શું છે આ ખેલ? સરકારનું નિયંત્રણ કેમ નહિ?
The plight of farmers:ગુજરાતના ખેડૂતોની મહાદશા શરૂ થઈ હોય તેમ વચેટીયાઓના રાજમાં જાણે સમગ્ર રાજ્યમાં ભાવની અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે,વધુ ખર્ચ કરીને જ્યારે ખેડૂત પોતાની પાક જણસ વેચવા જાય ત્યારે ભાવ તળિયે જતા રહે અને તેજ માલ બજારમાં ત્રણ ઘણા ભાવે શાકભાજી વાળા વેંચતા હોવાની હકીકત હવે સામે આવી રહી છે,વડોદરા સહિતના મહાનગરમાં તમે જો શાકભાજી લેવા જશોતો ખ્યાલ આવશે કે વધુ ઉત્પાદન હોવાછતાં જનતાને લૂંટવામાં આવે છે અને બટાટા,ડુંગળી,ટમેટા,મરચાં,કોબી,ફ્લાવર,તુવેર,વટાણા કોઈપણ વસ્તુના ભાવો ઉતરતાજ નથી અને ગ્રાહકો પાસે વધુ ભાવ વસુલ કરવામાં આવી રહયા છે.
બીજી તરફ ખેડૂતોને ઓછા ભાવ મળતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ડૂંગળી અને કેળાના ભાવ તળીયે જતા રહ્યા છે પણ માર્કેટમાં વધુ છે.ડુંગળી પોતાના ખેતરમાં તૈયાર થતાં વેચવા ગયાતો તેનો ભાવ 3થી 4 રૂપિયા કિલો જણાવતા બોટાદના એક ખેડૂત મનસુખભાઈ મગનભાઈ પરમારે પોતાના 50 વીઘા જમીન વાવેલ ડૂંગળીના પાકને આટલા ઓછા ભાવમાં વેચવાનો બદલે લોકોને મફતમાં વહેંચવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ અને સોસિયા ગામની નજીક ખેડૂતોએ કેળાના પોષણક્ષમ ભાવ ન મળતાં 15 વીઘા પાક પર JCB ચલાવીને નાશ કરી નાખ્યો છે.
આ ઘટનાઓએ રાજ્યના ખેડૂત સમુદાયમાં ભારે રોષ અને હતાશા નું ઉદાહરણ છે, જે કૃષિ ક્ષેત્રે પ્રવર્તી રહેલી વાસ્તવિક સ્થિતિ સૂચવે છે.ખેડુતોને ઓછા ભાવ આપવાના અને બજારમાં વધુ ભાવ લઈ જનતા અને ખેડૂતોને લૂંટવાનો આખો ધંધો થઈ ગયો છે જે આખી ચેઇન કામ કરી રહી હોવાનું જણાય રહ્યું છે.ખરેખરતો જેણે ખર્ચ કરી પાક ઉત્પાદન કર્યું હોય તે ખેડૂતને ફાયદો થવો જોઈએ પણ એવું થતું નથી અને કોઈ ત્રીજી પાર્ટીજ કમાઈ રહી છે.જેઓએ ઓછા ભાવે ડુંગળી વેચવા કરતા મફતમાં આપી દેવી સારી તેવું માની મફતમાં ડુંગળી લોકોને આપી દેનારા ખેડૂત મનસુખભાઈ પરમારે આ વર્ષે 50 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેમાં એક વીઘાનો ખર્ચ લગભગ 25,000 રૂપિયા આવ્યો હતો. પરંતુ માવઠાને કારણે પાકને નુકસાન થયું અને નિકાસ પરના પ્રતિબંધોને કારણે બજારમાં ડુંગળીના ભાવ 3-4 રૂપિયા કિલોના ભાવે આવી ગયા છે.
મનસુખભાઈનું માનવું છે કે, આ ભાવે તો ખર્ચ પણ નીકળતો નથી. ખેતમજૂરોની મજૂરી નિકળતી નથી,તેથી અમે નક્કી કર્યું કે ડુંગળી કાઢીને લોકોને મફતમાં આપી દઈએ જેથી લોકો જે બજારમાં મોંઘુ ખરીદી રહયા છે તેમનેતો લાભ થાય જેથી તેમના ખેતર પર મોટી સંખ્યામાં મફતમાં ડુંગળી લેવા આવી રહયા છે.આવી સ્થિતિ છે ત્યારે ખેડૂતો કેવી રીતે ટકી શકે?”
આવી જ રીતે ભારતમાં ડુંગળીના કિસ્સામાં મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ સમાન સમસ્યા જોવા મળી છે, જ્યાં સપ્ટેમ્બર 2025માં ખેડૂતોએ ભાવ ક્રેશને કારણે આંદોલન કર્યું હતું. ત્યાં ડુંગળીના ભાવ 800-1000 રૂપિયા ક્વિન્ટલ સુધી પડી ગયા હતા, જે ઉત્પાદન ખર્ચ કરતાં નીચા હતા. પુણેમાં એક ખેડૂતે વરસાદથી ખરાબ થયેલી 7.5 ક્વિન્ટલ ડુંગળી માટે માત્ર 664 રૂપિયા મળ્યા હતા, જ્યારે ખર્ચ 66000 રૂપિયા થયો હતો. આ પેટર્ન ગુજરાતમાં પણ ફરી વાર જોવા મળી રહી છે.
બીજી તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કેળાની ખેતી કરતા ખેડૂતોની સ્થિતિ આવીજ છે અહીં અલંગ અને સોસિયા ગામ સીમમાં એક ખેડૂતે પોતાના 15 વીઘા જમીનમાં કેળાનું ઉત્પાદન કર્યું અને જ્યારે વેચવાનો સમય આવ્યો ત્યારે પોષણક્ષમ ભાવ ન મળતાં તેઓ હતાશ થઈ ગયા અને JCBથી તૈયાર પાકનો નાશ કરી નાખ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે હાલમાં ખેડૂત સમુદાયમાં ભારે આક્રોશ છે.
આવીજ એક ઘટના સપ્ટેમ્બર 2025માં જેસર તાલુકામાં પણ આવી જ ઘટના બની હતી, જ્યાં એક ખેડૂતે 10 વીઘા કેળાનો પાક JCB થી નાશ કર્યો,તળાજા, મહુવા, જેસર અને ગારીયાધાર જેવા તાલુકાઓમાં કેળાના ભાવ 60થી 100 રૂપિયા ક્વિન્ટલ સુધી આવી ગયા છે, જે ઉત્પાદન ખર્ચ કરતાં નીચા છે.
આમ,ખેડૂતોનું અનાજ હોય કે શાકભાજી કે કોઈપણ ઉત્પાદનને નીચા ભાવે લેવું અને મોંઘા ભાવે વેચવું આ એક આખી ચેઇન જોવા મળી રહી છે ત્યારે જેઓ કોઈ દિવસ ખેતરમાં ગયા જ નથી તેવા લોકો લાખ્ખોપતિ બની રહયા છે અને ખેડૂતોની હાલત બદતર બનતી જઈ રહી છે
આમ એક આખી વચેટીયાઓની ચેઇન ઉભી થઈ ગઈ છે જેઓ ખેડૂતોની કમાઈ હડપ કરી રહ્યા હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે અને નવાઈની વાત એછે કે આ મોટી એક છેતરપીંડી હોવાછતાં તેના કોઈ કાયદા નહિ હોવાથી ખેડૂતો છેતરપીંડીનો ભોગ બની રહયા છે અને ખેડૂતોને લૂંટવાનો ધંધો શરૂ થયો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






