Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી છૂટ! ‘જેટલો પીવો હોય એટલો પીવો!’

  • Gujarat
  • December 23, 2025
  • 0 Comments

Liquor: આમતો,મહાત્મા ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીનો કાયદો અમલમાં છે પણ ગુજરાતના પાટનગર નજીક બનેલા ખાસ ગિફ્ટ સીટીમાં વિદેશી મહેમાનો માટે દારૂની છૂટછાટ નક્કી થઈ પણ કેટલાક નિયમો અમલમાં હતા જોકે,હવે આ નિયમોમાં પણ વધુ છૂટછાટ મળતા અહીં દારૂ પીવાનું એકદમ સરળ બની ગયું છે.

ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં હવે દારૂની વધુ છૂટછાટ આપવામાં આવી છે બહારના નાગરિકો માટે દારૂના સેવન માટે પરમિટની જરૂર નહીં પડે,રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સીટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂબંધીના નિયમોમાં વધુ છૂટ આપતું નવું નોટિફિકેશન જાહેર કર્યુ છે.

જેમાં હવેથી ગુજરાત બહારના લોકો એટલે કે, અન્ય રાજ્યોના મુલાકાતીઓ તેમજ વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટ લેવાની જરૂર રહેશે નહીં તેઓએ માત્ર ઓળખકાર્ડ બતાવી દેવાનું એટલે પત્યું.નવા જાહેરનામામાં જણાવાયા મુજબ, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશીઓ હવે ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ કે ક્લબમાં ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવીને દારૂની માંગો તે બ્રાન્ડ લઈ શકશે અને સેવન કરી શકશે.

ગુજરાતની મુલાકાત લેનારા વિદેશી નાગરિકો અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનોને હવે દારૂ પીવામાં કોઈ અગવડ નહીં પડે.દારૂની છૂટછાટથી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ઈવેન્ટ્સ, કોન્ફરન્સ અને હોસ્પિટાલિટી સેક્ટરને નોંધપાત્ર વેગ મળશે તેમ સરકારનું માનવું છે.બીજુ કે પરમિટ ધારકો હવે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે તેવો પણ સુધારો કરાયો છે અને પરમિટ વગરના લોકો પણ નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ વિસ્તારોમાં ભોજન માટે પ્રવેશ કરી શકશે

વધુ અપાયેલી છૂટછાટોમાં અહીંની હોટેલ કે રેસ્ટોરન્ટમાં લોન, સ્વિમિંગ પૂલ ઉપર અથવા ટેરેસ તેમજ ખાનગી હોટેલ રૂમમાં પણ છૂટથી ખુલ્લેઆમ દારૂ પી શકાશે.મહત્વનુ છે કે અગાઉ દારૂ પીવા માટે નિર્ધારિત જગ્યાઓ નક્કી થઈ હતી અને વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારોમાં અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ મર્યાદિત હતી પરંતુ હવે તેવું નથી અને ગમે ત્યાં મસ્ત બની દારૂ પીવા છૂટછાટ અપાઈ છે.

વૈશ્વિક રોકાણકારો, ટેક્નોલોજી નિષ્ણાતો અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને અહીં વૈશ્વિક વ્યાપાર વાતાવરણ પૂરું પાડવા માટે વાઇન એન્ડ ડાઇન સુવિધાઓને મંજૂરી આપવાના નિયમોમાં વધુ ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.જોકે, ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ દારૂ ખરીદીને પી શકાશે, અહીંથી કોઈ દારૂની બોટલો કે જથ્થો ગુજરાતના અન્ય વિસ્તારોમાં લઈ જઈ શકાશે નહીં જો આવું કર્યુતો ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી થશે તેવું પણ સરકારે સ્પષ્ટ કર્યું છે.

નોટિફિકેશનમાં એ સ્પષ્ટતા કરાઈ છે કે, દારૂ પીવાની ઉંમર 21 વર્ષ જ કાયદેસર રહેશે અને બાકી તમામ નિયમો ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ જ લાગુ પડશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 3 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 7 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 8 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 8 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ