Political News:વિશ્વની સૌથી પ્રાચીન ધરોહર ‘અરવલ્લી’ને બચાવવા જન આંદોલન કેમ શરૂ થયું? જાણો શુ છે સમગ્ર વિવાદ!

  • India
  • December 21, 2025
  • 0 Comments

Political News: વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક એવી ઐતિહાસિક અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે.હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં ખાણકામ, રિયલ એસ્ટેટ અને માળખાગત સુવિધાઓના વિસ્તરણે અરવલ્લી પર્વતમાળાને વિવાદના કેન્દ્રમાં મૂકી દીધી છે.એક તરફ સરકારો વિકાસ માટે પર્વતમાળાની હઠવવાની દલીલ કરી રહી છે, ત્યારે પર્યાવરણવાદીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો અરવલ્લીનો નાશ થશેતો ઉત્તર ભારતે વાતાવરણ, પાણી અને જીવન માટે ભારે કિંમત ચૂકવવી પડશે.

● અરવલ્લી પર્વતોનો ઇતિહાસ અને મહત્વ સમજીએ.

અરવલ્લી પર્વતમાળા આશરે 1.5 અબજ થી 2.5 અબજ વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાંથી શરૂ કરીને, તે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં આશરે 800 કિલોમીટર સુધી ફેલાયેલી છે.અરવલ્લીનો એકલા રાજસ્થાનમાં સૌથી મોટો ભાગ, આશરે 550 કિલોમીટર છે, જે રાજ્યના આશરે 15 જિલ્લાઓમાંથી પસાર થાય છે.

●અરવલ્લી પર્વતમાળાથી શુ ફાયદો છે?જાણો

◆થાર રણને પૂર્વ તરફ આગળ વધતા અટકાવે છે.

◆ચોમાસા અને વરસાદ ચક્રને પ્રભાવિત કરે છે.

◆ભૂગર્ભજળ રિચાર્જનો આધાર છે.

◆મેદાનોને ધૂળના તોફાનો અને ગરમીના મોજાથી રક્ષણ આપે છે.

◆આ જ કારણ છે કે તેને ઉત્તર ભારતની “ગ્રીન વોલ” અને પ્રાકૃતિક સુરક્ષા રક્ષણ દિવાલ કહેવામાં આવે છે.

◆ચાલો હવે સમજીએ કે આ વિવાદ પાછળનું કારણ શું છે.

●આખો વિવાદ અહીંથી શરૂ થાય છે જાણો, અરવલ્લી પ્રદેશની વ્યાખ્યા શું છે?

પર્યાવરણીય નિષ્ણાતો દલીલ કરે છે કે અરવલ્લી પર્વતમાળા ફક્ત કાગળ કે મહેસૂલ રેકોર્ડનું એકમ નથી, પરંતુ ભૂસ્તરશાસ્ત્રીય અને ઇકોલોજીકલ માળખું છે. રાજ્ય સરકારો પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ મહેસૂલ રેકોર્ડ અને ટેકનિકલ ધોરણોના આધારે અરવલ્લી પર્વતમાળાનું સંકુચિત અર્થઘટન કરે છે, જેનાથી અરવલ્લી પર્વતમાળાની બહારના વિસ્તારોમાં બાંધકામ અને ખાણકામને મંજૂરી મળે છે.

●ખાણકામ: સૌથી મોટો ખતરો

દશકોથી, અરવલ્લી પ્રદેશમાં મોટા પાયે ખાણકામ કરવામાં આવી રહ્યું છે અને પથ્થર,કાંકરી,માર્બલનો ધંધો થઈ રહ્યો છે.

◆આની પ્રતિકૂળ અસરો

●ટેકરીઓનું ઝડપી ધોવાણ
ભૂગર્ભજળના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો

●દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ અને ધૂળમાં વધારો

●સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ વારંવાર ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જમીન પર તેનો અમલ હંમેશા શંકાસ્પદ રહ્યો છે.

અરવલ્લી પ્રદેશનો મોટાભાગનો ભાગ તકનીકી રીતે વન ભૂમિ જાહેર કરવામાં આવ્યો નથી પરિણામે કાનૂની શૂન્યાવકાશનો ગેરપયોગ કરીને અહીં ફાર્મહાઉસ,વસાહતો,રોડ પ્રોજેક્ટ્સ ઝડપથી વિકાસ પામતા રહ્યા છે.
જોકે, અદાલતોએ સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ વિસ્તારનું કુદરતી સ્વરૂપ તેની કાનૂની સ્થિતિ જેટલું જ મહત્વપૂર્ણ છે.

●ચાલો હવે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય અને નવા વિવાદને સમજીએ.

૨૦ નવેમ્બર ૨૦૨૫ ના રોજ, સુપ્રીમ કોર્ટે, ટી.એન. ગોવર્ધનની અગાઉની અરજી પર પોતાનો ચુકાદો આપતાં અરવલ્લીની નવી વ્યાખ્યાને મંજૂરી આપી.

●નવી વ્યાખ્યા મુજબ

◆ફક્ત તે ટેકરીઓને જ અરવલ્લી ગણવામાં આવશેકે જે ટેકરીઓ તેની આસપાસની સપાટીથી 100 મીટર કે તેથી વધુ ઊંચી હોય.

◆મતલબ કે હવેથી જે ટેકરીઓ, ટેકરા અને ગાબડાવાળા વિસ્તારો જે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા હોય તેને અરવલ્લીની વ્યાખ્યામાંથી બાકાત રાખવામાં આવ્યા છે,પરિણામે અરવલ્લી પ્રદેશનો લગભગ 90% ભાગ કાનૂની રક્ષણની બહાર હોઈ શકે છે અને ફક્ત 8-10% વિસ્તારને કાયદેસર રીતે ‘અરવલ્લી’ ગણવામાં આવશે.

●હવે તમે વિચારી રહ્યા હશો કે આનાથી ચિંતા કેમ વધી છે?

પર્યાવરણવાદીઓ કહે છે કે અરવલ્લી પ્રદેશની નાની અને મધ્યમ ઊંચાઈની ટેકરીઓ પણ અરવલ્લીનો હિસ્સો છે.આ નાની મોટી ટેકરીઓ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં, ભૂગર્ભજળનું રિચાર્જ કરવામાં, ધૂળના તોફાનોને નિયંત્રિત કરવામાં અને રણીકરણ અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

જો તેમને અસુરક્ષિત રાખવામાં આવશે તો રાજસ્થાનમાં પાણીની કટોકટી વધુ ઘેરી બનશે તેમજ
ખેતી પ્રભાવિત થશે અને ખેડૂતો સ્થળાંતર કરશે જયપુર, અલવર, દૌસા, સીકર અને ઝુનઝુનુ જેવા જિલ્લાઓમાં દુષ્કાળ વધશે.જો અરવલ્લી પ્રદેશનો નાશ થશે તો રાજસ્થાનથી ધૂળ સીધી દિલ્હી પહોંચશે પરીણામે વાયુ પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ વધશે,ચોમાસાની પેટર્ન ખોરવાઈ જશે,ભૂગર્ભજળનું સ્તર વધુ ઊંડા ઉતરી જશે.

આ સિવાય તેની અસરો હરિયાણાના ગુરુગ્રામ, નૂહ, રેવાડી અને મહેન્દ્રગઢ જેવા જિલ્લાઓ પણ પ્રભાવિત થઈ શકે છે.આ માટે પર્યાવરણવાદીઓ અરવલ્લી નષ્ટ થતી બચાવવા મેદાને પડ્યા છે અને ચિંતા વ્યક્ત કરી રહયા છે.તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે તેવી સરકારની ભલામણને માન્ય રાખતા હવે ‘અરવલ્લી બચાવો’ આંદોલન શરૂ થયું છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.
  • June 26, 2026

Indian Passport Citizenship: વિદેશ મંત્રાલયના તાજેતરના એક સ્પષ્ટીકરણે દેશભરમાં નાગરિકતા અને ઓળખના પુરાવાઓને લઈને એક મોટી ચર્ચા અને મૂંઝવણ ઉભી કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય પાસપોર્ટ એ…

Continue reading
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?
  • June 26, 2026

NCERT Curriculum Controversy: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે. શિક્ષણ જેવી ગંભીર બાબતોમાં સરકારી દખલગીરીનો આક્ષેપ વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ તાજેતરના નિર્ણયોએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

  • June 27, 2026
  • 2 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં સિંહોનો રંજાડ અને જંગલમાં મંગલ

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

  • June 26, 2026
  • 5 views
NCERT Curriculum Controversy: ભણતર કે એજન્ડા? નાઝીવાદથી લઈને કૃષ્ણા સુધી, NCERT ના નવા ફેરફારો દ્વારા ઇતિહાસ અને વિચારધારાનું ‘ભગવાકરણ’?

Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

  • June 26, 2026
  • 6 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું

Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

  • June 26, 2026
  • 11 views
Rajya Sabha: શું રાજ્યસભા હવે માત્ર એક ફરિયાદ કેન્દ્ર બની ગયું છે? ૧૧ વર્ષના આંકડા

NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો

  • June 26, 2026
  • 12 views
NMC HoD Rotation Controversy: તબીબી કોલેજોમાં HoDના 3 વર્ષના રોટેશન પ્લાન પર શિક્ષણ જગતમાં આક્રોશ! સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો મામલો