MNREGA: દેશમાં ગ્રામીણ ભારત માટે સૌથી મહત્વપૂર્ણ યોજનાઓ પૈકીની એક મનરેગા યોજનાનું નામ બદલીને હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીમંડળની શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025 ના રોજ મળેલી બેઠકમાં ગ્રામીણ રોજગાર અંગે નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મનરેગા યોજના 2005 માં શરૂ કરવામાં આવી હતી હવે કેન્દ્ર સરકારે આ યોજનાનું નામ બદલી નાખવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મોદી સરકાર દ્વારા નામ બદલવાની આખી વાત મુદ્દે સવાલો ઉઠ્યા છે,કે સરકાર શુ કામ નામ બદલતી હશે? અને આવા ઘણા નામો બદલાયા છે.
મોદી સરકાર દ્વારા હમણાં હમણાં જ PM કાર્યાલયનું નામ બદલીને સેવા તીર્થ રાખ્યું અને હવે મનરેગા યોજનાનું નામ બદલીને પૂજ્ય બાપુ રોજગાર યોજના કરી દીધુ ત્યારે તેનાથી શું ફરક પડશે? આ મુદ્દે વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો






