America Attack on Syria: સીરિયામાં ISના 70 ઠેકાણાઓ પર અમેરિકાનો હુમલો!મોટી સંખ્યામાં આતંકીઓનો સફાયો!

  • World
  • December 20, 2025
  • 0 Comments

America Attack on Syria: અમેરિકાએ સીરિયા ઉપર એર સ્ટ્રાઈક કરી આતંકીઓના અડ્ડાઓનો સફાયો કરી નાખ્યો હતો.મહત્વનું છે કે અગાઉ તા.13 ડિસેમ્બરે બે અમેરિકન સૈનિકોના મોત થયા બાદ અમેરિકાએ તેનો બદલો લેવા સિરિયામાં કાર્યરત ઇસ્લામિક સ્ટેટ (IS)ના અડ્ડાઓ ઉપર ‘ઓપરેશન હકઆઈ સ્ટ્રાઈક’ના ભાગરૂપે હવાઈ હુમલા કર્યા હતા.

આપને જણાવી દઈએ કે તા.13 ડિસેમ્બર 2025 ના રોજ સીરિયાના પાલમાયરા નજીક થયેલા હુમલામાં આયોવા નેશનલ ગાર્ડના બે સૈનિકો, સાર્જન્ટ એડગર ટોરસ અને સાર્જન્ટ વિલિયમ હોવર્ડ સહિત એક અમેરિકી નાગરિકનું મોત થયું હતું બાદમાં આ હુમલો સીરિયન સુરક્ષા દળો સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું કે જેઓ IS પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.

ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશથી ફાઈટર જેટ્સ અને એપાચે હેલિકોપ્ટર દ્વારા સીરિયામાં હુમલો કરી આતંકીઓના 70 જેટલા ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા છે.રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હતા.

અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથનું નિવેદન સામે આવ્યુ છે કે, આ ઓપરેશનનો હેતુ માત્ર IS ના આતંકી નેટવર્કને તોડવાનો છે, આ કોઈ નવા યુદ્ધની શરૂઆત નથી, પરંતુ અમેરિકી સૈનિકો પર થયેલા હુમલાનો આ જવાબ છે. આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સિરિયા ઉપર અમેરિકાએ કરેલી એર સ્ટ્રાઈક દરમિયાન F-15 ઈગલ ફાઈટર જેટ, A-10 થંડરબોલ્ટ ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ અને એપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી મધ્ય સીરિયાના પહાડી અને રણ વિસ્તારોમાં જ્યાં આતંકીઓ છુપાયેલા હતા તેવી જગ્યાએ અમેરિકી દળોએ બોમ્બમારો કર્યો હતો અમેરિકાના આ મિશનમાં જોર્ડનના વિમાનોએ પણ જોડાયા હતા.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 13 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા