Defamation claim: રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ કોર્ટમાં રૂ.૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કર્યો હોવાની અહેવાલ સંદેશ,દિવ્ય ભાસ્કર વગરે અખબારોમાં છપાયા છે જેમાં કોર્ટે વિવાદિત પોસ્ટ ૪૮ કલાકમાં હટાવી લેવા આદેશ કર્યો હોવાનું જણાવાયું છે, જેમાં ‘The Gujarat Report’ના શ્રી મયુરભાઈ જાની, શ્રી હિમાંશુ ભાઈ ભાયાણી અને વરિષ્ઠ પત્રકાર શ્રી દિલીપભાઈ ભાઈ પટેલ સામે આ ફરિયાદ થઈ હોવાની વાત છે પણ હજુસુધી The Gujarat Report’ના કાર્યાલય પર આવી કોઈ નોટિસ આજે તા.14 ડિસેમ્બર સુધી મળી નથી, પરિણામે ખરેખર શું મામલો છે અને ક્યા સંદર્ભમાં માનહાનીનો દાવો કરાયો છે તે સત્તાવાર રીતે ખબર નથી પરંતુ કાયદાનું પાલન કરવા અને મિડીયાને મળેલા અધિકારોની મર્યાદામાં રહી તેનું પાલન કરવા માટે The Gujarat Report’ મીડિયા પ્લેટફોર્મ બંધાયેલું છે.
જોકે,ભ્રષ્ટાચારને ખુલ્લા પાડતું અને સચોટ પોઇન્ટ ઉપર વાત કરનાર આ મીડિયા પ્લેટફોર્મ ખૂબજ લોકપ્રિય બની રહ્યું છે અને ગુજરાત સહિત દેશભરમાં અન્ય રાજ્યોમાં પણ ઝડપથી ચાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે આજના અખબારોમા છપાયેલા સમાચારો મામલે એટલું કહી શકીએ કે હજુ અમને આજે તા.14 ડિસેમ્બર 2025 સુધી કોઈ સત્તાવાર નોટિશ મળી નથી અને મળ્યા બાદ નામદાર કોર્ટના નિર્દેશનુંપાલન કરવાની અમારી ફરજ બને છે જે અમે પૂર્ણ કરીશું.
જોકે,The Gujarat Report’ એક મીડિયા પ્લેટફોર્મ છે અને મિડિયાની ફરજો જનહિતમાં બજાવતા રહીશું કોઈ સત્ય દબાવવાનો પ્રયાસો કરેતો તે સફળ નહિ થાય,જુઓ શ્રી મયુરભાઈ જાની તથા શ્રી દિલીપભાઈ પટેલે આ મામલે શુ કહ્યું ?જુઓ વિડીયો
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર…
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો





