The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • India
  • February 1, 2026
  • 0 Comments

●અમેરિકામાં સગીરાઓનું શારીરિક શોષણ કરવું અને કરાવવાના પ્રકરણમાં દોષિત રેપીસ્ટ જેક્રી એપસ્ટેઇનની ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ હોવાનો કોંગ્રેસે આરોપ મૂકી તેનો જવાબ આપવા જણાવ્યું છે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ X પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું – આ રાષ્ટ્રીય શરમનો વિષય છે,પીએમ શા માટે જેફ્રી એપસ્ટીનની સલાહ લઈ રહ્યા હતા?

The Epstein File: કોંગ્રેસે લખ્યું, “એપ્સ્ટાઇન સ્પષ્ટપણે કહે છે કે ‘મોદીએ મારી સલાહ માની અને અમેરિકન રાષ્ટ્રપતિની ખુશી માટે ઇઝરાયલ ગયા અને ડાન્સ કર્યો તેમણે એમ પણ કહ્યું કે “મેં કહેલું તે કામ તેઓએ કર્યું.'”પીએમ મોદી 4 થી 6 જુલાઈ, 2017 દરમિયાન ઇઝરાયલની મુલાકાતે હતા અને એપ્સ્ટાઇને આ ઇમેઇલ ત્રણ દિવસ પછી લખ્યો હતો. ઇઝરાયલની મુલાકાત પહેલાં, 25 અને 26 જૂન, 2017 ના રોજ, મોદી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળ્યા હતા.

કોંગ્રેસના કહેવા મુજબ જેફરી એપ્સ્ટેઈનના ઈમેઈલમાં આપેલી લિંક્સમાં ઉલ્લેખ છે તે પ્રમાણે મોદી જૂન 2017માં અમેરિકા ગયા હતા અને ત્યાં એપ્સ્ટેઈન પાસેથી સલાહ લીધી હતી.ત્યારબાદ એક અઠવાડિયા પછી (4 થી 6 જુલાઈ, 2017), મોદી ઈઝરાયલ પહોંચ્યા અને એપ્સ્ટેઈનની સલાહ મુજબ ત્યાં ડાન્સ કર્યો હતો તે ઉપરથી સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદીનો જેફરી એપ્સ્ટેઈન સાથે ઊંડો અને લાંબા સમયથી સંબંધ હતો. જે ભારત માટે શરમજનક છે. આ મામલો રાષ્ટ્રીય ગૌરવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો છે, જેના માટે વડાપ્રધાન મોદીએ જવાબ આપવો જ જોઈએ.

કોંગ્રેસે ત્રણ પ્રશ્નો પૂછ્યા, જેમાં લખ્યું, “નરેન્દ્ર મોદી જેફરી એપ્સ્ટેઈન પાસેથી કેવા પ્રકારની સલાહ લેતા હતા? યુએસ પ્રમુખ ટ્રમ્પના કયા ફાયદા માટે મોદી ઈઝરાયલમાં નાચ્યા અને ગાયા હતા? એપ્સ્ટેઈને લખ્યું,” It worked..તે સફળ રહ્યું.. તેનો અર્થ શું છે?””નરેન્દ્ર મોદી, દેશ જવાબો માંગી રહ્યો છે. સીરીયલ રેપિસ્ટ એપ્સ્ટેઈન સાથે તમારો શું સંબંધ છે?”જોકે, વિદેશ મંત્રાલયે આ આરોપોને નકારી કાઢ્યા છે, અને કહ્યું છે કે જુલાઈ 2017 માં વડા પ્રધાનની ઇઝરાયલની સત્તાવાર મુલાકાત હતી એ સિવાય, “ઇમેઇલની સામગ્રી એક દોષિત ગુનેગારની બકવાસની વાતો સિવાય બીજું કંઈ નથી.”

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ‘એપસ્ટેઇન ફાઇલ્સ’ નામના ઇમેઇલ સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જેફરી એપસ્ટેઇન વચ્ચે મુલાકાતના દાવાઓને ફગાવી દીધા છે.મહત્વનું છે કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દોષિત જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન સંબંધિત લાખો નવી ફાઇલો જાહેર કરી છે. શુક્રવારે ત્રણ મિલિયન પાના, 180,000 ફોટા અને 2,000 વીડિયો જાહેરમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.

નવી જાહેર થયેલી ફાઇલોમાં સેંકડો વખત યુએસ રાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે. ટ્રમ્પ એપ્સ્ટેઇનના મિત્ર હતા. પરંતુ ટ્રમ્પ કહે છે કે વર્ષો પહેલા તેમાં ખટાશ આવી ગઈ હતી અને તેમણે એપ્સ્ટેઇનના જાતીય ગુનાઓ વિશે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે.આમ,આ પ્રકરણ દિવસે દિવસે વિવાદ પકડી રહ્યું છે અને અનેક નેતાઓના નામોનો ઉલ્લેખ થતા દુનિયાભરમાં એપ્સ્ટેઇન ફાઇલ્સનો વિવાદ વધ્યો છે જેમાં એક ઈમેલમાં નરેન્દ્ર મોદીનો આ રીતે ઉલ્લેખ મળતા ભારે ચર્ચાઓ ઉઠી છે જે મામલે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.

મહત્વનું છે કે ફ્લોરિડા અને ન્યુ યોર્કમાં સગીર છોકરીઓના સેક્સ ટ્રાફિકિંગના ફેડરલ આરોપસર 6 જુલાઈ, 2019 ના રોજ એપ્સટાઇનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને 10 ઓગસ્ટ, 2019 ના રોજ તેમનું જેલ સેલમાં જ મૃત્યુ થયું હતું તેણે 1000 બાળકીઓ ઉપર પોતે અને તેના મિત્રો દ્વારા વારંવાર બળાત્કાર કરવાનો આરોપ હતો, જેમાં કેટલીક 14 વર્ષની પણ નાની હતી, જેમનું એપ્સટાઇન દ્વારા અને તેના મિત્રો દ્વારા યુએસ વર્જિન આઇલેન્ડ્સ સ્થિત પોતાના ખાનગી ટાપુ પર બનાવેલા આલીશાન વૈભવી મહેલમાં જાતીય શોષણ કરવામાં આવ્યું હતું અને દુનિયાના અબજોપતિ મિત્રોને પણ આ બાળાઓ ઉપર બળાત્કાર કરાવ્યો હોવાના આરોપ લાગ્યા છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?
  • July 20, 2026

Forest Diversion: કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયની અધિકૃત સમિતિએ છત્તીસગઢ અને ઓડિશા રાજ્યમાં કોલસા તથા લોખંડ અયસ્ક ખનન યોજનાઓ માટે કુલ ૧,૯૫૪.૩૫ હેક્ટર વન જમીનના ડાયવર્ઝન એટલે કે…

Continue reading
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ
  • July 20, 2026

Jantar Mantar Protest: દિલ્હીના જંતર-મંતર પર સોમવાર, ૨૦ જુલાઈના રોજ હરિયાણા અને દેશના અન્ય ખૂણેથી આવેલા યુવાનો, વાલીઓ અને નાગરિકોનો વિશાળ જનસૈલાબ જોવા મળ્યો હતો. ‘ચાલો સંસદ’ માર્ચમાં જોડાવા આવેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 4 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 6 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 11 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!