Greg Biffle Death: અમેરિકામાં વિમાન દુર્ઘટના: ભૂતપૂર્વ NASCAR સ્ટાર ગ્રેગ બિફલ અને તેમના પરિવાર સહિત 7 લોકોના મોત

  • World
  • December 19, 2025
  • 0 Comments

Greg Biffle Death: ઉત્તર કેરોલિનાના સ્ટેટ્સવિલે એરપોર્ટ પર એક બિઝનેસ જેટ ક્રેશ થતાં સાત લોકોના કરુણ મોત થયા હતા,અકસ્માત ખરાબ હવામાનને કારણે થયો હતો.અમેરિકાના ઉત્તર કેરોલિનાથી અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે,જ્યાં એક બિઝનેસ પ્લેન ક્રેશમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ દુ:ખદ અકસ્માતમાં સુપ્રસિદ્ધ NASCAR ચેમ્પિયન ગ્રેગ બિફલ, તેમની પત્ની અને તેમના બે નાના બાળકોના પણ કરુણ મોત થયા હતા,ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ વિમાન ટેકનિકલ સમસ્યાને કારણે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે રનવે પાસે ક્રેશ થયું. અકસ્માત સમયે, હળવો વરસાદ અને ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે બચાવ કામગીરી અને દૃશ્યતા અત્યંત પડકારજનક બની ગઈ હતી.ટેકઓફ થયાના થોડી મિનિટો પછી જ આ દુ:ખદ અકસ્માત થયો.

સેસ્ના C550 બિઝનેસ જેટે ગુરુવારે સવારે લગભગ 10:15 વાગ્યે સ્ટેટ્સવિલે રિજનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર, વિમાને સવારે 10:06 વાગ્યે ઉડાન ભરી હતી પરંતુ થોડીવારમાં જ પાછું વળી ગયું. અધિકારીઓનું કહેવું છે કે વિમાન ઊંચાઈ મેળવવામાં નિષ્ફળ ગયું અને લેન્ડ કરવાનો પ્રયાસ કરતી વખતે રનવેના પૂર્વ છેડે ક્રેશ થયું. આ અથડામણ એટલી ગંભીર હતી કે વિમાનમાં આગ લાગી ગઈ, જેને બુઝાવવા માટે અનેક ફાયર ફાયટર સ્થળ ઉપર પહોંચ્યા હતા.

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.તપાસકર્તાઓ વિમાનના બ્લેક બોક્સ અને ફ્લાઇટ ડેટાની તપાસ કરી રહ્યા છે.મહત્વનું છે કે ગ્રેગ બિફલને તાજેતરમાં વાવાઝોડા હેલેન દરમિયાન તેમના માનવતાવાદી પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ અને પરિવારના અચાનક મૃત્યુથી રમતગમતના ચાહકો અને સમગ્ર ઉત્તર કેરોલિના સમુદાયમાં આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

US visa cancellation: ટ્રમ્પ સરકારની 2 લાખ વિઝા રદ કરવાની તૈયારી, 70 હજારથી વધુ ભારતીયો પર ખતરો
  • August 27, 2026

US visa cancellation: ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે અમેરિકાએ ઓછામાં ઓછા 2 લાખ એવા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા રદ કરવાની…

Continue reading
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?
  • August 22, 2026

US debt 40 trillion: અમેરિકાની અર્થવ્યવસ્થાએ એક મહત્વપૂર્ણ પરંતુ ચિંતાજનક આર્થિક માઇલસ્ટોન પાર કર્યો છે. ફેડરલ સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું પહેલીવાર 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gopal Italia: ખંભાળિયામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, ખેડૂતોની વ્યથા વચ્ચે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર પ્રહાર, “દુષ્કાળ પાણીનો જ નહીં નેતાઓનો પણ”

  • September 1, 2026
  • 3 views
Gopal Italia: ખંભાળિયામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, ખેડૂતોની વ્યથા વચ્ચે ગોપાલ ઈટાલિયાનો સરકાર પર પ્રહાર, “દુષ્કાળ પાણીનો જ નહીં નેતાઓનો પણ”

SC ST Atrocities Gujarat: ગુજરાતમાં SC-ST અત્યાચારના 4,890 કેસ છતાં દોષસિદ્ધિ માત્ર 5.4% અને 4.5%, રાષ્ટ્રીય દર સામે મોટો તફાવત કેમ?

  • September 1, 2026
  • 4 views
SC ST Atrocities Gujarat: ગુજરાતમાં SC-ST અત્યાચારના 4,890 કેસ છતાં દોષસિદ્ધિ માત્ર 5.4% અને 4.5%, રાષ્ટ્રીય દર સામે મોટો તફાવત કેમ?

SC NEET Protest FIR: NEET-UG 2026 વિવાદમાં સુપ્રીમ કોર્ટની મોટી રાહત, 20થી 25 જુલાઈના વિરોધ સાથે જોડાયેલી તમામ FIR બંધ કરવાનો આદેશ

  • September 1, 2026
  • 6 views
SC NEET Protest FIR: NEET-UG 2026 વિવાદમાં સુપ્રીમ કોર્ટની મોટી રાહત, 20થી 25 જુલાઈના વિરોધ સાથે જોડાયેલી તમામ FIR બંધ કરવાનો આદેશ

Cyber Crime: મોબાઇલ પર કબજો કરી બેન્ક ખાતું ખાલી કરી શકે એવા ખતરનાક Android એપ્સથી સાવધાન, I4Cની મોટી ચેતવણી

  • September 1, 2026
  • 5 views
Cyber Crime: મોબાઇલ પર કબજો કરી બેન્ક ખાતું ખાલી કરી શકે એવા ખતરનાક Android એપ્સથી સાવધાન, I4Cની મોટી ચેતવણી

SIR Voter List 2026: SIRના ત્રીજા તબક્કામાં 6.15 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી બહાર, દિલ્હીમાં સૌથી મોટો 32.7% ઘટાડો

  • September 1, 2026
  • 7 views
SIR Voter List 2026: SIRના ત્રીજા તબક્કામાં 6.15 કરોડથી વધુ નામ મતદાર યાદીમાંથી બહાર, દિલ્હીમાં સૌથી મોટો 32.7% ઘટાડો

PM Modi Rahul Gandhi: ઇન્સ્ટાગ્રામ પર PM મોદીની ‘જૂઠની ગૂંજ’ ટિપ્પણીથી રાજકીય ગરમાવો, 7.8% GDP વૃદ્ધિ વચ્ચે રાહુલ ગાંધી પર નિશાન ?

  • September 1, 2026
  • 6 views
PM Modi Rahul Gandhi: ઇન્સ્ટાગ્રામ પર PM મોદીની ‘જૂઠની ગૂંજ’ ટિપ્પણીથી રાજકીય ગરમાવો, 7.8% GDP વૃદ્ધિ વચ્ચે રાહુલ ગાંધી પર નિશાન ?