IndiGo flight: ઇન્ડિગો ફ્લાઇટ કટોકટી વચ્ચે ભારતીય રેલ્વે 3 દિવસ 89 વિશેષ ટ્રેનો દોડાવશે!

  • India
  • December 8, 2025
  • 0 Comments

IndiGo flight : શિયાળામાં મુસાફરોની વધતી ભીડ અને IndiGoની ફ્લાઇટ કટોકટી વચ્ચે ભારતીય રેલ્વેએ આગામી ત્રણ દિવસમાં 89 વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

■મુસાફરોને રાહત આપવા 100થી વધુ વ્યસ્ત રૂટ પર વધારાની ટ્રેનો દોડશે

રેલ્વેના સૂત્રોના જણાવ્યા મુજબ શિયાળાની રજાઓ અને હવાઈ યાત્રાનો કટોકટી વચ્ચે સરળ પરિવહન સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.રેલ્વેએ મુસાફરોને તેમની મુસાફરી પહેલાં સત્તાવાર વેબસાઇટ અને NTES એપ પર નવીનતમ ટ્રેન સમયપત્રક અને ઉપલબ્ધતા તપાસવાની અપીલ કરી છે.

■વધારાના રેક અને કોચની વ્યવસ્થા

રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશભરના લગભગ તમામ મુખ્ય ઝોનમાં ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે,જ્યાં સામાન્ય સમય કરતા ધસારો બમણો થઈ ગયો છે.મધ્ય, પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ પૂર્વ, ઉત્તર અને દક્ષિણ મધ્ય રેલ્વે સહિતના ઘણા ઝોને વધારાના રેક અને કોચની વ્યવસ્થા કરીને મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપી છે.

■મધ્ય રેલ્વે પર ૧૪ ખાસ ટ્રેનો દોડશે

મધ્ય રેલ્વેએ વધુમાં વધુ ૧૪ વધારાની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.આમાં પુણે-બેંગલુરુ, પુણે-હઝરત નિઝામુદ્દીન, લોકમાન્ય તિલક ટર્મિનસ-મડગાંવ, એલટીટી-લખનૌ અને નાગપુર-સીએસએમટી જેવા લોકપ્રિય રૂટનો સમાવેશ થાય છે. ગોરખપુર-એલટીટી અને બિલાસપુર-એલટીટી વચ્ચે પણ ખાસ સેવાઓ ઉપલબ્ધ રહેશે. વધારાની સેવાઓ ૬ થી ૧૨ ડિસેમ્બર સુધી ચાલશે.

■દક્ષિણ પૂર્વીય રેલ્વે વધારાની સેવાઓ

દક્ષિણ પૂર્વીય રેલ્વેએ 6 થી 9 ડિસેમ્બર દરમિયાન સંત્રાગાચી-યેલાહંકા, હાવડા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ચેરલાપલ્લી-શાલીમાર રૂટ પર ટ્રેનો શરૂ કરી છે. આ રૂટ પર સામાન્ય રીતે તહેવારો અને રજાઓ દરમિયાન ભીડ હોય છે.

■દક્ષિણ મધ્ય રેલ્વે અને પૂર્વીય રેલ્વે

દક્ષિણ મધ્ય રેલ્વેએ ચેરલાપલ્લી-શાલીમાર, સિકંદરાબાદ-ચેન્નઈ એગ્મોર અને હૈદરાબાદ-એલટીટી વચ્ચે ત્રણ વધારાની ટ્રેનો શરૂ કરી છે. પૂર્વીય રેલ્વેએ હાવડા-નવી દિલ્હી અને સિયાલદાહ-એલટીટી રૂટ પર ખાસ સેવાઓનું આયોજન કર્યું છે, જે ઉત્તર ભારતમાં મુસાફરી કરતા મુસાફરોને રાહત આપે છે. આ ટ્રેનો 6 થી 9 ડિસેમ્બર દરમિયાન નિર્ધારિત તારીખો પર દોડશે.

■પશ્ચિમ રેલ્વે તરફથી સાત ખાસ ટ્રેનો

પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ-ભિવાની, મુંબઈ સેન્ટ્રલ-શકુરબસ્તી અને બાંદ્રા ટર્મિનસ-દુર્ગપુરા જેવી સુપરફાસ્ટ ટ્રેનો ઉમેરી છે. ગયા અઠવાડિયાથી આ રૂટ પર મુસાફરોની અવરજવર સતત વધી રહી છે.

■બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રેલ્વે

૭ થી ૯ ડિસેમ્બર સુધી ગોરખપુરથી આનંદ વિહાર અને એલટીટી સુધી ખાસ ટ્રેનો ઉપલબ્ધ રહેશે. બિહારમાં, પટના-આનંદ વિહાર અને દરભંગા-આનંદ વિહાર વચ્ચે સેવાઓ કાર્યરત રહેશે. ઉત્તર રેલ્વેએ નવી દિલ્હી-ઉધમપુર વંદે ભારત, નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ અને હઝરત નિઝામુદ્દીન-તિરુવનંતપુરમ જેવી મહત્વપૂર્ણ ટ્રેનો ઉમેરી છે.આમ,ઈન્ડિગો ફ્લાય કટોકટી વચ્ચે વધારાની ટ્રેનો શરૂ શરૂ થતાં મુસાફરોમાં રાહતની લાગણી પ્રસરી છે

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત